Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat ATS : મહા તોડકાંડના સૂત્રધાર PI તરલ ભટ્ટનો ફરી કેમ મેળવ્યો કબજો ?

Gujarat ATS : ફરજ મોકૂફ પોલીસ ઈન્સ્પેક્ટર તરલ ભટ્ટ (PI Taral Bhatt) ફરી એક વખત એન્ટી ટેરરિઝમ સ્કવૉડે (Anti Terrorism Squad) ના મહેમાન બનશે. ગેરકાયદેસર રીતે ઢગલાબંધ બેંક એકાઉન્ટ સ્થગિત (Bank Account Freeze) કરાવી એકાઉન્ટ કાર્યરત (Bank Account Unfreeze) કરવા...
08:34 PM Feb 14, 2024 IST | Bankim Patel
Suspended PI Taral Bhatt's exploits caught in FSL

Gujarat ATS : ફરજ મોકૂફ પોલીસ ઈન્સ્પેક્ટર તરલ ભટ્ટ (PI Taral Bhatt) ફરી એક વખત એન્ટી ટેરરિઝમ સ્કવૉડે (Anti Terrorism Squad) ના મહેમાન બનશે. ગેરકાયદેસર રીતે ઢગલાબંધ બેંક એકાઉન્ટ સ્થગિત (Bank Account Freeze) કરાવી એકાઉન્ટ કાર્યરત (Bank Account Unfreeze) કરવા માટે કરોડો રૂપિયા ખંખેરનારી ટોળકીના સૂત્રધાર છે તરલ ભટ્ટ. કરોડો રૂપિયાની લૂંટ કહો કે તોડ કરનારા પીઆઈ તરલ ભટ્ટે પૂરાવાનો નાશ કરી ગુજરાત એટીએસ (Gujarat ATS) ના તપાસ અધિકારીને ગુમરાહ કર્યા હોવાની એક ચોંકાવનારી વાત સામે આવી છે. તરલ ભટ્ટે કેવી રીતે Gujarat ATS ને ઉઠ્ઠા ભણાવ્યા અને કેવી રીતે તેમની પોલ પકડાઈ છે તે વિગતે વાંચો....

તરલ ભટ્ટ ફરી રિમાન્ડ પર આવશે

ગુજરાત પોલીસ (Gujarat Police) ને બેઆબરૂ કરનારો મહા તોડકાંડ કરનારા તરલ ભટ્ટ એક શાતિર શખ્સ છે. તાજેતરમાં ચાર દિવસના રિમાન્ડ પર રહેલા આરોપી તરલ ભટ્ટની Gujarat ATS એ સઘન પૂછપરછ કરી હતી. આરોપી ભટ્ટ પાસેથી એટીએસના ડીવાયએસપી એસ. એલ. ચૌધરી (DySP S L Chaudhari) એ આરોપી પાસેથી કેટલાંક પૂરાવાઓ તપાસ કબજે લીધા હતા. જેમાં કેટલાંક ફોન, પેન ડ્રાઈવ (Pen Drive) અને ડિજિટલ એવિડન્સ (Digital Evidence) સામેલ હતા. આ ઉપરાંત ધરપકડથી બચવા માટે તરલ ભટ્ટ નાસતા ફરતા હતા ત્યારે પણ કાંડ કર્યા હોવાની ઠોસ વિગતો ગુજરાત એટીએસ (Gujarat ATS) ને હાથ લાગી છે. જેના આધારે તપાસ અધિકારી શંકર ચૌધરી (Shankar Chaudhari) એ જૂનાગઢ કોર્ટ (Junagadh Court) માં ત્રણ દિવસના રિમાન્ડ મેળવવા અરજી કરી હતી. અદાલતે અરજીના કારણો અને દલીલો બાદ એક દિવસના રિમાન્ડ (ગુરૂવાર સવારથી) પર સોંપવા હુકમ કર્યો છે.

તરલ ભટ્ટે કેવી રીતે Gujarat ATS ને કરી ગુમરાહ ?

તરલ ભટ્ટ ગત 26 જાન્યુઆરીએ સત્તાવાર રીતે આરોપી જાહેર થયા તે પહેલાં જ તેમણે પૂરાવાઓનો નાશ કરી Gujarat ATS ને કરી ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી Gujarat Police માં ફરજ બજાવતા Taral Bhatt પોલીસ તપાસ અને તેની ગંભીરતાથી વાકેફ હોવા છતાં તેમણે આ કાંડ કર્યો છે. Gujarat ATS ને સોંપેલા બે મોબાઈલ ફોન, પેન ડ્રાઈવ અને ફોનમાં રહેલો સંખ્યાબંધ બેંક એકાઉન્ટનો ડેટા તથા એકસેલ સીટ (Excel Sheet) તપાસ અધિકારીને ગોથે ચઢાવવા ઉભો કર્યો હોવાની પોલ FSL ના રિપોર્ટમાં સામે આવી છે.


કેમ ફરી રિમાન્ડ મેળવાયા ?

Gujarat ATS DySP શંકર ચૌધરીને મહા તોડકાંડની તપાસમાં તરલ ભટ્ટની ફરી જરૂર પડી છે. રિમાન્ડના તરલ ભટ્ટ પાસેથી ગુનાના કામમાં વપરાયેલા બે મોબાઈલ ફોન અને સીમકાર્ડ (Mobile Phone Sim Card) કબજે કરવા જરૂરી છે. સૂત્રોના જણાવ્યાનુસાર તરલ ભટ્ટે અન્ય મોબાઈલ ફોન રજૂ કર્યા છે. જૂનાગઢ સાયબર ક્રાઈમ સેલ (Junagadh Cyber Crime Cell) ની કચેરીના કોમ્પ્યુટરમાંથી તરલ ભટ્ટે પર્સનલ પેન ડ્રાઈવમાં બેંક એકાઉન્ટની માહિતી તેમજ KYC ની વિગતો બબ્બે વખત મેળવી છે. Gujarat ATS સમક્ષ રજૂ કરેલી પેન ડ્રાઈવનો ડેટા રિકવર કરવા FSL માં પ્રયાસ થયો ત્યારે પોલ ખૂલી કે, આ પેન ડ્રાઈવ ગુનાના કામમાં વપરાઈ તે નથી. આ ઉપરાંત બેંક એકાઉન્ટની માહિતી આપનાર શખ્સની ઓળખ છુપી રહે તે માટે તરલ ભટ્ટે પોલીસ કાર્યવાહી શરૂ થઈ તે સમયગાળામાં એક ખોટો ડેટા ફોનમાં ઉભો કર્યો હતો.

ઈન્દોરની હોટલમાં પણ કાંડ કર્યો

ધરપકડથી બચવા માટે કેટલાંક દિવસો ફરાર રહેલા જૂનાગઢ પોલીસ (Junagadh Police) ના તત્કાલિન CPI તરલ ભટ્ટે મધ્યપ્રદેશમાં પણ એક કાંડ કર્યો હોવાનું Gujarat ATS ની તપાસમાં સામે આવ્યું છે. Taral Bhatt અને તેમનો સાથી દીપ ઈન્દોરની હોટલ (Indore Hotel) માં રોકાયા ત્યારે ભટ્ટે અન્ય નામ ધરાવતું ઓળખપત્ર (Fake ID) રજૂ કરી પોતાની ઓળખ છુપાવી હતી. Gujarat ATS એ ઈન્દોરની હોટલમાંથી આ અંગેના પૂરાવા તેમજ CCTV ફૂટેજ તપાસના કામે કબજે લીધા છે.

આ પણ વાંચો----GUJARAT POLICE : પોણા પાંચ વર્ષમાં જ કયા IPS ખાતામાં પરત ફર્યા ?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

 

Tags :
Anti Terrorism SquadBank Account FreezeBank Account UnfreezeBankim PatelBankim Patel JournalistCCTVDeep ShahDigital EvidenceDySP S L ChaudhariFake IDFSLFSL reportGujarat ATSGujarat FirstindoreIndore HotelJunagadh CourtJunagadh Cyber Crime CellJunagadh Policemobile phonePen DrivePI Taral BhattShankar ChaudhariSim CardTaral Bhatt
Next Article