Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સને હરાવી સીઝનમાં મળેલી હારનો લીધો બદલો

IPL 2023ની 46મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સને 6 વિકેટે હરાવી સીઝનમાં મળેલી હારનો બદલો લઇ લીધો છે. આ મેચમાં રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી પંજાબ કિંગ્સે 3 વિકેટ ગુમાવીને 214 રનનો વિશાળ...
મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સને હરાવી સીઝનમાં મળેલી હારનો લીધો બદલો

IPL 2023ની 46મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સને 6 વિકેટે હરાવી સીઝનમાં મળેલી હારનો બદલો લઇ લીધો છે. આ મેચમાં રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી પંજાબ કિંગ્સે 3 વિકેટ ગુમાવીને 214 રનનો વિશાળ સ્કોર બનાવ્યો અને મુંબઈ સામે 215 રનનો ટાર્ગેટ આપ્યો. મુંબઈ ઈન્ડિયન્સે તિલક વર્માની છગ્ગાની મદદથી 18.5 ઓવરમાં 6 વિકેટે મેચ જીતી લીધી હતી. તિલક વર્મા 10 બોલમાં 26 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો જ્યારે ટિમ ડેવિડ 10 બોલમાં 19 રન બનાવીને અણનમ રહ્યો હતો. બંનેએ પાંચમી વિકેટ માટે માત્ર 16 બોલમાં 38 રન ફટકાર્યા હતા. આ મેચમાં અર્શદીપ ઘણો મોંઘો સાબિત થયો હતો અને તેણે 3.5 ઓવરમાં 66 રન આપ્યા હતા. જોકે તેને એક વિકેટ પણ મળી હતી. ઈશાન કિશનને શાનદાર પ્રદર્શન માટે Player of the Match જાહેર કરવામાં આવ્યો હતો.

Advertisement

7 બોલ બાકી રહેતા મેચમાં મેળવી જીત

Advertisement

IPL 2023 ની 46મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સના બેટ્સમેનોએ શાનદાર રમત બતાવી હતી. પંજાબની ટીમે મુંબઈને જીતવા માટે 215 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને મુંબઈની ટીમે 4 વિકેટ ગુમાવીને સરળતાથી હાંસલ કરી લીધો હતો. મુંબઈ માટે ઘણા સ્ટાર ખેલાડીઓએ શાનદાર રમત બતાવી. જણાવી દઇએ કે, મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત સારી રહી ન હોતી. જ્યારે કેપ્ટન રોહિત શર્મા શૂન્ય રન પર આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો, પરંતુ તે પછી ઈશાન કિશન અને કેમરન ગ્રીનની ઈનિંગ્સે જીતનો પાયો નાખ્યો હતો. ઈશાને 41 બોલમાં 75 રન બનાવ્યા હતા. વળી, ગ્રીને 18 બોલમાં 23 રનનું યોગદાન આપ્યું હતું. અંતમાં સૂર્યકુમાર યાદવે પણ ઈશાન સાથે મોટી ભાગીદારી રમી હતી. તેણે મેદાનની તમામ જગ્યાએ શોર્ટ માર્યા હતા. તેણે માત્ર 31 બોલમાં 66 રન બનાવ્યા જેમાં 8 ચોગ્ગા અને 2 લાંબી છગ્ગાનો સમાવેશ થાય છે.

Advertisement

મુંબઈના કોઇ બોલર પ્રભાવ પાડવામાં સફળ રહ્યા નહી

ટિમ ડેવિડે 19 રન બનાવ્યા હતા. આ સાથે જ તિલક વર્માએ પણ ઝડપી બેટિંગનું ઉદાહરણ રજૂ કર્યું હતું. તેણે 10 બોલમાં 26 રન બનાવ્યા જેમાં 1 ફોર અને 3 લાંબી સિક્સ સામેલ હતી. આ ખેલાડીઓના કારણે જ મુંબઈની ટીમ મેચ જીતવામાં સફળ રહી હતી. પંજાબ કિંગ્સ તરફથી નાથન એલિસે સૌથી વધુ 2 વિકેટ લીધી હતી. વળી ઋષિ ધવન અને અર્શદીપ સિંહના ખાતામાં 1-1 વિકેટ ગઈ. પંજાબ કિંગ્સના બોલરો મેચમાં સારું પ્રદર્શન કરવામાં સફળ રહ્યા હતા. મુંબઈની ટીમ માટે ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ અને કેમરન ગ્રીને વિજયી ઇનિંગ્સ રમી હતી. મુંબઈની જીતમાં આ ખેલાડીઓ સૌથી મોટા હીરો સાબિત થયા છે. બીજી તરફ મુંબઈ માટે કોઈ બોલર પ્રભાવ પાડી શક્યો ન હતો. મુંબઈ તરફથી પિયુષ ચાવલાએ 4 ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી. વળી, અરશદ ખાનની ઓવરમાં એક વિકેટ ગઈ.

આ પણ વાંચો - શું આગામી IPL રમશે ધોની? રિટાયર્મેન્ટને લઇને માહીએ આપી આ પ્રતિક્રિયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.