Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી T20 મેચ, ભારતની 16 રને શાનદાર જીત

ભારત અને દક્ષિણ આફ્રિકા (INDvsSA) વચ્ચે T20 શ્રેણીની બીજી મેચ રવિવારે ગુવાહાટીમાં (Guwahati) રમાવાની છે. બંને ટીમો શુક્રવારે અહીં પહોંચી હતી અને પ્રેક્ટિસ શરૂ કરી હતી. અહેવાલો અનુસાર મોડી સાંજે અહીં વરસાદ પડી શકે છે. આવી સ્થિતિમાં ચાહકોની નજર બંને ટીમો વચ્ચે આ મેચ રમાશે કે નહીં તેના પર છે. ભારતે દક્ષિણ આફ્રિકા સામે T20I શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. કેપ્ટન રોહિત શર્માની ટીમ હવે ઐતિહાસિક શ્રેણà«
ભારત દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી t20 મેચ  ભારતની 16 રને શાનદાર જીત
ભારત અને દક્ષિણ આફ્રિકા (INDvsSA) વચ્ચે T20 શ્રેણીની બીજી મેચ રવિવારે ગુવાહાટીમાં (Guwahati) રમાવાની છે. બંને ટીમો શુક્રવારે અહીં પહોંચી હતી અને પ્રેક્ટિસ શરૂ કરી હતી. અહેવાલો અનુસાર મોડી સાંજે અહીં વરસાદ પડી શકે છે. આવી સ્થિતિમાં ચાહકોની નજર બંને ટીમો વચ્ચે આ મેચ રમાશે કે નહીં તેના પર છે. ભારતે દક્ષિણ આફ્રિકા સામે T20I શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. કેપ્ટન રોહિત શર્માની ટીમ હવે ઐતિહાસિક શ્રેણી જીતની નજીક છે. આજની મેચમાં આફ્રિકાએ ટૉસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી છે.
ટી20  ઈન્ટરનેશનલનો સર્વોચ્ચ સ્કોર
ભારતે T20 ઈન્ટરનેશનલમાં તેનો ચોથો સૌથી મોટો સ્કોર બનાવ્યો છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરવા મેદાનમાં ઉતરી 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 237 રન બનાવ્યા હતા. T20 ઈન્ટરનેશનલમાં ભારતનો સર્વોચ્ચ સ્કોર 260 રન છે, જે શ્રીલંકા સામે આવ્યો હતો.
ભારતના બેટ્સમેન ઝળક્યા
ભારત તરફથી કેએલ રાહુલે 28 બોલમાં 57 રન, રોહિત શર્માએ 37 બોલમાં 43 રન, વિરાટ કોહલીએ 28 બોલમાં 49 રન, સૂર્યકુમાર યાદવે 22 બોલમાં 61 રન અને દિનેશ કાર્તિકે 7 બોલમાં 17 રન બનાવ્યા હતા. ભારતે આફ્રિકાને જીત માટે 238 રનનો ટાર્ગેટ આપ્યો છે.
આફ્રિકાની શરૂઆત નબળી
238 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને માત્ર એક રનના સ્કોર પર ટીમના 2 બેટ્સમેન આઉટ થઈ ગયા હતા. ટીમને પહેલો ઝટકો કેપ્ટન બાવુમાના અને બીજો ઝટકો રિલે રુસોના રૂપમાં લાગ્યો હતો. અર્શદીપ સિંહે આ બંને આફ્રિકાના બેટ્સમેનોને આઉટ કર્યાં હતા બાદમાં માર્કરામ અને ડી કોકે આફ્રિકન ઇનિંગ્સને સંભાળી લીધી અને ટીમનો સ્કોર 40 સુધી પહોંચાડ્યો, જોકે સારી બેટિંગ કરી રહેલા માર્કરામ 33ના સ્કોર પર અક્ષર પટેલના હાથે બોલ્ડ થયો હતો.
ડેવીડ  મિલરની સદી એળે ગઈ
માર્કરામના આઉટ થયા બાદ ડેવિડ મિલર અને ડી કોકેએ બાજી સંભાળી હતી અને આફ્રિકન ટીમ વતી ડેવિડ મિલરે 47 બોલમાં સાત છગ્ગા અને આઠ ચોગ્ગાની મદદથી 106 રનની સદી ફટકારી હતી. તેના સિવાય ક્વિન્ટન ડી કોકે 48 બોલમાં ચાર છગ્ગા અને ત્રણ ચોગ્ગાની મદદથી 69 રનની અડધી સદીની ઇનિંગ રમી હતી. જો કે, આ બંનેની ઇનિંગ્સ પણ આફ્રિકન ટીમને જીત અપાવી શકી ન હતી અને ભારતે 16 રને મેચ જીતી લીધી હતી.
સાપને લીધે મેચ અટકાવવા પડી તેવું પહેલીવાર બન્યું

ગુવાહાટીમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ રમાઈ હતી ત્યારે ઈનિંગની 8મી ઓવર ચાલી રહી હતી, તે સમયે મેદાનમાં એક સાપ આવ્યો, જેના કારણે રમત રોકવી પડી. અવારનવાર ટેકનિકલ ખામીના કારણે, કોઈ ક્રિકેટ પ્રેમી મેદાનમાં ઘુસી જાય ત્યારે અથવા તો ક્યારેક કૂતરો આવવાના કારણે ક્રિકેટ મેચ અટકાવવામાં આવી છે. પરંતુ મેદાનમાં સાપ આવવાને કારણે રમત બંધ કરવી પડી હોય તેવું પહેલીવાર સાંભળવા મળ્યું છે. કેપ્ટન રોહિત શર્મા અને વાઈસ કેપ્ટન કેએલ રાહુલ ભારત તરફથી બેટિંગ કરી રહ્યા હતા ત્યારે એક સાપ મેદાનમાં ઘુસી ગયો હતો.
ગુવાહાટીના સ્ટેડિયમમાં શરૂ મેચે સાપ ઘુસી આવ્યો હતો, જુઓ વિડીયો...

Advertisement


આફ્રિકાએ ટૉસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી

આ મેદાનના આંકડા દર્શાવે છે કે અહીં વધારે રન બન્યા નથી. છેલ્લી વખતે જ્યારે આ મેદાન પર મેચ યોજાઈ હતી ત્યારે ઓસ્ટ્રેલિયા (Australia) સામે ટીમ ઈન્ડિયા માત્ર 122 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી.
Advertisement

પીચની વાત કરીએ તો પાછલી મેચની જેમ અહીં પણ નવો બોલ બોલરોને મદદરૂપ થશે, પહેલા બેટિંગ કરનાર ટીમે શરૂઆતની ક્ષણોમાં સાવધાનીપૂર્વક રમવું પડશે.
Tags :
Advertisement

.