જામનગરમાં નરેશ પટેલ અને સીઆર પાટીલ એક મંચ પર, ધાર્મિક પ્રસંગમાં થઇ શકે છે રાજકીય ચર્ચા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો સતત વધી રહ્યો છે. ખાસ કરીને ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા અત્યારથી ગુજરાત જીતવાની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. અત્યારે પક્ષપલટાનો દોર પણ શરુ થઇ ગયો છે. તેવામાં રાજ્યમાં છેલ્લા થોડા સમયથી જે ચર્ચા થઇ રહી છે તે છે નરેશ પટેલના રાજકારણ પ્રવેશની. જો કે નરેશ પટેલ આ અંગે મગનું નામ મરી પાડવા તૈયાર નથી. તેઓ દર વખતે નવી તારીખ આપે છે. જેને લઇને સà
Advertisement

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો સતત વધી રહ્યો છે. ખાસ કરીને ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા અત્યારથી ગુજરાત જીતવાની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. અત્યારે પક્ષપલટાનો દોર પણ શરુ થઇ ગયો છે. તેવામાં રાજ્યમાં છેલ્લા થોડા સમયથી જે ચર્ચા થઇ રહી છે તે છે નરેશ પટેલના રાજકારણ પ્રવેશની. જો કે નરેશ પટેલ આ અંગે મગનું નામ મરી પાડવા તૈયાર નથી. તેઓ દર વખતે નવી તારીખ આપે છે. જેને લઇને સસ્પેન્સ વધતું જાય છે.
તેવામાં આજે પાટીદાર અગ્રણી અને ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ એક જ મંચ પર સાથએ જોવા મળ્યા છે. ભાજપના ધારાસભ્ય હકુભા જાડેજા દ્વારા જામનગરની અંદર ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો આજે ચોથો દિવસ છે. આ ધાર્મિક કાર્યક્રમમાં આજે નરેશ પટેલ અને હકુભા જાડેજા હાજરી આપવા પહોંચ્યા છે. ત્યારબાદથી એવી અટકળો પણ શરુ થઇ છે કે ધાર્મિક પ્રસંગે રાજકીય ચર્ચા થઇ શકે છે.
આ સિવાય એવી અટકળો પણ આવી રહી છે કે જામનગરમાં નરેશ પટેલ અને સી.આર. પાટીલ વચ્ચે બંધબારણે બેઠક યોજાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સી.આર. પાટીલ અને નરેશ પટેલ વચ્ચે ઘણા સમય પહેલા બેઠક થઇ હતી. જો કે થોડા દિવસો પહેલા તો એવી વાત ચાલતી હતી કે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઇ રહ્યા છે. જો તે રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરે કોંગ્રેસમાં જોડાવાની ના પાડતા હવે નરેશ પટેલના નિર્ણય પર પણ સસ્પેન્સ વધી રહ્યું છે. તેવામાં આજે જો તેઓ પાટીલને મળે છે તો રાજ્યમાં એક નવું જ સમીકરણ સર્જાઇ શકે છે.
આ સિવાય નોંધનીય વાત એ પણ હતી કે આ ભાગવત સપ્તાહની શરુઆતમાં પોથીયાત્રા સમયે પણ નરેશ પચેલ ભાજપના નેતાઓ સાથે રથમાં જોવા મલ્યા હતા. પોથીયાત્રા દરમિયાન નરેશ પટેલ અલ્પેશ ઠાકોર, વરુણ પટેલ સાથે રથમાં દેખાયા હતા. ત્યારે આ ઘટનાઓ બાદથી હવે રાજ્યમાં નરેશ પચેલને લઇને નવી જ ચર્ચા શરુ થઇ છે.
Advertisement