SHRAVAN 2024 માં 71 વર્ષ બાદ રચાઇ રહ્યો છે મહાસંયોગ, ભોલેનાથ આ 5 રાશિના જાતકો ઉપર થશે મહેરબાન
SHRAVAN 2024 : શ્રાવણ (SHRAVAN) મહિનાનું મહત્વ હિન્દુ ધર્મમાં ખૂબ જ વધારે માનવામાં આવે છે. શ્રાવણના (SHRAVAN) આ પવિત્ર મહિનામાં ભગવાન શિવની પૂજા અને અર્ચના કરવાનું મહાત્મય છે. શ્રાવણ મહિનાની શરૂઆત આવતીકાલથી જ થઈ રહી છે. શ્રાવણ મહિનો 22 જુલાઈથી 19 ઓગસ્ટ સુધી ચાલશે. આ વખતે શ્રાવણના પ્રથમ દિવસથી લઈને અંતિમ દિવસ સુધી અનેક મહાન સંયોગો બની રહ્યા છે. શ્રાવણના પ્રથમ દિવસે શ્રવણ નક્ષત્રનો સંયોગ છે. શ્રાવણ (SHRAVAN) દરમિયાન શુક્રાદિત્ય યોગ, નવપંચમ યોગ, ગજકેસરી યોગ, કુબેર યોગ, બુધાદિત્ય યોગ અને ષષ્ઠ યોગની રચના થઈ રહી છે, જેના કારણે આ મહિનાનું મહત્વ વધુ વધી ગયું છે. આ ઉપરાંત આ વખતે લગભગ 71 વર્ષ બાદ સોમવારનો મહાસંયોગ પણ બની રહ્યો છે.
તમને જાણીને નવાઈ લાગશે પણ આ પહેલા શ્રાવણ મહિનાનો આવો સંયોગ વર્ષ 1953માં બન્યો હતો. જેના કારણે ઘણી રાશિના લોકોને ફાયદો થયો હતો. ચાલો હવે જાણીએ કે આ વર્ષે શ્રાવણના સોમવારના મહાન સંયોગને કારણે પાંચ રાશિના કયા લોકો પર શિવજી કૃપા કરશે.
મિથુન
પવિત્ર શ્રાવણ માસમાં મિથુન રાશિના લોકોનું ભાગ્ય ચમકવાનું છે. મિથુન રાશિના લોકોના પારિવારિક સંબંધો ખૂબ જ મજબૂત રહેશે. જેના ઘરમાં સકારાત્મકતા જાળવી રાખશે. જો તમે છેલ્લા ઘણા દિવસોથી તમારા ભાઈ સાથે ઝઘડો કરી રહ્યા છો, તો આજે મતભેદો દૂર થવાની સંભાવના છે.
ધનુરાશિ
આ શ્રાવણ મહિનામાં જે લોકો પાસે કપડાની દુકાન છે તેમને ખૂબ આર્થિક લાભ થશે. ઉપરાંત વ્યાપારમાં પણ ગતિ આવશે.
વૃષભ
આ મહિનામાં વૃષભ રાશિના જાતકોના વેપારીઓના ધંધામાં તેજી આવશે. ઉપરાંત, વ્યવસાયિક ભાગીદારો સાથે વ્યાવસાયિક સંબંધો વધુ મજબૂત બનશે, જેના કારણે ભવિષ્યમાં વ્યવસાયમાં નફો થવાની સંભાવના વધારે છે. જે લોકો લાંબા સમયથી પોતાના બાળકો માટે લગ્ન સંબંધની શોધમાં છે તેઓને જલ્દી સારા સમાચાર સાંભળવા મળી શકે છે.
મેષ
આવતીકાલે જ નહીં પરંતુ આવનારા થોડા અઠવાડિયા મેષ રાશિના લોકો માટે ખૂબ જ સુખદ રહેશે. જે લોકો લાંબા સમયથી લોખંડની બનેલી વસ્તુઓનો વેપાર કરી રહ્યા છે, તેમના કામમાં ગતિ આવશે. તમને પૈસા કમાવવાની ઘણી નવી તકો પણ મળશે. તેનાથી તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે.
કન્યા
કન્યા રાશિના રમતગમત સાથે જોડાયેલા લોકો માટે આ સમય અનુકૂળ છે. તેથી, કારકિર્દીમાં સફળતા મળવાની સંભાવનાઓ વધુ છે. નોકરીયાત લોકોની વિદેશ યાત્રા સફળ થશે. વેપારી માટે આ સમય અનુકૂળ છે. આ સમયે, શેરબજારમાં રોકાયેલા પૈસા સારું વળતર લાવી શકે છે.
આ પણ વાંચો : Guru Purnima 2024: પવિત્ર તહેવાર ગુરુ પૂર્ણિમાનું મહત્વ, સદીઓથી ઉજવાઈ રહ્યો છે આ પર્વ