Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તો રાજ્યમાં 41 લાખથી વધુ વાહનો બનશે ભંગાર........

ગુજરાત રાજ્યમાં કુલ 70 પ્રકારના વાહનોની નોંધણી કરવામાં આવે છે. રાજ્યમાં કુલ 2,28,64,144 વાહનો નોંધાયેલ છે. નોંધાયેલા વાહનો પૈકી 15 વર્ષ કે તેથી વધુ સમયથી નોંધાયેલા વાહનોની સંખ્‍યા 41,20,451 છે. 15 વર્ષ કે તેથી વધુ સમયથી નોંધાયેલા હોય તેવા વાહનોમાં 26,45,959 મોટર સાયકલ/સ્‍કૂટર, 6,34,049 મોટરકાર, 1,11,552 ટ્રેકટર(કૃષિ), 1,34,153 થ્રી વ્‍હીલર (પેસેન્‍જર), 41,827 થ્રી વ્‍હીલર ગુડ્ઝ અને 1,76,498, ગુડ્ઝ કેરીયર (ટ્રક)નો સમાવેશ થાય છે. 15 વàª
તો રાજ્યમાં 41 લાખથી વધુ વાહનો બનશે ભંગાર
ગુજરાત રાજ્યમાં કુલ 70 પ્રકારના વાહનોની નોંધણી કરવામાં આવે છે. રાજ્યમાં કુલ 2,28,64,144 વાહનો નોંધાયેલ છે. નોંધાયેલા વાહનો પૈકી 15 વર્ષ કે તેથી વધુ સમયથી નોંધાયેલા વાહનોની સંખ્‍યા 41,20,451 છે. 15 વર્ષ કે તેથી વધુ સમયથી નોંધાયેલા હોય તેવા વાહનોમાં 26,45,959 મોટર સાયકલ/સ્‍કૂટર, 6,34,049 મોટરકાર, 1,11,552 ટ્રેકટર(કૃષિ), 1,34,153 થ્રી વ્‍હીલર (પેસેન્‍જર), 41,827 થ્રી વ્‍હીલર ગુડ્ઝ અને 1,76,498, ગુડ્ઝ કેરીયર (ટ્રક)નો સમાવેશ થાય છે.
15 વર્ષ કે તેથી વધુ સમયથી રજીસ્ટર હોય તેવા વાહનોને સ્‍ક્રેપ કરવાની પોલીસી આગામી એક-બે માસમાં આવનાર છે. તો જો તમામ વાહનોને સ્‍ક્રેપ કરવામાં આવે તો તે મુજબ સમગ્ર ગુજરાતમાંથી 41,20,451 વાહનો છે તે સ્‍ક્રેપમાં જશે.
જો તમામ વાહનોને સ્ક્રેપમાં મોકલવામાં આવે તો સૌથી વધુ વાહનો અમદાવાદમાંથી જશે. 20,58,166 વાહનો અમદાવાદમાં થશે ભંગાર. રાજકોટ જિલ્લામાંથી 7,36,422 વાહનો સ્ક્રેપમાં જશે. ડાંગ જિલ્લામાંથી સૌથી ઓછા એટલેકે 841 વાહનો ભંગારમાં જશે. 
શું છે Scrappage Policy
આ પોલિસી અંતર્ગત 15 વર્ષથી વધારે સરકારી વાહનો અને કમર્શિયલ વાહનોને સ્ક્રેપ કરવાની યોજના છે. 20 વર્ષથી વધારે જુના ખાનગી વાહનોને પણ સ્ક્રેપ કરવામાં આવશે. જૂની ગાડીઓના રી રજીસ્ટ્રેશન થી પહેલા ફિટનેસ ટેસ્ટ પાસ કરવાનો રહેશે અને ઓટોમેટેડ ફિટનેસ સેન્ટર પર જુની ગાડીઓની તાપાસ થશે. આંતરરાષ્ટ્રીય ધોરણોના અનુસાર ગાડીઓની ફિટનેસ તપાસ કરવામાં આવશે. એમિશન ટેસ્ટ, બ્રેકિંગ સિસ્ટમ, સેફ્ટી કમ્પોનંટ્સની તપાસ કરવામાં આવશે અને ફિટનેસ ટેસ્ટમાં  ફેલ થતી ગાડીઓને સ્ક્રેપ કરી દેવામાં આવશે.
ક્યાં ક્યાં હશે સ્ક્રેપ પ્લાન્ટ 
દેશમાં ઈલેક્ટ્રીક વાહનનોને પોત્સાહન મળે તેમન પ્રદૂષણની માત્ર ઘટે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા નવી પોલિસી જાહેર કરવામાં આવી હતી. મહાત્મા મંદિર ખાસે દેશની સ્ક્રેપ પોલિસી જાહેર કરવામાં આવી હતી, મહત્વનું છે કે રાજ્યમાં  જૂના વાહનોને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર સ્ક્રેપ પોલિસી બનાવી રહી છે ત્યારે ગુજરાતમાં આ સ્ક્રેપ વાહનો માટેનો પ્લાન્ટ બનાવવામાં આવે તે માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ પ્લાન્ટ ભાવનગરના અલંગમાં બનશે. આ સાથે દેશમાં 60-70 જેટલા રજિસ્ટર્ડ સ્ક્રેપ પ્લાન્ટ બનાવવાની પણ સરકારે જાહેરાત કરી છે. 
15 વર્ષથી જૂના વાહનો માટેની પોલિસીનો અમલ 
1 એપ્રિલ 2022-   સરકારી વાહનો
1 એપ્રિલ 2023-  હેવી કમર્શિયલ વાહનો(ટ્રક વગેરે) માટે 
1 જૂન 2024-  દરેક પ્રાઇવેટ વાહનો માટે 
Advertisement
Tags :
Advertisement

.