PI TARAL BHATT : મહાતોડકાંડમાં PI તરલ ભટ્ટને આજે જુનાગઢ કોર્ટમાં રજૂ કરાશે, પૂછપરછમાં મોટા ખુલાસા થવાની વકી
જુનાગઢ મહાતોડકાંડમાં મુખ્ય આરોપી અને ફરજ મોકૂફ પોલીસ ઈન્સ્પેક્ટર તરલ ભટ્ટ (Taral Bhatt) ની અમદાવાદમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત ATS એ આરોપી તરલ ભટ્ટની ધરપકડ કરી હતી. આજે જુનાગઢ કોર્ટમાં તરલ ભટ્ટને રજૂ કરવામાં આવશે. માહિતી મુજબ, ગુજરાત ATS એ તરલ ભટ્ટ વિરુદ્ધ પુરાવાઓ એકત્ર કર્યા છે.
જુનાગઢ મહાતોડકાંડમાં (JUNAGADH TODKAND) મુખ્ય સૂત્રધાર અને નાસતા ફરતા પીઆઈ તરલ ભટ્ટની ગુજરાત ATS એ અમદાવાદમાંથી ધરપકડ કરી હતી. તરલ ભટ્ટની ધરપકડ બાદ તેમની સઘન પૂછપરછ કરાઈ હતી. ચર્ચા છે કે આરોપી તરલ ભટ્ટની પૂછપરછમાં ઉચ્ચ અધિકારીઓ સાથે સાંઠ-ગાંઠ ખૂલે તેવી શક્યતા છે. આજે જુનાગઢની કોર્ટમાં (Junagadh Court) તરલ ભટ્ટને રજૂ કરવામાં આવશે. આ પહેલા ગુજરાત એટીએસ (GUJARAT ATS) દ્વારા આરોપી વિરુદ્ધ પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. તરલ ભટ્ટની ધરપકડ થતા પોલીસ બેડામાં પણ ભારે કૌતૂહલ જોવા મળી રહ્યું છે. ત્યારે કેસની માહિતી મેળવવા માટે રાજ્ય પોલીસ વડા (DGP) વિકાસ સહાય (VIKAS SAHAI) ATS ઓફિસ પહોંચ્યા હતા અને તપાસકર્તા અધિકારીઓ સાથે બેઠક કરી માહિતી મેળવી હતી. માહિતી છે કે તોડકાંડના મૂળ સુધી પહોંચવા DGP એ પોતે તરલ ભટ્ટની સઘન પૂછપરછ કરી હતી. તેમણે મીડિયાને કહ્યું હતુ કે, તરલ ભટ્ટની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે અને સાથે અન્ય આરોપીઓની પણ શોધખોળ શરુ કરવામાં આવી છે.
Junagadh તોડકાંડમાં તપાસ ચાલી રહી છે : DGP વિકાસ સહાય #Junagadh #JunagadhTodkand #PITaralBhatt #Arrested #GujaratFirst @dgpgujarat @VikasSahayIPS @GujaratPolice pic.twitter.com/4ch4cO7ItT
— Gujarat First (@GujaratFirst) February 2, 2024
ધરપકડથી બચવા 1400 કિમીનો પ્રવાસ ખેડ્યો
પ્રાપ્ત માહિતી મુજબ, ધરપકડથી બચવા માટે આરોપી પીઆઈ તરલ ભટ્ટે ( TARAL BHATT) 1400 કિમીનો પ્રવાસ ખેડ્યો હતો. તરલ ભટ્ટ જુનાગઢથી અમદાવાદ અને અમદાવાદથી શ્રીનાથજી અને ત્યાંથી ઇન્દૌર (Indore) ગયા હતા. ઈન્દૌરથી પરત આવતા અમદાવાદના હાઈવે પરથી તેઓ પકડાયા હતા. એટીએસને તરલ ભટ્ટનું લોકેશન અને કારની માહિતી મળી હતી. પોલીસ વિભાગ દ્વારા માહિતી અપાઈ છે કે, આરોપી પોલીસ અધિકારી હોવાના કારણે એટીએસની ચુસ્ત તપાસ થશે.
તરલ ભટ્ટનો તોડકાંડ
પીઆઈ તરલ આર. ભટ્ટ તથા જુનાગઢ સાઇબર ક્રાઈમ (Junagadh Cyber Crime) સેલના પીઆઈ એ. એમ. ગોહિલ (MA GOHIL) અને એએસઆઈ દીપક જાની (DIPAK JANI) એ ગુજરાત પોલીસને ખળભળાટ મચાવી દે તેવો કાંડ રચ્યો હતો. તરલ ભટ્ટે આપેલી 335 થી વધુ જુદા-જુદા બેંક એકાઉન્ટની માહિતીના આધારે સાઇબર ક્રાઈમ સેલના પીઆઈ એ. એમ. ગોહિલે CRPC 91 અને CRPC 102 હેઠળ નોટિસ કાઢી તમામ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવી દીધા હતા. આ બેંક એકાઉન્ટ ફરી કાર્યરત કરવા માટે પ્રત્યેક બેંક એકાઉન્ટ ધારક પાસેથી 20-20 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ તમામ હકીકત એક અરજદારની રજૂઆત બાદ સામે આવી હતી. જુનાગઢ રેન્જ ડીઆઈજી નિલેશ જાજડિયા એ આ મામલે તપાસ સોંપતા ત્રણેય પોલીસ અધિકારીઓ અને અન્ય સામે જુનાગઢ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે. ગુનો નોંધાયા બાદ ત્રણેય આરોપી પોલીસ અધિકારીઓ ફરાર થઇ ગયા છે.
આ પણ વાંચો - Gujarat ATS : કયા IPS અધિકારી તરલ ભટ્ટ માટે અમદાવાદ દોડી ગયા ?