Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બગસરામાં ટ્રકમાં અનાજના જથ્થાની આડમાં છુપાવેલા દારૂ સાથે બે શખ્સોને LCBએ ઝડપી પાડ્યા

અમરેલીના બગસરામાં ઇંગ્લિશ દારૂ ભરેલો ટ્રક એલસીબીએ ઝડપી પાડ્યો હતો. જેમાં જૂનાગઢ ભાજપના કોર્પોરેટરના પતિ બુટલેગર ધીરેન કારીયાનું નામ ખુલ્યું હતું. તો બીજી તરફ બગસરા પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી. અમરેલી જિલ્લામાં SP હિમકર સિંહની સૂચના હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને વડીયા તરફથી દારૂ ભરેલો ટ્રક આવી રહ્યો હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસે વોચ ગોઠવી હતી. બે ઇસમોની ધરપકડ કરવામાં આવી છેઆ વ
બગસરામાં ટ્રકમાં અનાજના જથ્થાની આડમાં છુપાવેલા દારૂ સાથે બે શખ્સોને lcbએ ઝડપી પાડ્યા
અમરેલીના બગસરામાં ઇંગ્લિશ દારૂ ભરેલો ટ્રક એલસીબીએ ઝડપી પાડ્યો હતો. જેમાં જૂનાગઢ ભાજપના કોર્પોરેટરના પતિ બુટલેગર ધીરેન કારીયાનું નામ ખુલ્યું હતું. તો બીજી તરફ બગસરા પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી. અમરેલી જિલ્લામાં SP હિમકર સિંહની સૂચના હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને વડીયા તરફથી દારૂ ભરેલો ટ્રક આવી રહ્યો હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસે વોચ ગોઠવી હતી. 
બે ઇસમોની ધરપકડ કરવામાં આવી છે
આ વચ્ચે બગસરાના બાયપાસ નજીક કળશ ચોકડી પાસે ટ્રકને પકડી પાડતા વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અહીં ટ્રકમાં ચારેય બાજુ અનાજ ભરેલા બારદાન રાખવામાં આવ્યાં અને અંદર અલગ અલગ બ્રાન્ડેડની દારૂની પેટીઓ રાખવામાં આવી હતી. આ દારૂને કોઈ જગ્યા ઉપર પહોંચાડી કટિંગ થાય તે પહેલા અમરેલી એલસીબીએ ઝડપી પાડ્યો હતો. સાથે બે ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં વરજાંગ કાંધાભાઈ મોરી ઉંમર 28 રે જૂનાગઢ તેમજ જયસુખ ઉર્ફે હસુ ઉર્ફે અશ્વિન દેવજીભાઈ વાઘેલા જાબુડી તાલુકો વિસાવદરના રેહવાસી બંનેની ધરપકડ કરવામાં આવી છે.
30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
પોલીસે કુલ 4020 દારૂની પેટી નંગ 335 કિંમત રૂ.18,80,340 વાહન સહિત કુલ મુદ્દામાલ રૂ.33,21,840 સાથે બે શખ્સને હાલ ઝડપી લીધા છે. બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂ ઝડપાતા સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી. ટીંબી વિસ્તારમાં ખાનગી રાહે વિદેશી દારૂ આવી રહ્યો છે અમરેલી જિલ્લામાં આવેલ જાફરાબાદ તાલુકાના ટીંબી વિસ્તારમાં પણ ઉના દિવ તરફથી ખાનગી રાહે કેટલાક લોકો ઇંગલિશ દારૂ ઘુસાડી રહ્યા છે અહીં ટીબી ગામ આસપાસ દારૂ આવી રહ્યો છે અને અહીં લોકલ ક્રાઇમ બ્રાન્ચ ખાનગી રાહે તપાસ કરે તો અહીં પણ મોટા પ્રમાણમાં દારૂ મળી આવે તેમ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.