ચેન્નાઈ સામેની મેચમાં સૌથી વધુ રન બનાવનાર તિલક વર્માએ તોડ્યો આ ખાસ રેકોર્ડ
IPL 2022ની 59મી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાઇ હતી. જેમા ચેન્નાઇને હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે ટીમની પ્લેઓફમાં જવાની મહદ આશા પર પણ પાણી ફેરવાઇ ગયું છે. પહેલાથી જ બહાર મુંબઈની ટીમે ચેન્નાઇને હરાવી તેને પણ ટૂર્નામેન્ટથી બહાર કરી દીધી છે. સીઝનની મધ્યમાં CSKની કમાન એમએસ ધોનીને સોંપવામાં આવી હતી. વળી રવિન્દ્ર જાડેજાને IPLમાંથી અચ
IPL 2022ની 59મી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાઇ હતી. જેમા ચેન્નાઇને હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે ટીમની પ્લેઓફમાં જવાની મહદ આશા પર પણ પાણી ફેરવાઇ ગયું છે. પહેલાથી જ બહાર મુંબઈની ટીમે ચેન્નાઇને હરાવી તેને પણ ટૂર્નામેન્ટથી બહાર કરી દીધી છે.
સીઝનની મધ્યમાં CSKની કમાન એમએસ ધોનીને સોંપવામાં આવી હતી. વળી રવિન્દ્ર જાડેજાને IPLમાંથી અચાનક જ બહાર કરવામાં આવ્યો. આ મેચમાં, મુંબઈ ઈન્ડિયન્સ (MI) તરફથી રમતા યુવા બેટ્સમેન તિલક વર્માએ સૌથી વધુ રન કર્યા હતા. તેણે 32 બોલમાં ચાર ચોક્કાની મદદથી અણનમ 34 રન બનાવ્યા હતા. આ સાથે તેણે રિષભ પંતનો પાંચ વર્ષ જૂનો ખાસ રેકોર્ડ તોડી નાખ્યો છે. 19 વર્ષીય તિલકે આ સિઝનમાં 12 મેચમાં 368 રન બનાવ્યા છે. તે ટીનેજર તરીકે IPLમાં સૌથી વધુ રન બનાવનારો ખેલાડી બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ રિષભ પંતના નામે હતો. પંતે 2017માં દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ) તરફથી રમતા 14 મેચોમાં 366 રન બનાવ્યા હતા. આ યાદીમાં ત્રીજા નંબર પર પૃથ્વી શૉ છે, જેણે 2019માં 16 મેચમાં 353 રન બનાવ્યા હતા. મહત્વનું છે કે, તિલક વર્માને મુંબઈએ મેગા ઓક્શનમાં 1.7 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સિઝનમાં અત્યાર સુધી તેણે મુંબઈ ઈન્ડિયન્સ માટે સૌથી વધુ રન બનાવ્યા છે. વળી, 15.25 કરોડમાં સોલ્ડ થયેલો ઇશાન કિશન 12 મેચમાં 327 રન સાથે બીજા નંબર પર છે.
મેચની વાત કરીએ તો બોલરોના પ્રદર્શનના આધારે મુંબઈએ ચેન્નાઈને 5 વિકેટે હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નાઈની ટીમ 16 ઓવરમાં માત્ર 97 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં મુંબઈએ 14.5 ઓવરમાં જ જીત મેળવી લીધી હતી. આ હાર સાથે ચેન્નાઈની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.
Advertisement