Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara News : ભૂલકાંના જીવનને ડૂબાડી દેનારી બોટનું સાઇન્ટિફિક પરિક્ષણ

News : વડોદરા ( vadodara)ના હરણી મોટનાથ તળાવમાં ગુરુવારે સાંજે બોટીંગ દરમિયાન ન્યુ સનરાઇઝ શાળાના 12 બાળકો અને 2 શિક્ષકોના ડૂબી જવાની ઘટનાથી દેશભરમાં હાહાકાર મચી ગયો છે. પોલીસે આ મામલે લેકઝોનના સંચાલકો સહિતના જવાબદાર વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે....
vadodara news   ભૂલકાંના જીવનને ડૂબાડી દેનારી બોટનું સાઇન્ટિફિક પરિક્ષણ
Advertisement

News : વડોદરા ( vadodara)ના હરણી મોટનાથ તળાવમાં ગુરુવારે સાંજે બોટીંગ દરમિયાન ન્યુ સનરાઇઝ શાળાના 12 બાળકો અને 2 શિક્ષકોના ડૂબી જવાની ઘટનાથી દેશભરમાં હાહાકાર મચી ગયો છે. પોલીસે આ મામલે લેકઝોનના સંચાલકો સહિતના જવાબદાર વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે. પોલીસ ફરિયાદ નોંધાયા બાદ શુક્રવારે સવારે એફએસએલની ટીમ હરણી લેક ખાતે પહોંચી હતી અને જે બોટમાં બાળકો ડૂબ્યાં હતા તે બોટની ઝીણવટભરી તપાસ કરી હતી.

Advertisement

18 આરોપીઓ સામે ગુનો

વડોદરામાં ગઈ કાલે હરણી તળાવમાં થયેલ દર્દનાક બોટ દુર્ઘટનામાં ઘટી હતી. આ દૂર્ઘટનામાં 14 જિંદગી હોમાઈ જતા આખું વડોદરા હિબકે ચડ્યું છે. પરિવારજના પોતાના સ્વજનને ખોયા ભારે આક્રંદ પણ જોવા મળી રહ્યો છે. આખરે નિર્દેષ બાળકોનો શું વાંક હતો? આ કરુણ ઘટનાએ આખા રાજ્યને હચમચાવી દીધું છે. ઉલ્લેખનીય છે કે, બનાવની કરુણતાને પગલે CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયા હતા. જ્યા કડક કાર્યવાહીના નિર્દેશ કર્યા હતાં. જેના ભાગરૂપે અત્યારે 18 આરોપીઓ સામે IPCની કલમ 304, 308 અને 337,338 અને 114 હેઠળ ગુનો દાખલ કરાયો છે.

Advertisement

એફએસએલની ટીમ પણ હરણી લેક ખાતે પહોંચી

આ ઘટના કઇ રીતે બની અને કેવી બેદરકારી દાખવાઇ હતી તે સહિતના મુદ્દા પર પોલીસે તપાસ શરુ કરી છે. શુક્રવારે સવારે એફએસએલની ટીમ પણ હરણી લેક ખાતે પહોંચી હતી અને જે બોટ ડૂબી હતી તે બોટની ઝીણવટભરી તપાસ કરી હતી અને કેટલાક પૂરાવા મેળવ્યા હતા. એફએસએલની સાથે પોલીસની ટીમ અને ફાયર બ્રિગેડની ટીમ પણ રહી હતી અને જરુરી માહિતી પુરી પાડી હતી. પોલીસ સાઇન્ટીફીક પુરાવા પણ એકત્ર કરી રહી છે તો સાથે સાથે લેક ઝોનમાં લગાવાયેલા સીસી ટીવી કેમેરાના ફૂટેજની પણ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો---HARNI KAND: ક્યાંક અંતિમ યાત્રા તો ક્યાંક નીકળી રહ્યો છે ઝનાઝો, સમગ્ર વડોદરામાં આક્રંદ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×