મુન્દ્રા પોર્ટ પરથી પકડાયેલી 16 કરોડની ગેરકાયદે સિગરેટ કેસમાં ત્રણ આરોપીની ધરપકડ
ગત એપ્રિલ મહિનાની પહેલી તારીખે મુન્દ્રા પોર્ટ પરથી ગેરકાયદે આયાત કરેલી સિગારેટનો અધધ કહી શકાય તેટલો જથ્થો પકડાયો હતો. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ના અધિકારીઓ દ્વારા બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ગત 1-4-22ના રોજ પકડાયેલી 16.8 કરોડની કિંમતની સિગારેટની દાણચોરીના કેસમાં હવે આરોપીોની પણ ધરપકડ કરવામાં આવી છે. DRI દ્વારા આ કેસમાં ગઇકાલે ત્રણ આરોપીઓને પકડવામાં આવ્યા àª
ગત એપ્રિલ મહિનાની પહેલી તારીખે મુન્દ્રા પોર્ટ પરથી ગેરકાયદે આયાત કરેલી સિગારેટનો અધધ કહી શકાય તેટલો જથ્થો પકડાયો હતો. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ના અધિકારીઓ દ્વારા બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ગત 1-4-22ના રોજ પકડાયેલી 16.8 કરોડની કિંમતની સિગારેટની દાણચોરીના કેસમાં હવે આરોપીોની પણ ધરપકડ કરવામાં આવી છે. DRI દ્વારા આ કેસમાં ગઇકાલે ત્રણ આરોપીઓને પકડવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓમાં એક આરોપી ગાંધીધામની એક શિપિંગ કંપનીનો એમડી છે.
શું હતી ઘટના?
ચોક્કસ બાતમીના આધારે ડીઆરઆઇ દ્વારા પહેલી એપ્રિલના રોજ મુન્દ્રા પોર્ટ પર આયાત કરાયેલા કન્સાઇનમેન્ટની તપાસ કરવામાં આવી હતી. 40 ફૂટના આ કન્સાઇમેન્ટને "હોટલ સપ્લાય, બેડ શીટ, પિલો કવર" તરીકે જાહેર કરાયું હતું. જો કે તપાસ દરમિયાન તેની અંદરથી અલગ જ વસ્તુ નિકળી હતી. તપાસ દરમિયાન અંદરથી "BBM પ્રાઇડ ફિલ્ટર કિંગ્સ" નામની વિદેશી બ્રાન્ડની ફિલ્ટર કરેલી સિગારેટની 84,00,000 લાકડીઓનો જથ્થો હતો.જેની અંદાજિત બજાર કિંમત રૂ. 16.8 કરોડ હતી. જેને ડીઆરઆઇ દ્વારા જપ્ત કરવામાં આવયો હતો.
તપાસમાં શું સામે આવ્યું?
તપાસ દરમિયાન એવું સામે આવ્યું છે કે સિગારેટની દાણચોરીમાં એક સક્રિય સિન્ડીકેટ સંકળાયેલી છે. અત્યાર સુધી કરવામાં આવેલી પૂછપરછના આધારે DRIએ આ સંબંધમાં 6-5-22ના રોજ ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે. જેમાં ગાંધીધામ ખાતે ચાલતી શિપિંગ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને દુબઈ સ્થિત કન્ટેનર લાઇન કંપનીના ભાગીદારનો પણ સમાવેશ થાય છે.
Advertisement