Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Sangeeta Patil : ઉમેદવારી ફોર્મ ભરતી વખતે CR પાટીલના સમર્થનમાં 20 હજાર કાર્યકરો રહેશે હાજર

આગામી લોકસભાની ચૂંટણીનાં (Lok Sabha elections) પગલે 18 મી એપ્રિલના રોજ ભાજપ (BJP) પ્રદેશ અધ્યક્ષ અને નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર સી.આર.પાટીલ (CR Patil) પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે, જેને લઈ ભાજપના કાર્યકર્તાઓ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો...
sangeeta patil   ઉમેદવારી ફોર્મ ભરતી વખતે cr પાટીલના સમર્થનમાં 20 હજાર કાર્યકરો રહેશે હાજર

આગામી લોકસભાની ચૂંટણીનાં (Lok Sabha elections) પગલે 18 મી એપ્રિલના રોજ ભાજપ (BJP) પ્રદેશ અધ્યક્ષ અને નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર સી.આર.પાટીલ (CR Patil) પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે, જેને લઈ ભાજપના કાર્યકર્તાઓ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. નવસારી (Navsari) લોકસભા બેઠકમાં આવતી વિધાનસભા બેઠક પરથી 20 હજાર જેટલા કાર્યકરો સી.આર.પાટીલના સમર્થનમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે હાજર રહેશે તેવો દાવો ધારાસભ્ય સંગીતા પાટીલ (Sangeeta Patil) દ્વારા કરવામાં આવ્યો છે.

Advertisement

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર સી.આર.પાટીલ (CR Patil) આગામી 18 મી એપ્રિલના રોજ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે. સી.આર.પાટીલના સમર્થનમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહે તેવો અંદાજ સેવાઈ રહ્યો છે. આ વચ્ચે પાટીલના સમર્થનમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહે તે માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જે અંતર્ગત વિધાનસભાનાં ધારાસભ્ય સંગીતા પાટીલ દ્વારા સોસાયટીની મહિલાઓ જોડે એક મહત્ત્વની મિટિંગ યોજવામાં આવી હતી. આ બેઠકમાં ઉપસ્થિત સોસાયટીની મહિલાઓ દ્વારા પણ સમર્થન જાહેર કરી ઉમેદવારી ફોર્મ (nomination form) ભરતી વખતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાની ખાતરી આપવામાં આવી હતી.

20 હજાર જેટલા કાર્યકર્તાઓ CR પાટીલના સમર્થનમાં હાજર રહેશે

બીજી તરફ સંગીતા પાટીલે (Sangeeta Patil) પણ જણાવ્યું કે, નવસારી (Navsari) લોકસભા બેઠકની અંદર લીંબાયત (Limbayat) વિધાનસભા મતવિસ્તારનો સમાવેશ થાય છે. ભાજપ (BJP) પ્રદેશ અધ્યક્ષ અને નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર સી.આર. પાટીલ ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે, તેને લઈ કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ છે. ઉમેદવારી ફોર્મ ભરતી વખતે 20,000 જેટલા કાર્યકર્તાઓ તેમના સમર્થનમાં હાજર રહે તેવી શક્યતા છે, જેની તૈયારીના ભાગરૂપે આ બેઠક બોલાવવામાં આવી હતી. સી.આર.પાટીલની ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ જાહેર થઈ ચૂકી છે ત્યારે સોસાયટીની મહિલાઓ દ્વારા પણ મોટી સંખ્યામાં હાજર રહેવાની ખાતરી આપવામાં આવી છે. સી આર.પાટીલના (CR Patil) સમર્થનમાં તમામ કાર્યકર્તાઓ આગામી 18 મી એપ્રિલના રોજ હાજર રહેવાના હોવાથી તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

Advertisement

અહેવાલ : રાકેશ બ્રહ્મભટ્ટ, સુરત

આ પણ વાંચો - મરાઠી સમાજ દ્વારા આજે ગુડી પડવાના પર્વની કરાઈ રહી છે ઉજવણી, જાણો તેની પાછળની દંતકથા વિશે

Advertisement

આ પણ વાંચો - CR Patil : નવસારીમાં CR પાટીલે કાર્યકર્તાઓને કહ્યું – રોજ સવારે સંકલ્પ કરો કે મારો જન્મ…

આ પણ વાંચો - Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં આવ્યા રાજકોટના રાજવી, જાણો શું કહ્યું ? જુઓ Video

Tags :
Advertisement

.