22 વર્ષની ઉંમરે T20I માં સદી ફટકારનાર તિલક વર્મા સૌથી યુવા ખેલાડી બન્યો
- તિલક વર્માની શાનદાર સદીથી ભારત મજબૂત સ્થિતિમાં
- તિલક વર્માએ દક્ષિણ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયાને મજબૂત શરૂઆત અપાવી!
- 22 વર્ષની ઉંમરે તિલક વર્માએ ફટકારી પોતાની પ્રથમ સદી, T20Iમાં સૌથી યુવા ખેલાડી બન્યો
- તિલક વર્માએ અભિષેક સાથે શાનદાર ભાગીદારી કરીને દક્ષિણ આફ્રિકાના બોલરોને પરેશાન કર્યા
- ભારતીય યુવા ખેલાડીનો રેકોર્ડ તોડ્યો! તિલક વર્મા T20Iમાં સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી
- સંજુ સેમસનના આઉટ થયા પછી, તિલક વર્માએ સંભાળી ટીમ ઈન્ડિયાની ઈનિંગ, ફટકારી શાનદાર સદી!
Tilak Varma Century : ભારતના યુવા બેટ્સમેન તિલક વર્માએ સેન્ચુરિયનના સુપર સ્પોર્ટ્સ પાર્કમાં રમાયેલી ત્રીજી T20I મેચમાં દક્ષિણ આફ્રિકા સામે શાનદાર પ્રદર્શન કરીને ક્રિકેટ પ્રેમીઓનું દિલ જીત્યું હતું. તિલક વર્માએ 22 વર્ષની નાની ઉંમરે પોતાની પહેલી સદી ફટકારી, જે ભારતના ક્રિકેટના ઈતિહાસમાં નોંધપાત્ર પળ બની છે. તેણે માત્ર 51 બોલમાં આ સિદ્ધિ મેળવી, જેમાં 8 ચોક્કા અને 6 છક્કા સામેલ છે. તિલકે શરૂઆતમાં 32 બોલમાં 3 ચોક્કા અને 3 છક્કાની મદદથી 50 રન પૂરા કર્યા હતા, ત્યારબાદના 19 બોલમાં 50 રન ઉમેરતા કારકિર્દીની પ્રથમ સદી પૂર્ણ કરી. કુલ 56 બોલમાં 107 રન બનાવતાં તિલક અણનમ રહ્યો અને ટીમને 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન સાથે 219 રન સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. T20Iમાં સદી ફટકારનાર તિલક 12મો ભારતીય બેટ્સમેન બન્યો.
સંજુ સેમસનના જલ્દી આઉટ થતા તિલકના પ્રવેશથી મજબૂત ઇનિંગની શરૂઆત
મેચની શરૂઆતમાં જ સંજુ સેમસનના ઝડપી આઉટ થયા બાદ, તિલક વર્માને બેટિંગમાં ઉતરવાની તક મળી. ઇનિંગના બીજા બોલ પર સંજુ સેમસન માર્કો જાન્સેનના બોલ પર શૂન્ય રન પર જ પેવેલિયન પરત ફર્યો હતો, જેનાથી ભારત પર દબાણ વધી ગયું હતું. આ મુશ્કેલ પરિસ્થિતિમાં તિલક વર્માએ બેટિંગની કમાન સંભાળી અને પોતાના પ્રથમ જ બોલ પર ચોક્કો ફટકારીને અને બીજા બોલ પર છક્કો મારીને સ્ટેડિયમમાં ઉત્સાહ ફેલાવ્યો હતો. તિલકની આ ગતિએ દક્ષિણ આફ્રિકાના બોલરો પર દબાણ વધાર્યું અને તેની આક્રમક ઇનિંગથી ભારતની ઈનિંગને બૂસ્ટ મળ્યું હતું.
💯 𝗳𝗼𝗿 𝗧𝗶𝗹𝗮𝗸 𝗩𝗮𝗿𝗺𝗮! 👏 👏
His 1⃣st in international cricket 👌 👌
This has been a 🔝 knock! 🙌 🙌
Live ▶️ https://t.co/JBwOUCgZx8#TeamIndia | #SAvIND pic.twitter.com/lZPf4oBwc7
— BCCI (@BCCI) November 13, 2024
અભિષેક શર્મા સાથે સદીની ભાગીદારી
તિલક વર્માની આ શાનદાર ઇનિંગમાં અભિષેક શર્માનું યોગદાન પણ મહત્વપૂર્ણ રહ્યું. અભિષેક અને તિલકે બીજી વિકેટ માટે શ્રેષ્ઠ ભાગીદારી કરી, જેના કારણે ટીમનો સ્કોર ઝડપથી આગળ વધ્યો. બંને બેટ્સમેનોએ માત્ર 4.3 ઓવરમાં ટીમને 50 રન સુધી પહોંચાડ્યું હતું. શૂન્યના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવવા છતાં શર્મા અને વર્મા જીના પુત્રોએ પાવરપ્લેમાં ટીમ ઈન્ડિયાને 1 વિકેટના નુકસાને 70 રન સુધી પહોંચાડી દીધી હતી. 26 બોલમાં 50 રનની અડધી સદીની ભાગીદારી પૂરી કરતા તેમણે દક્ષિણ આફ્રિકાના બોલરોને દબાણમાં મૂક્યા. બંનેએ કુલ 49 બોલમાં 107 રનની ભાગીદારી પૂરી કરી, જેના પછી અભિષેક શર્મા 25 બોલમાં 50 રન બનાવીને આઉટ થયો. તે પછી તિલકે આખી ઇનિંગમાં એક છેડો સંભાળ્યો અને પોતાની સદી પૂરી કરીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડવામાં યોગદાન આપ્યું.
T20Iમાં સૌથી યુવા સદી ફટકારનાર ખેલાડી તરીકે તિલકનો રેકોર્ડ
તિલક વર્મા આ સિદ્ધિ સાથે આંતરરાષ્ટ્રીય T20માં ટોચની 10 ટીમ સામે સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે. તેણે માત્ર 22 વર્ષ અને 5 દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવી, જેનાથી પાકિસ્તાનના અહેમદ શહજાદનો 10 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો. આ પહેલા, શહજાદે બાંગ્લાદેશ સામે 22 વર્ષ 127 દિવસની ઉંમરે આ સિદ્ધિ હાંસલ કરી હતી. તિલકના આ રેકોર્ડ સાથે શુભમન ગિલ અને સુરેશ રૈના જેવા અન્ય ભારતીય યુવા ખેલાડીઓ પણ આ યાદીમાં સામેલ થયા હતા. ત્રીજા સ્થાને શુભમન ગિલ છે, જેણે 23 વર્ષ અને 146 દિવસની ઉંમરે ન્યૂઝીલેન્ડ સામે સદી ફટકારી હતી, જ્યારે ચોથા સ્થાને રહેલા સુરેશ રૈનાએ વર્ષ 2010માં દક્ષિણ આફ્રિકા સામે 23 વર્ષ 156 દિવસની ઉંમરે સદી ફટકારી હતી. તે આમ કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો હતો.
આ પણ વાંચો: IND vs SA : ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને આપ્યો 220 રનનો Target