Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ દલિત સમાજને પેટાચૂંટણી કોંગ્રેસને મત આપવા કર્યું સૂચન

Banaskantha by election : આ લોકો સંવિધાન વિરોધી છે અને આરક્ષણ વિરોધી છે
ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ દલિત સમાજને પેટાચૂંટણી કોંગ્રેસને મત આપવા કર્યું સૂચન
  • દલિત સમાજને કોંગ્રેસને મત આપવાનું આહ્વાન કર્યું હતું
  • આ લોકો સંવિધાન વિરોધી છે અને આરક્ષણ વિરોધી છે
  • ભારતીય જનતા પાર્ટીનો તંબુ ઉખાડીને ફેંકી નાખવાનો

Banaskantha by election : આજરોજ બનાસકાંઠામા કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત દ્વારા એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે જેમ જેમ વાવની પેટાચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે વાવમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદાવારોએ જીત મેળવવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. બનાસકાંઠાના તમામ વિસ્તારોમાં જનસભાનું આયોજન કરીને પોતાને મત આપવા માટે નાગરિકોને રિજવી રહ્યા છે. ત્યારે આજરોજ ગુલાબસિંહ રાજપૂત દ્વારા જે જનસભાનું આયોજન કરવામાં આવ્યું, તેમાં ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પણ હાજર રહ્યા હતા.

Advertisement

દલિત સમાજને કોંગ્રેસને મત આપવાનું આહ્વાન કર્યું હતું

આ જનસભામાં મેઘવંશી સમાજના અને ઈતર સમાજ લોકો આવ્યા હતા. ત્યારે આ જનસભામાં બનાસકાંઠામાં રહેતા દલિત સમાજના આગેવાનો અને લોકો પણ આવ્યા હતા. ત્યારે આ જનસભામાં કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, દલિત સમાજને કોંગ્રેસને મત આપવાનું આહ્વાન કર્યું હતું. તો ઠાકોર સમાજને ગેનીબેન ઠાકોરને સમર્થન આપવાનું કહ્યું. જોકે આ જનસભામાં ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પણ હાજર હતા.

આ પણ વાંચો: Bharuch માંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી, અનેક લોકો સાથે આચરી છેતરપિંડી

Advertisement

આ લોકો સંવિધાન વિરોધી છે અને આરક્ષણ વિરોધી છે

ત્યારે જીજ્ઞેશ મેવાણીએ આ જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે, આ વખતે કોઈપણ કાળે ગુલાબસિંહ રાજપૂતને જીત અપવવાની છે. તો દલિત સમાજના તમામ યક્તિઓએ ફક્ત આ ત્રણ વાક્યો મગજમાં અને દિલ-દિમાગમાં રાખવાના છે કે, આર.એસ.એસ, બીજેપી અને નરેન્દ્ર મોદી જો કોઈ નેતાને નફરત કરતા હોય તો એ છે ડૉ.બાબા સાહેબ આંબેડકર છે. જો આરએસએસ અને બીજેપી જો કોઈ પુસ્તકને નફરત કરતા હોય તો, તે આ બાબા સાહેબની કલમએ લખાયેલું દેશનું બંધારણ છે. આરએસએસ અને બીજેપી કોઈ નીતિને કે યોજના ને જો નફરત કરતા હોય તો તે આદિવાસી,ઓબીસી અને દલિત સમાજને મળનારી અનામત છે.

ભારતીય જનતા પાર્ટીનો તંબુ ઉખાડીને ફેંકી નાખવાનો

કોંગ્રેસ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ વધુમાં જણાવ્યું કે, આ લોકો આંબેડકર વિરોધી છે, આ લોકો સંવિધાન વિરોધી છે અને આરક્ષણ વિરોધી છે. તો ગુલાબસિંહ ભાઈ ઉમેદવાર હોય કે પછી બીજો કોઈ અન્ય ઉમેદવારો હોય તમારું અને મારું દલિત સમાજ તરીકેનો પહેલું કર્તવ્ય છે કે આ ભારતીય જનતા પાર્ટીનો તંબુ ઉખાડીને ફેંકી નાખવાનો છે.

Advertisement

આ પણ વાંચો: Bhavnagar Marketing Yard ખુલતાની સાથે જ મગફળીની મબલખ આવક, સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

Tags :
Advertisement

.