Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rakshabandhan : PM મોદીને 25 હજાર રાખડી મોકલાશે, CM આવાસે 1 હજાર બહેનો ઉજવણી કરશે

ભાજપ મહિલા મોરચા PM મોદીને 25 હજાર રાખડી મોકલશે આ રાખડીઓ ગુજરાત મહિલા મોરચાએ તૈયાર કરી PM મોદીએે મહિલાઓ માટે કરેલા કામનો પત્રમાં ઉલ્લેખ રક્ષાબંધનનાં (Rakshabandhan) તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ મહિલા મોરચા (BJP Mahila...
rakshabandhan   pm મોદીને 25 હજાર રાખડી મોકલાશે  cm આવાસે 1 હજાર બહેનો ઉજવણી કરશે
  1. ભાજપ મહિલા મોરચા PM મોદીને 25 હજાર રાખડી મોકલશે
  2. આ રાખડીઓ ગુજરાત મહિલા મોરચાએ તૈયાર કરી
  3. PM મોદીએે મહિલાઓ માટે કરેલા કામનો પત્રમાં ઉલ્લેખ

રક્ષાબંધનનાં (Rakshabandhan) તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ મહિલા મોરચા (BJP Mahila Morcha) દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી મોકલવામાં આવશે. આ માટે ગુજરાત મહિલા મોરચા દ્વારા રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે 25 હજાર જેટલી રાખડીઓ દિલ્હી (Delhi) મોકલવામાં આવશે. આ રાખડીઓ સાથે વડાપ્રધાનને પત્ર પણ મોકલવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો - SC-ST અનામતમાં ફેરફાર કરવાની કોઈ યોજના નથી : વિનોદ ચાવડા

PM ને ભાજપ મહિલા મોરચા રાખડી મોકલશે

રક્ષાબંધનનો (Rakshabandhan) તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમા તિથિ પર ઉત્સાહભેર ઊજવાય છે. આ દિવસે બહેનો પોતાનાં ભાઈને હાથ પર રાખડી બાંધીને તેમની સુરક્ષાનું વચન માગે છે. આ તહેવાર ભાઈ-બહેનનાં પવિત્ર બંધનનું પ્રતીક ગણાય છે. ત્યારે આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) ભાજપ મહિલા મોરચા દ્વારા રાખડી મોકલવામાં આવશે. માહિતી મુજબ, ગુજરાત મહિલા મોરચા દ્વારા વડાપ્રધાન મોદીને મોકલવા માટે રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે.

Advertisement

આ પણ વાંચો - Congress Nyay Yatra : કોંગ્રેસનાં નેતાઓએ રાજ્ય સરકારને આડે હાથ લીધી! BJP નેતાઓએ કર્યો વળતો પ્રહાર

Advertisement

રાખડીઓ સાથે પત્ર પણ લખવામાં આવશે

અહેવાલ અનુસાર, પીએમ મોદીને 25 હજાર જેટલી રાખડીઓ મોકલવામાં આવશે. આ રાખડીઓ સાથે પત્ર પણ લખવામાં આવશે, જેમાં પીએમ મોદીએ મહિલાઓ માટે કરેલા કામોનો ઉલ્લેખ કરવામાં આવશે. રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) નિવાસસ્થાને 1 હજાર જેટલી બહેનો રક્ષાબંધનની ઉજવણી કરશે. તેમ મહિલા મોરચાનાં પ્રમુખ ડો. દીપિકા સરવડાએ (Deepika Sarwada) જણાવ્યું હતું.

આ પણ વાંચો - Gujarat Politics : આદિવાસીઓને લઈ BJP- કોંગ્રેસ આમને-સામને, દિગ્ગજ નેતાઓએ લગાવ્યા ગંભીર આરોપ

Tags :
Advertisement

.