Woman Success Story: કોઈ નોકરી કે ધંધો શરુ કર્યા વગર આ મહિલા દર અઠવાડિયે લાખો રુપિયા કમાય છે!
Woman Success Story: ભારતમાં બેરોજગારોનું પ્રમાણ બહોળા પ્રમાણમાં જોવા મળે છે. ભારતમાં એવા પણ લોકો છે, જેની પાસે અનેક ડિગ્રીઓ હોવા છતાં, નોકરીઓ માટે વલખાં મારતા હોય છે. ત્યારે આવી પરિસ્થિતિ લોકો પૈસા કમાવવા માટે સરળ રસ્તાઓ શોધતા હોય છે. ત્યારે મોટાભાગે લોકો પોતાનો ધંધો શરુ કરવાનું વિચારતા હોય છે. તો આજે એવી મહિલાની સરફળતાની કહાની વિશે જણાવી શું, જેણે નોકરી કે ધંધો શરુ કર્યા વગર લાખોની માલકીન બની ગઈ છે.
મહિલાએ 58 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી
દર અઠવાડિયે લાખો રૂપિયા કમાય છે
કંપનીઓ ક્લિક કરેલા Photos માટે સારી રકમ ચૂકવે
આ 25 વર્ષની મહિલાનું નામ Alexandra Hallman છે. જે કોઈપણ નોકરી વિના માત્ર હરવા-ફરીને દર મહિને લાખો રૂપિયા કમાઈ રહી છે. માત્ર 6 મહિનામાં આ મહિલાએ 58 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. તે ફક્ત તેના મોબાઈલથી તસવીરો ખેંચે છે અને કંપનીઓને વેચે છે. Alexandra Hallman તેની આસપાસના સ્થળોના Photos લે છે અને પછી તે Photos કંપનીઓને વેચે છે.
દર અઠવાડિયે લાખો રૂપિયા કમાય છે
જેથી આ ફોટોનો ઉપયોગ વિવિધ માર્કેટિંગ પ્લેટફોર્મ્સ, જેમ કે સોશિયલ મીડિયા, વેબસાઇટ્સ અને અન્ય માધ્યમો પર જાહેરાતો તરીકે થાય. તેમાંથી Alexandra Hallman દર અઠવાડિયે લાખો રૂપિયા કમાય છે એટલું જ નહીં, પરંતુ તેને ઘણી વાર હોટેલમાં રહેવા અને પ્રોડક્ટના ઉપયોગ માટે પણ પૈસા ચૂકવવા પડતા નથી. Alexandra Hallman સિએટલ યુનિવર્સિટીમાં ફિલ્મ નિર્માણમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. તે અભ્યાસ પૂર્ણ થઈ ગયા પછી, કોફી શોપ અને રેસ્ટોરન્ટ્સ તેમજ વર્જિન ગેલેક્ટિક અને લોરિયલ જેવી મોટી બ્રાન્ડ્સ માટે સામગ્રી બનાવવાનું શરૂ કર્યું હતું.
કંપનીઓ ક્લિક કરેલા Photos માટે સારી રકમ ચૂકવે
Alexandra Hallman એ કહ્યું કે હું ઘણી સારી તસવીરો લેતી હતી. ત્યારે એવું લાગ્યું કે મારા Photos મેગેઝીનના કવર જેવા છે, જેનો કોઈપણ બ્રાન્ડ ઉપયોગ કરી શકે છે. આવી સ્થિતિમાં Alexandra Hallman પોતાની જાતે લીધેલી તસવીરો સોશિયલ મીડિયા પર મફતમાં શેર કરવાનું શરૂ કર્યું. Alexandra Hallman એ તે Photos સાથે સંબંધિત બ્રાન્ડ્સને ટેગ કરવાનું પણ શરૂ કર્યું હતું. ધીમે ધીમે તે બ્રાન્ડ્સે મારા Photos નો ઉપયોગ શરૂ કર્યો. તમામ કંપનીઓ મારા દ્વારા ક્લિક કરેલા Photos માટે સારી રકમ ચૂકવે છે.
આ પણ વાંચો: India-Egypt: ભારતીય વાયુ સેનાના Rafales ની ગુંજ Great Pyramids સુધી સંભળાય