Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Karauli Crime Case: રાજસ્થાનના નર્સરી ભવનમાંથી મહિલા અને માસૂમ બાળકીનો મળ્યો સળગી ગયેલો મૃતદેહ

Karauli Crime Case: રાજસ્થાનના કરૈલીમાં આવેલા નર્સરી ભવનમાંથી એક મહિલા અને માસૂમ બાળકીનો અર્ધ સળગી ગયોલો મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે આ ઘટનાને લઈ સમગ્ર રાજસ્થાનમાં નાગરિકો હચમચી ગયા છે. સોશિયલ મીડિયા પર આ ઘટનો ફોટો પણ વાયરલ થયો છે....
karauli crime case  રાજસ્થાનના નર્સરી ભવનમાંથી મહિલા અને માસૂમ બાળકીનો મળ્યો સળગી ગયેલો મૃતદેહ

Karauli Crime Case: રાજસ્થાનના કરૈલીમાં આવેલા નર્સરી ભવનમાંથી એક મહિલા અને માસૂમ બાળકીનો અર્ધ સળગી ગયોલો મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે આ ઘટનાને લઈ સમગ્ર રાજસ્થાનમાં નાગરિકો હચમચી ગયા છે. સોશિયલ મીડિયા પર આ ઘટનો ફોટો પણ વાયરલ થયો છે. તો આ ઘટનાની જાણ થતા જ ડીએસપી અનુજ શુભવ સહિત અન્ય પોલીસ કર્મીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતાં.

Advertisement

  • બાળકી પણ અર્ધમૃત અવસ્થામાં મળી આવી છે

  • મૃતદેહ લગભગ 24 થી 36 કલાક જૂના હોવાનું જણાય છે

  • એફએસએલની ટીમે સ્થળ પરથી પુરાવા એકત્ર કર્યા

ત્યારે પોલીસે આપેલી માહિતીના આધારે ભોજપુર રોડથી લગભગ 1 કિલોમીટર આગળ વન વિભાગમાં રહેલી ખાલી નર્સરી બિલ્ડિંગમાં લગભગ 22 થી 25 વર્ષની એક મહિલા મળી આવી હતી. તેની લાશ અડધી બળેલી હાલતમાં મળી આવી હતી. મહિલાએ પીળા રંગનો કુર્તો અને વાદળી રંગનો પાયજામા પહેર્યો છે. મહિલાનો ઉપરનો ભાગ સંપૂર્ણપણે બળી ગયો છે. આ ઉપરાંત મહિલાની છાતીમાં ચોંટેલી ચાર-પાંચ વર્ષની બાળકી પણ અર્ધમૃત અવસ્થામાં મળી આવી છે.

Advertisement

મૃતદેહ લગભગ 24 થી 36 કલાક જૂના હોવાનું જણાય છે

મહિલા અને બાળકીના શરીરનો ઉપરનો ભાગ સંપૂર્ણપણે બળી ગયો હોવાથી તેની ઓળખ થઈ શકી નથી. મૃતદેહ પાસે સ્ટીલની બોટલ, બાઉલ અને કાચ પડેલા મળી આવ્યા હતાં. મૃતદેહ લગભગ 24 થી 36 કલાક જૂના હોવાનું જણાય છે. પોલીસે મૃતકોના મૃતદેહને હોસ્પિટલનામાં રાખ્યા છે અને તેમની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.

એફએસએલની ટીમે સ્થળ પરથી પુરાવા એકત્ર કર્યા

જંગલમાં ગુફા જેવી જગ્યાએ મૃતદેહ હોવાની માહિતી મળતા જ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. પોલીસે એફએસએલની ટીમ અને ડોગ સ્કવોડની ટીમને પણ ઘટનાસ્થળે બોલાવી હતી અને એફએસએલની ટીમે સ્થળ પરથી પુરાવા એકત્ર કર્યા હતા. પોલીસ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તપાસ કરી રહી છે.

Advertisement

આ પણ વાંચો: Indian Embassy News: ખાલિસ્તાની હરદીપ સિંહની યાદમાં કેનેડાની સાંસદમાં મૌન રખાયું, ભારતીય દૂતાવાસે કહ્યું….

Tags :
Advertisement

.