Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bharuch : 38 ગામના ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામી કલેકટર કચેરીએ રામધૂનથી ગજવી

Bharuch : ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) ટાણે જ વિધાનસભાની ચૂંટણી (Vidhan Sabha Election) માં ભાજપ (BJP) ના હોદ્દેદારોના હાથથી મીઠાઈ અને હારતોળા કરનારા ખેડૂતોએ (Farmers) ફરી સરકારને બાનમાં લેવાની તૈયારીઓ કરી છે. જે માટે લોકસભાની ચૂંટણી (Lok...
bharuch   38 ગામના ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામી કલેકટર કચેરીએ રામધૂનથી ગજવી

Bharuch : ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) ટાણે જ વિધાનસભાની ચૂંટણી (Vidhan Sabha Election) માં ભાજપ (BJP) ના હોદ્દેદારોના હાથથી મીઠાઈ અને હારતોળા કરનારા ખેડૂતોએ (Farmers) ફરી સરકારને બાનમાં લેવાની તૈયારીઓ કરી છે. જે માટે લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections) ટાણે જ સમાન ખેડૂત સમાન વળતરની માંગ સાથે ભરૂચ (Bharuch) જિલ્લાના 38 ગામના ખેડૂતોને સત્તાપક્ષમાંથી ઉમેદવાર મનસુખ વસાવા (Mansukh Vasava) ઉમેદવાર થતા જ આંદોલન (Protest) નું સપનું આવ્યું અને સવાર પડતા જ કલેકટર કચેરી ગજવી મુકતા પોલીસ તંત્ર દોડતું થયું હતું. જોકે ખેડૂતોનું આંદોલન રાજકીય ઈશારે ઉભું થયું હોય તેવી ચર્ચાએ ભારે જોર પકડ્યું છે.

Advertisement

ભરૂચ (Bharuch) જિલ્લા ખેડૂત સમન્વય સમિતિના નેજા હેઠળ વિધાનસભાની ચૂંટણી પહેલાથી ખેડૂતો જમીન સંપાદનમાં ઓછું વળતર મળ્યું હોવાના આક્ષેપ સાથે આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો. વિધાનસભાની ચૂંટણી સુધીમાં 50 થી વધુ આવેદનપત્રો આપી ચુક્યા હતા. જેના પગલે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના હોદ્દેદારોએ ખેડૂતોના આંદોલનને થાળે પાડવા માટે વળતર વધાર્યું હોવાનો લોલીપોપ આપ્યો હતો. વિધાનસભાની ચૂંટણી ટાણે ખેડૂતોએ ભોલાવ રેસ્ટહાઉસ ખાતે મીઠાઈ રાજકીય નેતાઓએ ખવડાવી ખેડૂતોના આંદોલનને થાળે પાડયું હતું.

વિધાનસભાની ચૂંટણી ટાણે જમીન સંપાદનમાં સમાન ખેડૂત સમાન વળતરનો લોલીપોપનું સુરસુરિયું થતા આંદોલનનું શસ્ત્ર ઉગામી ભરૂચ જિલ્લા કલેકટરની કોર્ટમાં કેસ કર્યો હતો. જેનો હુકમ બાદ ખેડૂતો ઉપલી કોર્ટમાં પણ ગયા હતા. પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટીએ ખેડૂતોની વધુ વળતરની માંગ સામે વાંધા અપીલ દાખલ કરી હતી. પરંતુ તાજેતરમાં જ લોકસભાની ચૂંટણી ટાણે સરકારનું નાક દબાવવા અને સતત સાતમી ટર્મ માટે ભાજપમાંથી મનસુખ વસાવાને રિપીટ કરતા જ ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામી 38 ગામના 500 થી વધુ ખેડૂતોએ કલેકટર કચેરી ખાતે ધસી આવી મંજીરા સાથે હાથમાં બેનર લઈ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપતું આવેદન સાથે રામધૂન બોલાવી હતી.

