Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Patrika Kand : વાઇરલ ઓડિયો ક્લીપમાં નરેશ પટેલનો ઉલ્લેખ! Gujarat First પર આપી આ પ્રતિક્રિયા

લોકસભા ચૂંટણી (Lok Sabha elections) માટે આજે રાજ્યભરમાં મતદાન થઈ રહ્યું છે. ત્યારે આ ચૂંટણી માહોલ વચ્ચે રાજકોટના પત્રિકાકાંડને (Patrika Kand) લઈને ગુજરત ફર્સ્ટ પર સૌથી મોટો ખુલાસો થયો છે. રાજકોટ વાઇરલ પત્રિકાકાંડમાં ખોડલધામના ચેરમેન અને પાટીદાર અગ્રણી નરેશ પટેલનું...
patrika kand   વાઇરલ ઓડિયો ક્લીપમાં નરેશ પટેલનો ઉલ્લેખ  gujarat first પર આપી આ પ્રતિક્રિયા

લોકસભા ચૂંટણી (Lok Sabha elections) માટે આજે રાજ્યભરમાં મતદાન થઈ રહ્યું છે. ત્યારે આ ચૂંટણી માહોલ વચ્ચે રાજકોટના પત્રિકાકાંડને (Patrika Kand) લઈને ગુજરત ફર્સ્ટ પર સૌથી મોટો ખુલાસો થયો છે. રાજકોટ વાઇરલ પત્રિકાકાંડમાં ખોડલધામના ચેરમેન અને પાટીદાર અગ્રણી નરેશ પટેલનું (Naresh Patel) નામ સામે આવ્યું છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં એક ઓડિયો ક્લીપ વાઇરલ થઈ છે, જેમાં નરેશ પટેલનો ઉલ્લેખ કરાયો છે. જો કે, આ વાઇરલ ઓડિયો ક્લીપની ગુજરાત ફર્સ્ટ (Gujarat First) પુષ્ટિ કરતું નથી. બીજી તરફ ગુજરાત ફર્સ્ટ સાથે નરેશ પટેલે વાત કરી આ અંગે પ્રતિક્રિયા આપી હતી.

Advertisement

જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા રાજકોટમાં (Rajkot) લેઉઆ પાટીદારને ઉદ્દેશીને એક પત્રિકા સોશિયલ મીડિયા પર ફરતી થઈ હતી, જેમાં રાજકોટ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના (Congress) ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીનું (Sharad Dhanani) નામ સામે આવ્યું હતું. આ મામલે ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી કરીને 4 પાટીદાર યુવકોની ધરપકડ પણ કરી હતી અને સાથે જ શરદ ધાનાણીની પણ ધરપકડલ થઈ શકે છે તેવી માહિતી સામે આવી હતી. જો કે, હવે ગુજરાત ફર્સ્ટ પર રાજકોટ વાઇરલ પત્રિકાકાંડમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.

Advertisement

વાઇરલ ઓડિયોમાં નરેશ પટેલનો ઉલ્લેખ!

આ પત્રિકાકાંડને લઈને રાજકોટ (Rajkot) સહિત સૌરાષ્ટ્રભરમાં એક ઓડિયો ક્લીપ વાઇરલ થઈ છે, જેમાં નરેશ પટેલનો (Naresh Patel) ઉલ્લેખ કરાયો છે. અહેવાલ અનુસાર, આ ઓડિયો ક્લીપમાં પ્રકાશ વેજપરા ખોડલધામ કન્વીનર જે થોડા દિવસ પહેલા પત્રિકામાં પકડાયેલ હતા, તેમની સાથે વાતચીતનો ઓડિયો વાઇરલ થયો છે. પ્રકાશ વેજપરાએ બની ગજેરા સાથે વાતચીતમાં જણાવ્યું કે, ખોડલધામથી (Khodaldham) જ પત્રિકા વિતરણ કરવાનું કહેવામાં આવ્યું છે. ઓડિયો ક્લીપમાં સંભળાય છે કે, નરેશ પટેલે રાજકોટના તમામ કન્વીરોને કહી દીધું છે કે તમે પત્રિકાઓ બેફામ હાંકવા માંડો, આ બાબતે તમામ વોર્ડ વાઈજ મિટિંગ બોલાવી હતી. વિધાનસભાની ચૂંટણી પહેલા જયેશભાઇએ નરેશભાઈને કીધું તું કે આ બધા મને પતાવી દેવા માંગે છે. તમે ધ્યાન દયો તમારા સિવાય મારી કારકિર્દી કોઈ બચાવી નહિ શકે તેમ. જણાવી દઈએ કે, ગુજરાત ફર્સ્ટ આ વાઇરલ ઓડિયો ક્લીપની પુષ્ટિ કરતું નથી.

ગુજરાત ફર્સ્ટ પર નરેશ પટેલે આપી પ્રતિક્રિયા

ખોડલધામના ચેરમેન અને પાટીદાર અગ્રણી નરેશ પટેલ (Naresh Patel) આજે રાજકોટની બારદાન સ્કૂલમાં પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. મતદાન કર્યા બાદ તેમણે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સાથે વાતચીત કરી હતી. દરમિયાન તેમણે કહ્યું કે, લોકશાહીના પર્વમાં મતદાન ખૂબ મહત્ત્વનું છે. પત્રિકાકાંડ અને વાઇરલ ઓડિયો અંગે તેમણે કહ્યું કે, આખા ભારત દેશમાં મતદાનના સમયે આવું એકબીજાના વિરોધમાં કરતા હોય છે. કોઈ ઓડિયો ક્લીપ વાઇરલ કરે છે કોઈ પત્રિકાઓ વાઇરલ કરે તો કોઈ વીડિયો બનાવે, આ સ્વભાવિક વસ્તુ છે. તેમણે કહ્યું કે, ખોડલધામ (Khodaldham) એક જવાબદાર સંસ્થા છે અને જ્યારે આવી મોટી જવાબદાર સંસ્થા જવાબદાર સમાજનું નેતૃત્વ કરતી હોય તો ત્યારે આવી વધી બાબતોને અમે નકારી કાઢીએ છીએ. આમાં અમારો કોઈ રોલ નથી. નરેશ પટેલે આગળ કહ્યું કે, ખોડલધામ સાથે તમામ પક્ષના લોકો જોડાયેલા છે. ત્યારે કોઈ નાનો હોદ્દે લઈને કામ કરતું હોય તો અને ઈ કે હું ખોડલધામનો સહકર્મી છું તો ખોડલધામનું નામ સામે આવવાનું જ છે. તે સ્વભાવિક છે. આ સાથે તેમણે લોકોને મતદાન કરવા અપીલ કરી હતી.

Advertisement

આ પણ વાંચો - Polls : શક્તિસિંહના આરોપ પર પૂનમ માડમનો પલટવાર

આ પણ વાંચો - Rajkot : પત્રિકાકાંડમાં ક્રાઇમ બ્રાંચ એક્શન મોડમાં! પરેશ ધાનાણીના ભાઇ સામે કરશે આ મોટી કાર્યવાહી!

આ પણ વાંચો - Viral : રાજ્યમાં અનેક સ્થળે મત આપવાના વીડિયો વાયરલ

Tags :
Advertisement

.