તમિલનાડુના મુખ્યમંત્રીના પુત્રના વિવાદિત બોલ સનાતન ધર્મ અંગે ઉદયનિધિનું વિવાદિત નિવેદન સનાતન ધર્મને ખતમ કરવાની જરૂરઃ ઉદયનિધિ ડેન્ગ્યૂ-મેલેરિયા સાથે કરી સનાતન ધર્મની તુલના સનાતનનો વિરોધ નહીં ખતમ કરવો જોઈએઃ ઉદયનિધિ મેલેરિયા-ડેન્ગ્યૂ જેવો છે સનાતન ધર્મઃ ઉદયનિધિ ભાજપ આઈટી સેલના...
- તમિલનાડુના મુખ્યમંત્રીના પુત્રના વિવાદિત બોલ
- સનાતન ધર્મ અંગે ઉદયનિધિનું વિવાદિત નિવેદન
- સનાતન ધર્મને ખતમ કરવાની જરૂરઃ ઉદયનિધિ
- ડેન્ગ્યૂ-મેલેરિયા સાથે કરી સનાતન ધર્મની તુલના
- સનાતનનો વિરોધ નહીં ખતમ કરવો જોઈએઃ ઉદયનિધિ
- મેલેરિયા-ડેન્ગ્યૂ જેવો છે સનાતન ધર્મઃ ઉદયનિધિ
- ભાજપ આઈટી સેલના વડા માલવિયાના પ્રહાર
- 80 ટકા વસ્તીના નરસંહારની હાકલ કરીઃ માલવિયા
- INDIA ગઠબંધન પર અમિત માલવિયાના પ્રહાર
તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર ઉધયનિધિ સ્ટાલિન દ્વારા સનાતન ધર્મ પર આપત્તિજનક નિવેદન બાદ વિવાદ સર્જાયો છે. ભાજપના નેતાઓ સહિત ઘણા લોકો સોશિયલ મીડિયા પર ઉધયનિધિના નિવેદન પર પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. વાસ્તવમાં, ઉધયનિધિએ પોતાના નિવેદનમાં સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ અને મેલેરિયા સાથે કરી છે.
ઉદયનિધિ સ્ટાલિને કહ્યું કે, કેટલીક વસ્તુ છે જેમણે આપણે સમાપ્ત કરવી છે અને આપણે માત્ર તેનો વિરોધ નથી કરી શકતા. મચ્છર, ડેન્ગ્યૂ, મેલેરિયા, કોરોના આ બધી વસ્તુ છે જેમનો આપણે વિરોધ નથી કરતા આપણે તેને મિટાવવાનો છે અને સનાતન ધર્મ પણ આવો જ છે. સનાતનમને ખતમ કરવો અને તેનો વિરોધ ના કરવો આપણુ પ્રથમ કામ હોવુ જોઇએ.
તમિલનાડુના યુવા કલ્યાણ અને રમતગમત વિકાસ મંત્રી ઉધયનિધિ સ્ટાલિન ઘણી વખત હિન્દી વિરુદ્ધ બોલી ચુક્યા છે. તેમણે કહ્યું કે રાજ્યમાં ડીએમકે અને કોંગ્રેસનું ચૂંટણી ગઠબંધન છે. સાથે જ લોકોને 2024ની સંસદીય ચૂંટણીમાં ડીએમકે અને તેના સહયોગી પક્ષોને મત આપવા અપીલ કરી હતી.
અમિત માલવિયાએ નરસંહારનો મુદ્દો ઉઠાવ્યો હતો
અમિત માલવિયાએ વધુમાં કહ્યું કે, 'તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિનના પુત્ર અને ડીએમકે સરકારમાં મંત્રી ઉધયનિધિ સ્ટાલિને સનાતન ધર્મને મેલેરિયા અને ડેન્ગ્યુ સાથે જોડ્યો છે. તેઓ માને છે કે તેને નાબૂદ થવો જોઈએ અને માત્ર વિરોધ જ નહીં. ટૂંકમાં, તે સનાતન ધર્મનું પાલન કરતી ભારતની 80 ટકા વસ્તીના નરસંહારની હાકલ કરી રહ્યો છે. ડીએમકે વિપક્ષી ગઠબંધનનો મુખ્ય સભ્ય છે અને કોંગ્રેસનો લાંબા ગાળાનો સહયોગી છે. શું માત્ર મુંબઈની બેઠકમાં જ આ પર સહમતિ થઈ હતી?
બીજેપી ચીફ સ્ટાલિન પરિવાર પર નિશાન સાધ્યું
તમિલનાડુ બીજેપી ચીફ કે અન્નામલાઈએ સ્ટાલિન પરિવાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે તેમ,તમારા પિતાના વિચારો ખ્રિસ્તી મિશનરીઓના વિચારોથી બહાર આવ્યા છે જેનું મિશન તમારા જેવા ઘુવડ તૈયાર કરવાનું હતું જે તેમની વિચારધારાને આગળ વધારી શકે . તમિલનાડુ આધ્યાત્મિકતાની ભૂમિ છે.
ઉદયનિધિની સ્પષ્ટતા, નરસંહારની વાત નહીં
અમિત માલવિયાની સોશિયલ મીડિયા પોસ્ટ બાદ ઉધયનિધિ સ્ટાલિને તેમને જવાબ આપતા કહ્યું છે કે તેમણે ક્યારેય સનાતન ધર્મના અનુયાયીઓનો નરસંહાર કરવાનું કહ્યું નથી. જોકે, ઉધયનિધિ પોતાના નિવેદન પર અડગ છે. તેમણે પુનરોચ્ચાર કર્યો, "હું હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો વતી બોલી રહ્યો છું, જેઓ સનાતન ધર્મને કારણે પીડાઈ રહ્યા છે."