Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્રવાસએ શોખ છે, જ્યારે યાત્રા આપણી પરંપરાનો પવિત્ર પ્રયાસ છે

ભારતીય સંસ્કૃતિમાં ધાર્મિક યાત્રાનું અનેરૂં મહત્વ છે. ચારધામની યાત્રાએ પ્રત્યેક હિંદુસ્તાની માટેની જીવનકાળ દરમિયાનની અનિવાર્યતા કહેવાય છે. એ સિવાય પણ પોતાના ઇષ્ટદેવના મંદિરો કે સ્થાનકો સુઘી પહોંચીને શ્રધ્ધાપૂર્વક તેની પૂજા અર્ચના એ ધર્મ બની જાય છે. બીલકુલ એની સમાંતરે વહેતું બીજું એક કર્મ છે “પ્રવાસ”. દરેક માણસે પોતાના જીવનકાળ દરમિયાન થોડાક થોડાક સમયના અંતરે નાના મોટા પ્ર
પ્રવાસએ શોખ છે  જ્યારે યાત્રા આપણી પરંપરાનો પવિત્ર પ્રયાસ છે
ભારતીય સંસ્કૃતિમાં ધાર્મિક યાત્રાનું અનેરૂં મહત્વ છે. ચારધામની યાત્રાએ પ્રત્યેક હિંદુસ્તાની માટેની જીવનકાળ દરમિયાનની અનિવાર્યતા કહેવાય છે. એ સિવાય પણ પોતાના ઇષ્ટદેવના મંદિરો કે સ્થાનકો સુઘી પહોંચીને શ્રધ્ધાપૂર્વક તેની પૂજા અર્ચના એ ધર્મ બની જાય છે. 
બીલકુલ એની સમાંતરે વહેતું બીજું એક કર્મ છે “પ્રવાસ”. દરેક માણસે પોતાના જીવનકાળ દરમિયાન થોડાક થોડાક સમયના અંતરે નાના મોટા પ્રવાસો કરવા જોઇએ. કોઇપણ પ્રવાસ તમારી શારીરીક કે માનસિક ઉર્જામાં વધારો કરે છે. હવે તો વિજ્ઞાને પણ આ સત્ય સ્વીકાર્યું છે. 
અલબત્ત સહેજ ઉદાર થઇને કબુલીએ તો પ્રવાસ એ પશ્ચિમે આપેલો શોખ છે. જ્યારે યાત્રા આપણી પરંપરાનો પવિત્ર પ્રયાસ છે. બંનેનું પોતપોતાનું  આગવું અને અલાયદું મહત્વ છે. 
તાજેતરમાં પૂરા થયેલા કોવીડ મહામારીના વિષમ સંજોગો પછી મળેલી મુક્તિને કારણે ભારતમાં યાત્રિકોની સંખ્યામાં પુષ્કળ વધારો થયો છે. જરૂરથી એમાં ધાર્મિક શ્રધ્ધાનો ઇન્કાર થઇ શકે નહીં પણ મળેલી મુક્તિ મેળવવાના હેતુથી ‘ એક પંથ દો કાજ’ એવી મનોવૃત્તિ સાથે નીકળી પડેલા લોકો યાત્રાને પ્રવાસના આનંદ સાથે જોડે છેને પ્રવાસને યાત્રામાં ખપાવવાનો પ્રયાસ કરે છે. આવું થાય છે ત્યારે પહેલી કહેવતમાં કહ્યું છે તેમ, “બાવાના બેય બગડ્યા જેવો ઘાટ થાય છે.” 
યાત્રા કરો તો ધર્મસ્થાનનું - ઇષ્ટદેવના દર્શન એ એકમાત્ર ધ્યેય રાખો, ને જો પ્રવાસ કરો તો એક પ્રવાસીનો આનંદએ એકમાત્ર  લક્ષ્ય રાખો - બંનેને ભેગા ન કરો. 
Advertisement
Tags :
Advertisement

.