હરમનપ્રીત કૌર બની મુંબઈ ઈન્ડિયન્સનો હિસ્સો, MIએ આટલા કરોડમાં ખરીદી
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન પર પણ ધનવર્ષા થઈ છે. ભારતીય સુકાની હરમનપ્રીત કૌર પર મુંબઈ ઈન્ડિયન્સે 1.80 કરોડ રુપિયાની બોલી લગાવી છે. તોફાની બેટ્સમેન તરીકે જાણીકી હરમનપ્રીત મુંબઈ ટીમનો હિસ્સો બની છે.હરમનપ્રીત કૌર ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બહોળો અનુભવ ધરાવે છે. તેણે અત્યાર સુધીમાં 147 ટી20 મેચ રમી છે. જેમાં તેણે એક સદી અને 9 અડધી સદીની મદદ થી 2956 રન નિકાળ્યા છે.હરમનપ્રીત કૌરે બીગ બà
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન પર પણ ધનવર્ષા થઈ છે. ભારતીય સુકાની હરમનપ્રીત કૌર પર મુંબઈ ઈન્ડિયન્સે 1.80 કરોડ રુપિયાની બોલી લગાવી છે. તોફાની બેટ્સમેન તરીકે જાણીકી હરમનપ્રીત મુંબઈ ટીમનો હિસ્સો બની છે.
હરમનપ્રીત કૌર ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બહોળો અનુભવ ધરાવે છે. તેણે અત્યાર સુધીમાં 147 ટી20 મેચ રમી છે. જેમાં તેણે એક સદી અને 9 અડધી સદીની મદદ થી 2956 રન નિકાળ્યા છે.
હરમનપ્રીત કૌરે બીગ બેશ લીગમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે. જ્યાં તેણે 44 ઈનીંગ રમીને 1119 રન નોંધાવ્યા છે. બીગ બેશ લીગમાં હરમનપ્રીતની સરેરાશ 40થી વધારે છે. અહીં તે 27 વિકેટ પણ પોતાના નામે કરી ચુકી છે.
ભારતીય ટીમની સુકાની લાંબા શોટ લગાવવા માટે જાણિતી છે. તે રંગમાં આવ્યા બાદ મોટા શોટ લગાવીને માહોલ જબરદસ્ત બનાવી દે છે. આ સિવાય ડેથ ઓવર્સમાં પણ તે રન ઝડપથી નિકાળવામાં માહિર છે.
હરમનપ્રીત કૌરની કેપ્ટનશિપની વાત કરવામાં આવે તો, અહીં પણ તે ખૂબ અનુભવ ધરાવે છે. તે દબાણની સ્થિતીમાં પણ સુકાની તરીકે પોતાના અંદાજથી કેપ્ટનશિપ નિભાવતી મેદાનમાં જોવા મળે છે. ફિલ્ડર ગોઠવવાથી લઈને બોલરોને રોટેટ કરવા સહિતની બાબતોમાં પણ તેના કેપ્ટન તરીકેના અનુભવના લક્ષણો જોઈ શકાય છે.
આપણ વાંચી- RCBએ સ્મૃતિ મંધાનાને ખરીદ્યી અને ગુજરાતે ગાર્ડનર પર પૈસાનો વરસાદ કર્યો, મુંબઈએ હરમનપ્રીતને ખરીદી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement