Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : હરણી બોટકાંડ મામલે VMC ના ત્રણ અધિકારીઓ સામે ખાતાકીય તપાસ

VADODARA : હરણી બોટકાંડ (HARNI BOAT ACCIDENT) માં શિક્ષકો અને બાળકો મળીને 14 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ મામલે કોર્ટે પણ કડક વલણ દાખવ્યું છે. ત્યારે તાજેતરમાં વડોદરા મહાનગર પાલિકા (VMC) દ્વારા આ અંગે ત્રણ અધિકારીઓ વિરૂદ્ધમાં ખાતાકીય તપાસ નિવૃત્ત...
vadodara   હરણી બોટકાંડ મામલે vmc ના ત્રણ અધિકારીઓ સામે ખાતાકીય તપાસ

VADODARA : હરણી બોટકાંડ (HARNI BOAT ACCIDENT) માં શિક્ષકો અને બાળકો મળીને 14 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ મામલે કોર્ટે પણ કડક વલણ દાખવ્યું છે. ત્યારે તાજેતરમાં વડોદરા મહાનગર પાલિકા (VMC) દ્વારા આ અંગે ત્રણ અધિકારીઓ વિરૂદ્ધમાં ખાતાકીય તપાસ નિવૃત્ત ડેપ્યુટી કલેક્ટરને સોંપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. પાલિકા દ્વારા અધિકારીઓનો બચાવ કરવામાં આવ્યો હોવાની બુમો ઉઠતા અગાઉ ડેપ્યુટી મ્યુનિ. કમિશનર (વહીવટ) ને તપાસ સોંપવામાં આવી હતી. તેમના તપાસના અહેવાલ બાદ તંત્ર દ્વારા ખાતાકીય તપાસનું પગલું ભરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

અધિકારીઓનો બચાવ

જાન્યુઆરી - 2024 માં વડોદરામાં હરણી બોટકાંડ સર્જાયો હતો. આ ઘટનામાં બાળકો અને શિક્ષકો મળીને 14 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ ઘટનામાં પોલીસ તંત્ર દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટીગેટીવ ટીમની રચના કરી હતી. જેણે નિયત સમયમાં પોતાની તપાસ પૂર્ણ કરી હતી. આ ઘટનામાં પાલિકા તંત્ર દ્વારા પોતાના અધિકારીઓનો બચાવ કરવામાં આવતો હોવાની બુમો ઉઠી હતી. જે બાદ પાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું. અને પાલિકાના જવાબદાર અધિકારીઓની ભૂમિકાને લઇને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.

ખાતાકીય તપાસ સોંપાઇ

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ દ્વારા ફ્યુચરીસ્ટીક પ્લાનીંગ સેલના ઇજનેર, પૂર્વ ઝોનના કાર્યપાલક ઇજનેર, ઉત્તર ઝોનના મહત્વ અધિકારીઓને કારણ દર્શક નોટીસ પાઠવી હતી. અને તેમના જવાબ મેળવ્યા બાદ અહેવાલ તૈયાર કરીને મ્યુનિસિપલ કમિશનરને સોંપ્યો હતો. સુત્રો જણાવી રહ્યા છે કે, તેના આધારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા કાર્યપાલક ઇજનેર રાજેશ ચૌહાણ, પરેશ પટેલ અને એન્જિનિયર જીગર સયાણિયા વિરૂદ્ધ ખાતાકીય તપાસનો હુકમ કરવામાં આવ્યો છે. આ ખાતાકીય તપાસ નિવૃત્ત અધિકારી બી. એમ. ભાભોરને સોંપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે આ ખાતાકીય તપાસના અંતે પાલિકા તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે તેના પર સૌ કોઈની નજર રહેશે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : NEET પરીક્ષા ચોરી કૌભાંડ મામલે રોય ઓવરસીઝની ઓફિસ સીલ

Advertisement
Tags :
Advertisement

.