Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

RAJKOT Game Zone : શું TRP ગેમ ઝોન પાસે ફાયર સેફ્ટીના સાધનો નહોતા

RAJKOT Game Zone : રાજકોટની TRP ગેમ ઝોન (RAJKOT Game Zone) માં લાગેલી આગમાં 32  લોકોના મોત થયા છે. ત્યારે આ ઘટનામાં એક ચોંકાવનારી માહિતી સામે આવી છે..આ ઘટના સામે આવી ત્યારથી એ સવાલ પૂછાઇ રહ્યો હતો કે શું TRP...
rajkot game zone   શું trp ગેમ ઝોન પાસે ફાયર સેફ્ટીના સાધનો નહોતા
Advertisement

RAJKOT Game Zone : રાજકોટની TRP ગેમ ઝોન (RAJKOT Game Zone) માં લાગેલી આગમાં 32  લોકોના મોત થયા છે. ત્યારે આ ઘટનામાં એક ચોંકાવનારી માહિતી સામે આવી છે..આ ઘટના સામે આવી ત્યારથી એ સવાલ પૂછાઇ રહ્યો હતો કે શું TRP ગેમ ઝોન પાસે ફાયર સેફ્ટીના સાધનો ન હતા.?

Advertisement

બેદરકારીની પરાકાષ્ઠા

આ સવાલનો જવાબ સ્તબ્ધ કરી દે તેવો છે. જી હા TRP ગેમ ઝોન (RAJKOT Game Zone)પાસે ફાયર સેફ્ટીના પૂરા સાધનો હતા. પરંતુ બેદરકારીની હદ તો જુઓ આ ફાયર સેફટીના સાધનો સીલ પેક હાલતમાં હતા .. તેને કાર્યરત કરવાની તસ્દી આ લોકોએ લીધી ન હતી..અને તેમની આ બેદરકારીનો ભોગ 32 લોકોને બનવું પડ્યું.

Advertisement

રાજકોટમાં ગેમઝોનના અગ્નિકાંડમાં મોટી બેદરકારી સામે આવી છે જેમાં ફાયર NOC જ નહોતું ફાયર સેફ્ટીના સાધનો માત્ર શોભાના ગાંઠિયા સમાન ગેમઝોનનું આજદિન સુધી ફાયર સેફ્ટીની અરજી જ કરાઈ નથી ફાયર સેફ્ટીના સાધનોનું ઈન્સ્ટોલેશન જ કરેલ નથી. ત્યારે ફેબ્રિકેશનનું બાંધકામ કેવી રીતે ખડકી દેવાયું હતું માસૂમોની જિંદગી સાથે આટલો મોટો ખેલ ખેલવાનો પરવાનો કોણે આપ્યો

ફાયર-NOC વિના ધમધમતો ગેમઝોન

તો બીજી તરફ આ અગ્નિકાંડને લઈને મોટો ખુલાસો સામે આવ્યો છે. TRP ગેમઝોન ફાયર NOC વિના જ ચાલતો હોવાની માહિતી સામે આવી છે. જેને લઈને તંત્ર સામે પણ સવાલો ઉઠ્યા છે. લોકોનું કહેવું છે કે, આપણે ભૂતકાળની ઘટનાઓથી કઈ શિખ્યા નથી. અત્યાર સુધી 26 લોકોના મૃતદેહ સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા છે. રાજકોટ અગ્નિકાંડમાં હજુ પણ મૃત્યુઆંક વધવાની આશંકા છે.આગકાંડ બાદ ગેમઝોનના સંચાલકો ફરાર થઈ ગયા છે. આ ગેમ ઝોનમાં 30-40નો સ્ટાફ હતો જે તમામ હાલ ફરાર છે. તો બીજી તરફ મૃતદેહો એ હદે બળી ગયા છે કે, DNA ટેસ્ટ બાદ મૃતદેહોની ઓળખ થશે.

આગના ધૂમાડા પાંચ કિલોમીટર દુરથી જોઇ શકાતા હતા

આ ગેમઝોનમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે પાંચ કિલોમીટર દુરથી તેના ધૂમાડા જોઇ શકાતા હતા. આ ઘટના બાદ ફરીએકવાર તક્ષશિલા કાંડની યાદ તાજી થઇ ગઇ હતી.. ચાલો નજર કરીએ ગુજરાતમાં ઘટેલી આગની એ ઘટનાઓ પર જેમાં માનવીય ભૂલોને કારણે અનેક લોકોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હોય.

સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાઈનો લાગી

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 26 મૃતદેહ પહોંચ્યા છે. મૃતકોમાં મોટાભાગના બાળકો છે. રાજકોટમાં TRP ગેમઝોનમાં ભયંકર આગ લાગવાની ઘટનાને સમગ્ર શહેરને હચમચાવી નાખ્યું છે. સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાઈનો લાગી છે. .

ભૂતકાળની આગની ગોઝારી ઘટનાઓ

2 જાન્યુઆરી, 2018- વડોદરાની GIDC, ખાતર ફેક્ટટરીમાં આગમાં 4ના મોત

12 ફેબ્રુઆરી, 2018- નવસારીના વિજલપોર પાસે મકાનમાં આગમાં 2ના મોત

29 નવેમ્બર, 2018- વડોદરાની કોયલી ફેક્ટરીમાં આગની ઘટનામાં 3ના મોત

15 ફેબ્રુઆરી, 2019-અંકલેશ્વરની GIDCફાર્મા યુનિટમાં વિસ્ફોટમાં 3ના મોત

24 મે, 2019-સુરતમાં તક્ષશીલા આર્ટ કોચિંગ સેન્ટરમાં આગની ભયાનક ઘટનામાં 22ના મોત

10 ડિસેમ્બર 2019-વડોદરા વાઘોડિયા પ્લાસ્ટિક ફેક્ટરીમાં આગથી 8ના મોત

આ પણ  વાંચો  - Rajkot Game Zone Tragedy : CM ભુપેન્દ્ર પટેલે કર્યું SIT નું ગઠન, સહાયની જાહેરત પણ કરી…

આ પણ  વાંચો  - રાજકોટના અગ્નિકાંડ પર MLA Tilala નો જવાબ, લે… હવે આમાં તો હવે હું શું કરી શકું!

આ પણ  વાંચો  - Rajkot Game Zone Tragedy: રાજકોટ દુર્ઘટના અંગે PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, આપ્યા તપાસના આદેશ

Tags :
Advertisement

Trending News

.

×