Rajkot Fire : ગુજરાતના આ નાલાયકો-નિર્લજજોને જનતા છોડશે નહીં!
શનિવાર ગુજરાત માટે કાળો દિવસ સાબિત થયો. રાજકોટના ગેમઝોનમાં ભીષણ આગ ફાટી (Rajkot Fire) નીકળી હતી, જેમાં 30 થી વધુ લોકોના મોત થયા હતા. મૃતકોમાં 10 થી વધુ બાળકોનો સમાવેશ થાય છે. PM મોદીથી લઈને ગૃહમંત્રી અમિત શાહે આ દુ:ખદ...
Advertisement
શનિવાર ગુજરાત માટે કાળો દિવસ સાબિત થયો. રાજકોટના ગેમઝોનમાં ભીષણ આગ ફાટી (Rajkot Fire) નીકળી હતી, જેમાં 30 થી વધુ લોકોના મોત થયા હતા. મૃતકોમાં 10 થી વધુ બાળકોનો સમાવેશ થાય છે. PM મોદીથી લઈને ગૃહમંત્રી અમિત શાહે આ દુ:ખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. પ્રત્યક્ષદર્શીઓ કહે છે કે તે ક્ષણ ખૂબ જ ડરામણી હતી. આગ (Rajkot Fire) ચારે તરફ પ્રસરી રહી હતી અને લોકોની ચીસો સંભળાતી હતી. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે ગેમઝોનમાં ઘણી જગ્યાએ રિપેરિંગ અને રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. આજુબાજુ મોટી સંખ્યામાં પ્લાય અને લાકડાના ટુકડા ફેલાયેલા હતા. આગ લાગતાની સાથે જ તેઓ પણ તેની લપેટમાં આવી ગયા અને 30 સેકન્ડમાં આગ (Rajkot Fire) આખા ગેમઝોનમાં ફેલાઈ ગઈ.
Advertisement