Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, બોલર-બેટ્સમેનોનો આક્રમક પ્રહાર

18 રનના સ્કોર પર સ્મૃતિ મંધાનાની વિકેટ ગુમાવી ઓમાઈમાના આઉટ થવાના સમયે પાકિસ્તાનનો સ્કોર 33 પાકિસ્તાનની ટીમે 20 ઓવરમાં આઠ વિકેટે 105 રન બનાવ્યા T20 World Cup Women : Indian team ICC Women એ T20 World Cup 2024 માં...
ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું  બોલર બેટ્સમેનોનો આક્રમક પ્રહાર
  • 18 રનના સ્કોર પર સ્મૃતિ મંધાનાની વિકેટ ગુમાવી
  • ઓમાઈમાના આઉટ થવાના સમયે પાકિસ્તાનનો સ્કોર 33
  • પાકિસ્તાનની ટીમે 20 ઓવરમાં આઠ વિકેટે 105 રન બનાવ્યા

T20 World Cup Women : Indian team ICC Women એ T20 World Cup 2024 માં પોતાની પ્રથમ જીત હાંસલ કરી છે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું. Indian Women Cricket Teamને જીતવા માટે 106 રનનો ટાર્ગેટ હતો. જે તેમણે 19 મી ઓવરના પાંચમા બોલ પર હાંસલ કરી લીધો હતો. Indian Women Cricket Team ને તેની પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડના હાથે 58 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

Advertisement

18 રનના સ્કોર પર સ્મૃતિ મંધાનાની વિકેટ ગુમાવી

Indian Women Cricket Team ની શરૂઆત સારી રહી ન હતી. ભારતીય ટીમે 18 રનના સ્કોર પર સ્મૃતિ મંધાનાની વિકેટ ગુમાવી દીધી હતી. સ્મૃતિ ડાબા હાથની સ્પિનર ​​સાદિયા ઈકબાલના બોલ પર તુબા હસને કેચ આઉટ થઈ ગઈ હતી. અહીંથી શેફાલી વર્મા અને જેમિમાહ રોડ્રિગ્સે ઇનિંગ્સને સંભાળી લીધી અને બીજી વિકેટ માટે 43 રનની ભાગીદારી કરી. થોડા સમય બાદ બીજા સેટની બેટર જેમિમાહ પણ આઉટ થઈ ગઈ હતી. જેને પાકિસ્તાની કેપ્ટન ફાતિમા સનાએ આઉટ કરી હતી.

આ પણ વાંચો: IND vs PAK: ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો, જાણો કોણ મારશે બાજી

Advertisement

ઓમાઈમાના આઉટ થવાના સમયે પાકિસ્તાનનો સ્કોર 33

શેફાલી વર્માએ 35 બોલમાં 32 રન બનાવ્યા હતાં. જેમિમાએ 28 બોલનો સામનો કરીને 23 રનનું યોગદાન આપ્યું હતું. ત્યારબાદ પાકિસ્તાની કેપ્ટન ફાતિમા સનાએ વિકેટકીપર બેટ્સમેન રિચા ઘોષને પણ આઉટ કર્યો હતો. જોકે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી પાકિસ્તાનની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. અને તેને પહેલી જ ઓવરમાં જ ઝટકો લાગ્યો હતો. જ્યારે ગુલ ફિરોઝા (0) ઝડપી બોલર રેણુકા સિંહના હાથે બોલ્ડ થયો હતો. આ પછી સિદ્રા અમીન પણ 8 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. સિદ્રાને સ્પિનર ​​દીપ્તિ શર્માએ બોલ્ડ કરી હતી. ઓમાઈમા સોહેલ પણ 3 રન ઉપર આઉટ થઈ હતી અને અરુંધતિ રેડ્ડીના બોલ પર શેફાલી વર્માના હાથે કેચ થઈ ગઈ હતી. ઓમાઈમાના આઉટ થવાના સમયે પાકિસ્તાનનો સ્કોર 33/3 રન હતો.

Advertisement

પાકિસ્તાનની ટીમે 20 ઓવરમાં આઠ વિકેટે 105 રન બનાવ્યા

અંતે પૂર્વ કેપ્ટન નિદા દાર અને સૈયદા અરુબ શાહે મળીને આઠમી વિકેટ માટે 28 રન બનાવ્યા હતાં. જેના કારણે પાકિસ્તાનની ટીમ 100 રનનો આંકડો પાર કરી શકી ન હતી. પાકિસ્તાનની ટીમે 20 ઓવરમાં આઠ વિકેટે 105 રન બનાવ્યા હતાં. નિદા ડારે સૌથી વધુ 28 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી અરુંધતી રેડ્ડીએ ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે શ્રેયંકા પાટીલને બે સફળતા મળી હતી.

આ પણ વાંચો: IND vs BAN:T20 મેચ પહેલા ભારતીય ટીમનાં આ ઘાતક બોલરનું કપાઈ શકે છે પત્તું!

Tags :
Advertisement

.