યુવતીએ ACP પર લગાવ્યો બળાત્કારનો આરોપ, તત્કાલ અસરથી આવ્યો બદલીનો આદેશ
- IIT કાનપુરની વિદ્યાર્થીનીએ મોહસીન ખાન પર લગાવ્યા આક્ષેપ
- અપરણિત હોવાનું જણાવીને અનેક વાર તેની સાથે સંબંધ બાંધ્યા
- વિદ્યાર્થીના આક્ષેપ બાદ તપાસમાં તમામ આરોપો સાચા સાબિત થયા
Kanpur News : IIT કાનપુરની એક વિદ્યાર્થીનીએ સાયબર ક્રાઇમના ACP મોહસિન ખાન પર બળાત્કારનો કેસ દાખલ કરાવ્યો છે. કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયા બાદ મોહસિનને લખનઉ હેડક્વાર્ટર એટેચ કરી દેવાયા છે. પોલીસ કમિશ્નરને આ સમગ્ર મામલે ગંભીરતા દાખવતા મહિલા ડીસીપી અને એડીસીપીને તપાસના આદેશ આપ્યા છે. આ સાથે જ SIT ની પણ રચના કરવામાં આવી છે.
મોહસીન ખાન આઇઆઇટીમાં અભ્યાસ કરવા ગયો હતો
મળતી માહિતી અનુસાર મોહસિન ખાન આઇઆઇટી કાનપુરથી સાયબર ક્રાઇમ અને ક્રિમિનોલોજીનો અભ્યાસ કરી રહ્યા છે. આરોપ છે કે, આ દરમિયાન વિદ્યાર્થી સાથે મુલાકાત થઇ અને બંન્ને વચ્ચે સંબંધો વિકસ્યા હતા. વિદ્યાર્થીનીનો આરોપ હતો કે એસપીએ તેને પોતાના પ્રેમની જાળ ફેંકીને બળાત્કાર કર્યો. એસીપીને પરણીત હોવાની માહિતી મળતાની સાથે જ તેણેપોલીસ ફરિયાદ દાખલ કરી હતી. પોલીસ કમિશ્નરે મહિલા ડીસીપી અને એડીસીપીને તત્કાલ મામલે ગહનતાથી તપાસ કરવાના આદેશ આપ્યા છે. પોલીસ અધિકારી એસઆઇટી કાનપુર પહોંચ્યા. બંન્ને મહિલા પોલીસ અધિકારીઓએ લાંબો સમય પુછપરછ કરી તો વિદ્યાર્થિની દ્વારા લગાવાયેલા આરોપો સાચા સાબિત થયા હતા.
આ પણ વાંચો : પુત્રી સાથે ગંદી હરકત કરનારની NRI પિતાએ કરી હત્યા, વીડિયો બનાવી પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
મોહસીન ખાનને તત્કાલ અસરથી પદ પરથી હટાવાયો
ત્યાર બાદ તક્લા એસીપી મોહસિન ખાનને તેના પદ પરથી હટાવી દેવામાં આવ્યા. જ્યારે પોલીસ કમિશ્નરના આદેશ બાદ એસીપી મોહસિન ખાન વિરુદ્ધ બળાત્કાર સહિતના અનેક ગંભીર કલમો હેઠળ કેસ દાખલ કરી દેવામાં આવ્યો હતો. ડીસીપી સાઉથ અંકિતા શર્માએ જણાવ્યું કે, આઇઆઇટી કાનપુરની વિદ્યાર્થી દ્વારા એસીપી સાયબર ક્રાઇમ મોહસિન ખાન પર રેપનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થિની દ્વારા કરાયેલી ફરિયાદના આધારે મોહસિન વિરુદ્ધ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે જ સમગ્ર મામલે ઉંડાણ પુર્વક તપાસ માટે એડીસીપી ટ્રાફીક અર્ચના સિંહના નેતૃત્વમાં સીટની રચના કરવામાં આવી છે. એસીપી મોહસિનને પોલીસ હેડક્વાર્ટર ખાતે એટેચ કરી દેવાયા છે.
કોણ છે મોહસીન ખાન?
રેપનો આરોપી મોહસિન ખાન 2013 ની બેચનો પીપીએસ અધિકારી છે. પોલીસ સર્વિસ તેણે 1 જુલાઇ 2015 માં જોઇન કરી હતી. કાનપુર પહેલા આગરા અને અલીગઢમાં ત્રણ ત્રણ વર્ષ નોકરી કરી ચુક્યો છે. કાનપુરમાં 12 ડિસેમ્બર, 2023 થી ફરજ પર છે. કાનપુરમાં તેની તહેનાતી દરમિયાન આ જ વર્ષે 15 ઓગસ્ટે ડીજીપીએ સિલ્વર મેડલ આપ્યું હતું. કાનપુરમાં એસીપી સાયબર ક્રાઇમ તથા એસીપી કલેક્ટરગંજના પદ પર હતા.
આ પણ વાંચો : 'મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના' કોને મળશે લાભ અને કોણ રહેશે દાયરા બહાર?
આ વર્ષે જ આઇઆઇટી કાનપુરમાં થયો હતો દાખલ
કલ્યાણપુર પોલીસ સ્ટેશન અંતર્ગત આઇઆઇટી કાનપુરમાં આ જ વર્ષે જુલાઇમાં એસીપી મોહસિન ખાને એડમિશન લીધું હતું. આઇઆઇટી કાનપુરથી સાયબર ક્રાઇમ અને ક્રિમિનોલોજીનો અભ્યાસ કરી રહ્યા હતા. મળતી માહિતી અનુસાર આ દરમિયાન તેમની 27 વર્ષીય રિસર્ચ સ્કોલર વિદ્યાર્થિની સાથે મુલાકાત થઇ હતી. ત્યાર બાદ બંન્ને વચ્ચે અફેર શરૂ થઇ ગયું હતું. અચાનક એક દિવસ વિદ્યાર્થીનીને ખબર પડી કે, મોહસિન ખાન પરણીત છે. ત્યાર બાદ વિદ્યાર્થીનીએ પોલીસ કમિશ્નરને આ મામલે ફરિયાદ કરી. ફરિયાદના આધારે કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં એસીપી મોહસીન વિરુદ્ધ કેસ દાખલ કરી લીધો છે.
આ પણ વાંચો : Ahmedabad: પ્રજાના પ્રશ્નો માટે પૈસા નથી! તો પછી પ્રવાસના પૈસા ક્યાંથી આવ્યા? સ્થાનિકોએ ઠાલવ્યો રોષ