દૂધાળા પશુ માટે રાજ્ય સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને નાખશે પૈસા
Government Agriculture Scheme: ગુજરાત રાજ્ય સરકારે નિરંતર ખેડૂતો માટે વિવિધ યોજનાના અમલિકરણના માધ્યમથી ખેતીક્ષેત્રે વિકાસ કરવાના માર્ગોનું નિર્માણ કરતા હોય છે. જોકે કોરોના માહામારીના સમયમાં ખેડૂતોને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આ વખતે રાજ્ય સરકાર ખેડૂતો માટે રાહતના સમાચાર લાવી છે. આ યોજના હેઠળ રાજ્યના દરેક ખેડૂતને દર મહિને તેમની ગાય માટે રૂ. 900 નાણાકીય સહાય પૂરી પાડવમાં આવશે. એટલે કે, વાર્ષિક રુ. 10,800 ચૂકવવામાં આવશે. જોકે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો પાસે અમુક કાદાકીય ધોરણ અનુસાર હોવા જોઈએ.
દરેક ખેડૂતને વધુમાં વધુ 4 ગાય માટે સહાય પૂરી પાડાવામાં આવશે
આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત કાયમી સ્વરૂપે ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ. તે ઉપરાંત ખેડૂતની પોતાની જમીન અથવા ભાડાની જમીન પર ખેતી કરતા હોવા જોઈએ. આ યોજના હેઠળ, દરેક ખેડૂતને વધુમાં વધુ 4 ગાય માટે સહાય પૂરી પાડાવામાં આવશે. તો આ યોજનાનનો લાભ લેવા માટે ખેડૂતોએ ગુજરાત પશુપાલન વિભાગની સત્તાવાર વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવી પડશે. અથવા ખેડૂત પશુપાલન વિકાસ અધિકારીની પણ મુલાકાત લઈ શકે છે. આ નાણાકીય સહાય ગાયોના યોગ્ય પોષણ અને સંભાળમાં સુધારો કરવામાં મદદ કરશે, જેનાથી દૂધ ઉત્પાદન અને ખેડૂતોની આવકમાં વધારો થશે. યોજના પશુપાલનને પ્રોત્સાહન આપશે અને ગુજરાતમાં ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવામાં મદદ કરશે.
આ પણ વાંચો: Bhachau: જોખમી સવારીએ લીધો વિદ્યાર્થિનીનો જીવ, ચોપડવા બ્રિજ પાસે જીવલેણ અકસ્માત
અરજી કેવી રીતે કરવી
- ગુજરાત પશુપાલન વિભાગની સત્તાવાર વેબસાઈટની મુલાકાત કરો અને ઓનલાઈન અરજી કરો
- ઓનલાઈન અરજી કરતી વખતે જરૂરી દસ્તાવેજો પણ જાહેર કરવાના રહેશે
જરૂરી દસ્તાવેજો
- 8-A
- આધાર કાર્ડ
- જમીનનો દસ્તાવેજ
- પશુધન નોંધણી પ્રમાણપત્ર
- બેંક ખાતાની વિગતો
- જમીનના માલિક વધુ હોય તો કોઈ એક વ્યક્તિની બેંક ખાતાની વિગતો
મહત્વની તારીખો
- આ યોજના તાજેતરમાં જાહેર કરાઈ છે
- યોજના માટે અરજી કરવાની અંતિમ તારીખ સામે આવી નથી
આ પણ વાંચો: Jamnagar: એસટી ડેપોમાં હોમ ગાર્ડ જવાને એક મહિલાને ઢસેડી, Video થયો Viral