વડોદરાની એમ એસ યુનિ.માં વિદ્યાર્થીઓની સુરક્ષા રામભરોસે, વાંચો અહેવાલમાં
અહેવાલ---દિકેશ સોલંકી, વડોદરા વડોદરાની એમ એસ યુનિ.માં વિદ્યાર્થીઓની સુરક્ષા રામભરોસે યુનિ. કેમ્પસમાં લગાવેલા મોટાભાગના સીસીટીવી કેમેરા બંધ હાલતમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે લગાવેલા સીસીટીવી કેમેરા પોતે માંગી રહ્યા છે સુરક્ષા ફેકલ્ટી ડીનને અવાર નવાર સીસીટીવી કેમેરા રીપેરીંગ કરાવવા સૂચના વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં...
Advertisement
અહેવાલ---દિકેશ સોલંકી, વડોદરા
- વડોદરાની એમ એસ યુનિ.માં વિદ્યાર્થીઓની સુરક્ષા રામભરોસે
- યુનિ. કેમ્પસમાં લગાવેલા મોટાભાગના સીસીટીવી કેમેરા બંધ હાલતમાં
- વિદ્યાર્થીઓની સુરક્ષા માટે લગાવેલા સીસીટીવી કેમેરા પોતે માંગી રહ્યા છે સુરક્ષા
- ફેકલ્ટી ડીનને અવાર નવાર સીસીટીવી કેમેરા રીપેરીંગ કરાવવા સૂચના
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સુરક્ષા રામભરોસે જોવા મળી રહી છે કારણ કે યુનિ.કેમ્પસમા લગાવેલા મોટાભાગના સીસી ટીવી કેમેરા બંધ હાલતમાં છે. અનેક જગ્યાએ સીસી ટીવી કેમેરા તૂટી ગયા છે અથવા નમી ગયા છે. હાલ તો હાલત એવી છે કે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે લગાવેલા સીસીટીવી કેમેરા પોતે જ સુરક્ષા માંગી રહ્યા છે.
અનેક જગ્યાએ સીસી ટીવી કેમેરા બંધ હાલતમાં
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં સીસી ટીવી કેમેરા બંધ હાલતમાં છે કેમ્પસમાં આર્ટસ, કોમર્સ અને સાયન્સ ફેકલ્ટી સહિત વિવિધ સ્થળો પર લગાવાયેલા સીસી ટીવી કેમેરા કાં તો નમી ગયા છે કાં તો તૂટી ગયેલી હાલતમાં છે. યુનિવર્સીટીનું વહિવટીતંત્ર સીસી ટીવી કેમેરાની જાળવણી કરવામાં સદંતર નિષ્ફળ ગયું છે.
1300 કેમેરા પર ધ્યાન અપાતું નથી
યુનિ. કેમ્પસમાં અંદાજિત 80 લાખના ખર્ચે 1300 સીસીટીવી કેમેરા લગાવાયા છે પણ તેનું મેઇન્ટેનન્સ કરવામાં આવતું નથી તેથી તેથી ખાસ કરીને વિદ્યાર્થીનીઓ માટે મોટો ખતરો જોવા મળી રહ્યો છે. સીસી ટીવી કેમેરા બંધ હોવાથી યુનિ.માં અસામાજીક તત્વો બેફામ બની રહ્યા છે અને અવારનવાર છેડતીની ઘટના અને મારામારીની ઘટનાઓ પણ બની રહી છે.
કેમેરા પોતાની જ સુરક્ષા માગી રહ્યા છે
ચોંકાવનારી વાત એ છે કે આર્ટસ ફેકલ્ટીમાં યુનિ. વિજિલન્સ ઑફિસ બહાર જ લાગેલા સીસીટીવી તૂટી ગયા છે. યુનિ.માં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે લગાવેલા સીસીટીવી કેમેરા પોતે જ સુરક્ષા માંગી રહ્યા છે. યુનિ.ના મુખ્ય પ્રવેશ દ્વારો પર સીસીટીવી કેમેરા જ લગાવામાં આવ્યા નથી. વિદ્યાર્થીઓ માગ કરી રહ્યા છે કે સીસી ટીવી કેમેરા ફરીથી ચાલુ કરવામાં આવે અને તેનું સતત દર મહિને મોનિટરીંગ અને મેઇન્ટેનન્સ પણ કરવામાં આવે.
ફેકલ્ટીઓમાં સીસીટીવી કેમેરાના મેઇન્ટેનન્સ માટે ફેકલ્ટી ડીનને સત્તા આપી
બીજી તરફ સીસીટીવી કેમેરા બંધ મામલે યુનિ.ના PRO લકુલીશ ત્રિવેદીએ કહ્યું છે કે
ફેકલ્ટીઓમાં સીસીટીવી કેમેરાના મેઇન્ટેનન્સ માટે ફેકલ્ટી ડીનને સત્તા આપી છે. વિવિધ ફેકલ્ટી ડીનને અવાર નવાર સીસીટીવી કેમેરા રીપેરીંગ કરાવવા સૂચના અપાઈ છે અને સીસીટીવી કેમેરાના મેઇન્ટેનન્સ માટે બજેટ પણ ફાળવાયું છે. તેમણે કહ્યું કે યુનિ. ફરીથી ફેકલ્ટી ડીનને સીસીટીવી કેમેરાના મેઇન્ટેનન્સ માટે સૂચના આપશે. તેમણે એમ પણ કહ્યું કે યુનિ.ના પ્રવેશ દ્વારો ટેકનીકલ કારણોસર સીસીટીવી કેમેરા લગાવામાં આવ્યા નથી.
આ પણ વાંચો---સરકારની ‘નલ સે જલ’ યોજના ગટરમાં, કામ ખુદ જ ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહ્યું છે, જાણો પૂરી વિગત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