તમામ રેકોર્ડ તૂટીને આ વખતે પણ ગુજરાતમાં ભાજપની સરકાર બનશેઃ અમિત શાહ
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા વિશાલ રેલી સંબોધી હતી.. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે કહ્યું કે ભૂપેન્દ્રભાઇ પટેલ જ રહેશે મુખ્યમંત્રી આ રેલીને સંબોધતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે અંબાજીથી ઉમરગામ સુધી અવાજ જાય એમ પ્રચંડ અવાજથી ભારત માતા કી જય બોલો. તેમણે કહ્યું હતું કે ચૂંટણી પછી ભà
Advertisement
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા વિશાલ રેલી સંબોધી હતી..
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે કહ્યું કે ભૂપેન્દ્રભાઇ પટેલ જ રહેશે મુખ્યમંત્રી
આ રેલીને સંબોધતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે અંબાજીથી ઉમરગામ સુધી અવાજ જાય એમ પ્રચંડ અવાજથી ભારત માતા કી જય બોલો. તેમણે કહ્યું હતું કે ચૂંટણી પછી ભૂપેન્દ્રભાઇ પટેલ જ મુખ્યમંત્રી રહેશે શ્રીઅમિત શાહે કહ્યું 1990થી ભાજપ ગુજરાતમાં સતત ચૂંટણી જીતતું આવ્યું છે. ગુજરાતની જનતાની અસીમ કૃપા રહી છે.તેમણે કહ્યું કે 1990થી એકપણ ચૂંટણીમાં ગુજરાતની જનતાએ ભાજપને પરાજય નથી દેખાડ્યો, અને હવે 2022માં પણ તમામ રેકોર્ડ તૂટીને ભાજપની સરકાર બનશે.
આ એ ગુજરાત છે કે જે કોમી હુલ્લડોથી પીડાતું હતું
તેમણે કહ્યું કે આ એજ ગુજરાત છે જે કોમી હુલ્લડોથી પીડાતું હતું. 365 દિવસમાં 250 દિવસથી વધુ કરફ્યુ રહેતો હતો. આજે 20 વર્ષના છોકરાને પૂછીએ તો તેણે તેના જીવનમાં કરફ્યુ જોયો નથી. જે લોકો ગુજરાતને પરેશાન કરતા હતા તેમની હિંમત નથી કે હવે કાંકરિચાળો કરે. ભાજપે શાંતિનો માહોલ ઉભો કર્યો છે. ગુજરાતની સરહદ પાકિસ્તાન સાથે જોડાયેલી છે. ગેરકાનૂની કામ થતા હતા.આજે બધુ સમાપ્ત થઈ ગયું છે. નરેન્દ્રભાઇ મોદીની આ સરકારે અમદાવાદ-મુંબઈ સિવાય 8 હાઇવે બનાવ્યા. દરેક જિલ્લા સુધી વિકાસ પહોંચાડ્યો. ગુજરાતની ભાજપ સરકાર આજે 24 કલાક વીજળી આપે છે.
ભાજપની સરકારે જનતાના હિતમાં અનેક કામ કર્યા
ભાજપની સરકારે ગુજરાતમાં જળ સંચય અભિયાન શરૂ કર્યું અને નર્મદાનું પાણી 13 હજાર તળાવોમાં ઠાલવ્યું અને જમીનની નીચે પાણીના તળ ઉપર લાવ્યા.શ્રી અમિત શાહે વધુમાં કહ્યું કે હું અહીંયા 25 વર્ષ ધારાસભ્ય રહ્યો છું અને હવે ગાંધીનગરથી સાંસદ છું. જોત જોતામાં રોડ, ઓવરબ્રિજ,પાણી, ગટર, મેટ્રો, AMTS વગેરે વ્યવસ્થાઓ ભાજપની સરકારે ઊભી કરી છે. કોંગ્રેસ કહે છે કે તેમનું કામ બોલે છે. પરંતુ તેમને એ સવાલ કરવાનો થાય કે તમે સત્તામાં જ ક્યાં છો તો કામ કર્યું હોય. શું આ વાત ગુજરાતની જનતા નથી સમજતી ? તેમણે કહ્યું કે બે હાથ જોડી વિનંતી કરું છું કે કમળના બટનને દબાવજો.અહીંયાથી જ ભાજપના ધારાસભ્ય અને મુખ્યમંત્રી બંને મળે. રેકોર્ડ તોડ મતદાન કરી ભુપેન્દ્રભાઇ પટેલને જીતાડશો એવી આશા છે.
કહ્યું રાહુલ બાબા રામ મંદિરમાં દર્શન માટે ટિકીટ દો
કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં કહ્યું કે સમગ્ર દેશની ઇચ્છા હતી કે જ્યાં ભગવાન શ્રીરામ જન્મ્યા હતા, ત્યાં મંદિર બને પણ કોંગ્રે્સની સરકારે તે બનવા દીધું નહોતું .હવે રાહુલ બાબા ભવ્ય રામમંદિર દર્શન માટે જાન્યુઆરી 2024ની ટિકિટ કરાવી દો.
કલમ 370 હટવી જોઇતી હતી કે નહીંઃ અમિત શાહ
અમિત શાહે રેલીને સંબોધતા જનતાને સવાલ કર્યો કે કાશ્મીર આપણું છે કે નહીં ? કલમ 370 હટવી જોઈતી હતી કે નહીં ? તેમણે કહ્યું કે 370 કલમ માટે હું બોલવા ઉભો થયો તો સપા અને બસપા કાઉ કાઉ કરવા લાગ્યા..કે લોહીઓની નદીઓ વહેશે. ગૃહમંત્રીશ્રી અમિતભાઇએ કહ્યું કે ભુપેન્દ્ર ભાઈને અભિનંદન આપૂ છું કે બેટ દ્વારકામાં વસતી કરતા વધુ બજારો હતા. બેટ દ્વારકાનું ક્લીનપ કામ ભાજપ સરકારે કર્યું છે.
આ પણ વાંચો - ભાજપના સ્ટાર પ્રચારકો આ બેઠકો પર જાહેરસભાઓને ગજવશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.