Bharuch: ‘મારે તારી સાથે વાત નથી કરવી...’ ઈન્સ્ટાગ્રામના મેસેજથી લઈને પોલીસ સ્ટેશન સુધીની કહાની
- ઈન્સ્ટાગ્રામ ઉપર મેસેજથી મિત્રતા થઈ અને પછી થયો પ્રેમ
- વાત કરવાની ના પાડી તો પ્રકાશે યુવતીને બંધક બનાવી
- પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવતીનો જીવ બચાવ્યો
Bharuch: ભરૂચ જિલ્લામાં ઈન્સ્ટાગ્રામના ઉપરનો પ્રેમ ઘણી વખત ગંભીર પ્રકારનો અંજામ લાવીને મૂકી દે છે. આવો જ એક કિસ્સો જેમાં એક બ્યુટી પાર્લર વાળી યુવતી ઈન્સ્ટાગ્રામ ઉપર પાટણના યુવક સાથે પરિચયમાં આવતા પાટણના યુવકે તેના બ્યુટી પાર્લરમાં પહોંચી ચપ્પુની અણીએ તેણીને બંધક બનાવી હતી. જેથી પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવતીનો જીવ બચાવી યુવક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે.
- સોશિલય મીડિયાની મિત્રતા યુવતીને ભારે પડી
- વાત કરવાની ના પાડી તો પ્રકાશના યુવકે યુવતીને બંધક બનાવી
- પોલીસે ઘટના સ્થળ પર પહોંચી યુવતીનો જીવ બચાવ્યો
- સોશિયલ મીડિયાનો સદઉપયોગ કરવા માટે પોલીસની સૂચનાઓ#Bharuch #BharuchNews #Gujarat #GujaratiNews #GujaratFirst— Gujarat First (@GujaratFirst) September 5, 2024
વાત કરવાની ના પાડતાં યુવકે કર્યું ગુનાહિત કૃત્ય
બનાવની મળતી માહિતી અનુસાર વાગરા તાલુકામાં ભોગ બનનાર વાગરાના બજારમાં ભાડેથી દુકાન રાખી બ્યુટી પાર્લર ચલાવતી હતી. તેણીની ઈન્સ્ટાગ્રામ ઉપર પાટણના પ્રકાશ દશરથભાઈ ઓડ સાથે મેસેજ થકી મિત્રતા કેળવાય હતી. બંને વચ્ચે મેસેજ-મેસેજનો ખેલ ચાલતો હતો. આ દરમિયાન યુવતીએ ફ્રેન્ડશીપ રાખવી ન હોવાથી પ્રકાશ ઓડને હવે મેસેજ ન કરવા અંગે કહ્યું હતું. પરંતુ યુવતીના આવા મેસેજથી પ્રકાશ ઓડ ગુસ્સે ભરાયો અને ચપ્પુ લઇ યુવતીના બ્યુટી પાર્લરમાં ઘુસી આવ્યો હતો. યુવતીને ગળા ઉપર ચપ્પુની અણીએ બ્યુટી પાર્લરમાં જ બંધક બનાવી દીધી જેના પગલે યુવતીએ પોતાનો જીવ બચાવવા બ્યુટી પાર્લરના માલિકને મેસેજ કરી જાણ કરી હતી.
આ પણ વાંચો: Borsad: ખાનગી શાળાએ શિક્ષક દિવસને લજવ્યો! ફી ના ભરી તો વિદ્યાર્થીઓ સાથે...
પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવતીને બચાવી
દુકાનના માલિકે બ્યુટી પાર્લરમાં યુવતીને બંધક બનાવી હોવાની જાણ વાગરા પોલીસને કરતા પોલીસ કાફલો બ્યુટી પાર્લર ઉપર પહોંચી આવ્યો હતો. યુવતીને બ્યુટી પાર્લરમાં બળજબરી પૂર્વક ગાંધી રાખી બ્યુટી પાર્લરનો કાચનો દરવાજો તોડી પોલીસ અંદર પ્રવેશી યુવતીને બંધક બનાવનાર પાટણના સિદ્ધપુરના રહીશ પ્રકાશ દશરથ ઓડની ધરપકડ કરવામાં આવી હતી. યુવતીને સુરક્ષિત બચાવી તેની ફરિયાદ લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.
આ પણ વાંચો: kalol નગરપાલિકામાં ટેન્ડર પ્રક્રિયાને લઈને મોટો હોબાળો, ભાજપના જ બે જૂથ સામસામે આવી ગયા અને...
સોશિયમ મીડિયામાં અજાણ્યા સાથે વાત કરવાનું ટાળવું જોઈએ
જોકે સમગ્ર બનાવ બાદ વાગરા પોલીસ મથકના પીએસઆઇ એ.કે જાડેજાએ સોશિયલ મીડિયા ઉપર અજાણ્યા વ્યક્તિ સાથે પરિચયમાં ન આવવા અને સોશિયલ મીડિયાનો સદ ઉપયોગ કરવા માટે પણ સૂચનાઓ આપી છે. નોંધનીય છે કે, આમ સોશિયલ મીડિયા પર કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે ઘણી વાત કરવી ના જોઈએ. કારણે આવા કેસમાં તમારી સાથે કોઈ અઘટિત ઘટના પણ બની શકે છે.
અહેવાલ: દિનેશ મકવાણા, ભરૂચ
આ પણ વાંચો: Teacher's Day: વિદેશી વિદ્યાર્થીઓએ અમદાવાદની શેરીઓના બાળકોને શિક્ષણ આપ્યું