Advertisement

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે, ખેડૂતોના આંદોલનને રાજકીય આંદોલન પણ માનવામાં આવે છે. કારણ કે સામાન્ય રીતે કોઈપણ કોર્ટ હુકમ કરે તો તેનાથી નારાજ હોય તો ઉપલી કોર્ટમાં અપીલ કરવાની હોય છે. પરંતુ આંદોલન થકી અધિકારીઓને દબાણ લાવવાની કોશિશ થાય તો કોર્ટ ઓફ કન્ટેમ થાય તેમ માનવામાં આવે છે. જોકે ખેડૂતોના આંદોલનમાં જ્યાં જમીન સંપાદન થાય છે તે વિસ્તારમાં ભાજપના જિલ્લા પ્રમુખ સહિત ધારાસભ્યોની જમીન પણ આવતી હોય તેથી ચૂંટણી ટાણે જ આંદોલનનું નાટક ઉભું થતું હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે. કારણ કે ખેડૂતો ચૂંટણી બહિષ્કાર કરે તો ભાજપ માટે નુકસાનકારક હોવાનું રાજકીય વિશ્લેષક માની રહ્યા છે.

ભરૂચ જિલ્લામાં 38 થી વધુ ગામના ખેડૂતોએ સહી સાથે ચૂંટણી બહિષ્કારના આવેદન પત્ર કલેક્ટરને સુપ્રત કર્યા

Advertisement

ભરૂચ જિલ્લાના 9 તાલુકાના 38 ગામના જમીન ગુમાવનારા ખેડૂત પીપલીયા, હાંસોટના ઘોડાદરા, આમોદના દોરા, કારેલા, કેલોદ, તેલોદ, દાંદા, જંબુસર, પાદરીયા, સુઠોદરા, કુરચણ, માતર, તલપદ, વાંટા, જુના દિવા, સક્કરપોર, અડોલ સહિતના સંખ્યાબંધ ખેડૂતોએ જમીન સંપાદનમાં સમાન ખેડૂત સમાન વળતરની માંગ સાથે ભરૂચ કલેકટર કચેરી ગજવી આવેદનપત્ર પાઠવી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી.

ખેડૂતોના આંદોલનથી ક્યાં પક્ષને નુકસાન?

જો સરકાર કે અધિકારીઓના નાક દબાવવું હોય તો કોઈ સમય હોય તો તે છે ચૂંટણી. લોકશાહીના પર્વ એ ઘણા સંગઠનો પોતાની માંગણી સાથે આંદોલન કરી કલેકટર કચેરી સહિત પ્રાંત અધિકારી અને મામલતદાર કચેરીને ગજવતાં હોય છે. એટલું જ નહીં કોઈ સમસ્યા હોય તો પણ ચૂંટણી બહિષ્કારનું બેનર લગાવી બહિષ્કારનું ભૂત ધૂણતું હોય છે. તેવી જ રીતે લોકસભાની ચૂંટણી ટાણે ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામી સરકારનું નાક દબાવવાના પ્રયાસ કરતા હોય પરંતુ ખેડૂતોના આંદોલનથી ક્યાં પક્ષને નુકસાન થાય તે પણ ચર્ચાનો વિષય બની ગયો છે.

અહેવાલ - દિનેશ મકવાણા

આ પણ વાંચો - Arjun Modhwadia Exclusive Interview : ભાજપનો ખેસ પહેર્યા બાદ અર્જુન મોઢવાડિયાનું સૌથી પહેલું ઈન્ટરવ્યુ

આ પણ વાંચો - છત્રાલ GIDC ની સ્વાગત પ્રોડક્ટ પેઢીમાં રેડ, રૂ.79 લાખની કિંમતનો 16,000 કિગ્રા શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો

આ પણ વાંચો - કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહના હસ્તે ઇન-સ્પેસે ભારતમાં સ્પેસ NGE ના વિકાસને આગળ વધારવા સૌ પ્રથમ અનોખા ટેકનિકલ સેન્ટરનું કર્યું ઉદ્ઘાટન

Tags :
Advertisement

.