Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BIG BREAKING : વેરાવળ બંદરેથી નશીલા પ્રદાર્થનો ૩૫૦ કરોડનો જથ્થો ઝડપાયો

ગુજરાતના દરિયાકિનારેથી ફરી એકવાર કરોડાના ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ગુજરાત પોલીસ દ્વારા ચાલતા ડ્રગ્સ વિરુદ્ધના અભિયાનમાં ગુજરાત પોલીસના હાથે વધુ એક મોટી સફળતા હાથ લાગી છે. ગુજરાત પોલીસ દ્વારા વેરાવળ બંદરના નલિયા ગોળી કાંઠે રેડ કરતા હેરોઇન ડ્રગ્સના કુલ રૂ.૩૫૦ કરોડના...
big breaking   વેરાવળ બંદરેથી નશીલા પ્રદાર્થનો ૩૫૦ કરોડનો જથ્થો ઝડપાયો

ગુજરાતના દરિયાકિનારેથી ફરી એકવાર કરોડાના ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ગુજરાત પોલીસ દ્વારા ચાલતા ડ્રગ્સ વિરુદ્ધના અભિયાનમાં ગુજરાત પોલીસના હાથે વધુ એક મોટી સફળતા હાથ લાગી છે. ગુજરાત પોલીસ દ્વારા વેરાવળ બંદરના નલિયા ગોળી કાંઠે રેડ કરતા હેરોઇન ડ્રગ્સના કુલ રૂ.૩૫૦ કરોડના ૫૦ કિલો સિલ બંધ પેકેટનો જથ્થો પકડીને કાર્યવાહી કરવામાં આવી.અહી SOG એ NDPS દ્વારા રેડ કરતા હેરોઈન ડ્રગ્સના કુલ 50 કિલો સીલ બંધ પેકેટ(2 પ્લાસ્ટિક બાચકા) મળી આવ્યા હતા. જેની બજાર કિંમત આશરે 350 કરોડ મળી આવેલ છે.

Advertisement

વેરાવળ બંદરથી ઝડપાયું

વેરાવળ બંદરથી ઝડપાયું

SOG અને NDPS ની ટીમ દ્વારા ઓપરેશન સંયુક્ત રીતે અને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે. આ ઓપરેશન અંતર્ગત ત્રણ મુખ્ય આરોપીઓ સહિત ૯ આરોપીઓની ધડપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર દરિયાઈ માર્ગે ફિશિંગ બોટમાં જથ્થો વેરાવળ ખાતે પહોંચ્યો હતો. હાલ આટલી માત્રામાં ડ્રગ્સ પકડાતાં FSL સહિત ગીર સોમનાથ SOG, LCB સહિત દ્વારા તપાસનો ધમધમાટ શૂરું કરવામાં આવ્યો છે.

Advertisement

પોલીસના આ સફળ ઓપરેશન બાદ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ બાબતે ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી હતી. જેમાં તેમણે આ ડ્રગ્સ બાબતે માહિતી આપી હતી અને તેમણે ડ્રગ્સને નાબૂદ કરવા માટે અને આ સફળતાપૂર્વક કામગીરી કરવા બદલ ગીર સોમનાથ પોલીસ વિભાગને ધન્યવાદ પણ પાઠવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો -- વડોદરાના ભાજપ કોર્પોરેટર કલ્પેશ પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

.

Tags :
Advertisement

.