Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot fire incident : ગેમઝોન અગ્નિકાંડને લઈ મોટા સમાચાર, વધુ 3 અધિકારીઓની ધરપકડ

રાજકોટ અગ્નિકાંડને (Rajkot fire incident) લઈ મોટા સમાચાર આવ્યા છે. આ અગ્નિકાંડમાં વધુ 3 ની ધરપકડ કરવામાં આવી છે. માહિતી મુજબ, ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર (Ilesh Kher), ડેપ્યુટી ફાયર ઓફિસર બી.જે. ઠેબા (B.J. Theba) અને વેલ્ડિંગ સુપરવાઇઝર મહેશ રાઠોડની...
rajkot fire incident   ગેમઝોન અગ્નિકાંડને લઈ મોટા સમાચાર  વધુ 3 અધિકારીઓની ધરપકડ
Advertisement

રાજકોટ અગ્નિકાંડને (Rajkot fire incident) લઈ મોટા સમાચાર આવ્યા છે. આ અગ્નિકાંડમાં વધુ 3 ની ધરપકડ કરવામાં આવી છે. માહિતી મુજબ, ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર (Ilesh Kher), ડેપ્યુટી ફાયર ઓફિસર બી.જે. ઠેબા (B.J. Theba) અને વેલ્ડિંગ સુપરવાઇઝર મહેશ રાઠોડની (Mahesh Rathod) ધરપકડ કરવામાં આવી છે. આ સાથે અગ્નિકાંડમાં ધરપકડનો આંક 15 સુધી પહોંચ્યો છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસનો રેલો હવે રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનનાં (RMC) ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો છે અને એક પછી એક અધિકારીઓની ધરપકડ થઈ રહી છે. હજુ પણ અનેક અધિકારીઓની ધરપકડ થઈ શકે તેવા અહેવાલ છે.

અગ્નિકાંડમાં વધુ 3 અધિકારીઓ ઝબ્બે

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં (Rajkot fire incident) બાળકો સહિત કુલ 27 લોકો જીવતા ભૂંજાયા હતા. આ હચમચાવે એવી ઘટનાની તપાસ SIT, ક્રાઇમ બ્રાન્ચ, ACB, રાજકોટ પોલીસ (Rajkot Police) સહિત વિવિધ ટીમો કરી રહી છે. દરમિયાન, SIT દ્વારા વધુ 3 અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે આ કેસમાં અત્યાર સુધી કુલ 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, SIT એ મહાનગરપાલિકાના (RMC) ચીફ ફાયર ઓફિસર ઇલિયાસ ખેર, સસ્પેન્ડેડ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બી.જે. ઠેબા (B.J. Theba) તેમ જ વેલ્ડિંગ સુપરવાઇઝર મહેશ રાઠોડની ધરપકડ કરી છે. આવતીકાલે ગુનાનાં કામે ત્રણેય આરોપીઓને કોર્ટમાં (Rajkot Court) રજૂ કરવામાં આવશે અને પૂછપરછ માટે રિમાન્ડની માગ કરાશે.

Advertisement

ગેમઝોનમાં આગ લાગી હોવા છતાં પગલાં ન લેતા ધરપકડ

માહિતી મુજબ, વર્ષ 2023 માં ગેમઝોન (Rajkot TRP Gamzone) ખાતે આગ લાગી હોવા છતાં ચીફ ફાયર ઓફિસર તેમ જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર દ્વારા કોઈપણ જાતના પગલાં લેવામાં આવ્યા ન હોવાથી SIT ટીમ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે. મહેશ રાઠોડ આગ લાગવા સમયે દાઝી ગયો હોવાનું પણ સામે આવ્યું હતું. જે તે સમયે મહેશ રાઠોડ (Mahesh Rathod) દ્વારા તબીબી સારવાર પણ મેળવવામાં આવી હતી. બનાવ સંદર્ભે અગાઉ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા તેનું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે, સસ્પેન્ડેડ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બી.જે. ઠેબા વિરુદ્ધ રાજકોટ ACB એકમ ખાતે અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત તેની ધરપકડ કરી 3 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટ દ્વારા આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. બી જે ઠેબાનો કબ્જો જેલમાંથી મેળવવામાં આવ્યો છે. આગામી સમયમાં આ કેસમાં વધુ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી શકે છે.

Advertisement

આ પણ વાંચો - Rajkot: અગ્નિકાંડમાં પોલીસ એક્શન મોડમાં, પુરાવા એકત્ર કરવા તપાસના ચક્રો તેજ

આ પણ વાંચો - Rajkot: ફરજમાં બેદરકાર અધિકારીઓ ચેતી જજો! અગ્નિકાંડ કેસમાં હાઈકોર્ટનો મહત્વનો હુકમ

આ પણ વાંચો - Drugs in Gujarat : ડ્રગ્સ માફિયાઓનાં મનસૂબાને ધ્વસ્ત કરતી ગુજરાતની તપાસ એજન્સીઓ, વાંચો અહેવાલ

Tags :
Advertisement

Trending News

.

×