Kheda : વિદ્યાર્થીઓને આપવાની 543 સાયકલો ભંગાર હાલતમાં...
Kheda : રાજ્ય સરકાર એક તરફ શાળા પ્રવેશોત્સવ યોજીને બાળકોને શિક્ષણ પ્રત્યે આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે બીજી તરફ શિક્ષણ વિભાગ તથા સરકારના અન્ય વિભાગો સાથેના સંકલનના અભાવે વિદ્યાર્થીઓને રાજ્ય સરકારની વિવિધ યોજનાનો લાભ મળતો નથી. શાળા પ્રવેશોત્સવ થકી ગત વર્ષે 9માં ધોરણના વિદ્યાર્થીઓને સાયકલ આપવાની યોજના પ્રત્યે શિક્ષણ વિભાગ બેદરકારી દાખવી રહ્યું હોવાનું ખેડા (Kheda) જિલ્લામાં જોવા મળ્યું છે. એક વાયરલ વીડિયોમાં મહુધાના ભુમસ ગામમાં શાળાના બાળકોને આપવાની સાયકલો કાટ ખાઇ રહી હોવાનું જોવા મળતાં ખળભળાટ મચી ગયો છે.
શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી
ખેડા જિલ્લામાં શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી જોવા મળી રહી છે. ખેડા જિલ્લાના ભુમસ ગામમાં શાળાના બાળકોને પ્રોત્સાહનરુપે આપવા માટે લવાયેલી સાયકલો કાટ ખાઇ રહી હોવાનો એક વીડિયો વાયરલ થયો છે.
543 સાયકલોની હાલત ભંગાર
વીડિયોમાં જોવા મળે છે કે એક ખુલ્લા મેદાનમાં ઘણી ના શકાય તેટલી યાયકલો મુકવામાં આવી છે અને તેની આસપાસ મોટું ઘાસ પણ ઉગી નિકળ્યું છે. વરસાદમાં પણ આ સાયકલો બહાર જ મુકી રખાતા સાયકલો કાટ ખાઇ રહી છે. લગભગ 543 સાયકલો કાટ ખાઇ રહી હોવાનું જોવા મળે છે.
રામદેવપીર કમ્પાઉન્ડમાં આ સાયકલો ભંગારની હાલતમાં
મળેલી માહિતી મુજબ 2023ના વર્ષમાં આ સાયકલો શાળા પ્રવેશોત્સવ માટે આપવાની હતી અને સાયકલો પર પણ આ જ પ્રકારનું લખાણ લખેલું છે. છેલ્લા ત્રણ મહિનાથી ભુમસ ગામના રામદેવપીર કમ્પાઉન્ડમાં આ સાયકલો ભંગારની હાલતમાં પડી રહી છે. શાળા પ્રવેશોત્સવમાં ધોરણ 9માં પ્રવેશ મેળવતી વિદ્યાર્થીનીઓને આ સાયકલ આપવાની હતી.
સાયકલો પાછળ થયેલો લાખોનો ખર્ચો જાણે કે ધૂળમાં મળ્યો
આ સાયકલો કેમ કાટ ખાઇ રહી છે તે વિશે સ્થાનિક લોકો પણ અજાણ છે. સાઇકલો કેમ વિદ્યાર્થીઓને અપાઇ નથી તે પણ એક પ્રશ્ન છે. સાયકલો પાછળ થયેલો લાખોનો ખર્ચો જાણે કે ધૂળમાં મળ્યો હોય તેવું લાગી રહ્યું છે. સાયકલોથી વિદ્યાર્થીઓ વંચીત રહ્યા છે ત્યારે આ સાયકલો ક્યારે વિદ્યાર્થીનીઓને અપાશે તેવો સવાલ પુછાઇ રહી છે.
આ પણ વાંચો----- Ahmedabad:શાંતિ એશિયાટિક સ્કૂલમાં લાગેલી આગ લઈને વાલીઓનો હોબાળો..