Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Weather Report : આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી

રાજ્યમાં આગામી 3 કલાકમાં સામાન્ય વરસાદની આગાહી ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદ પડી શકે છે. મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરામાં વરસાદની આગાહી Weather Report : રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ...
weather report   આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી
  1. રાજ્યમાં આગામી 3 કલાકમાં સામાન્ય વરસાદની આગાહી
  2. ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
  3. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદ પડી શકે છે.
  4. મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરામાં વરસાદની આગાહી

Weather Report : રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા કરવામાં આવી છે. વિભાગની આગાહી મુજબ, ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. ગુજરાતનાં વિવિધ જિલ્લા જેમ કે, બનાસકાંઠા (Banaskantha), સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા (Vadodara), છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત (Surat), તાપી, ડાંગમાં વરસાદની આગાહી છે.

Advertisement

આ પણ વાંચો - આ તો માત્ર ટૂંકો વિરામ હતો! આગામી પાંચ દિવસ ફરી Gujarat ને ધમરોળવા તૈયાર છે મેઘરાજા, હવામાન વિભાગની આગાહી

Advertisement

ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

હવામાન વિભાગનાં (Weather Department) જણાવ્યા મુજબ, આગામી 3 કલાક એટલે કે સવારે 7 થી 10 વાગ્યા દરમિયાન રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જણાવી દઈએ કે, હવામાન વિભાગે નાવકાસ્ટ જાહેર કરીને આ આગાહી કરી છે. વિવિધ જિલ્લાઓમાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જે જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી (Aravalli), મહીસાગર, પંચમહાલ, દાહોદ (Dahod), વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી (Navsari), વલસાડ, દમણ, દાદર અને નગર હવેલી સામેલ છે.

આ પણ વાંચો - Morbi : વીરપર ગામે બે વ્યકિતના મોત, વોંકળામાં ડૂબી જવાથી થયું મૃત્યુ...

Advertisement

છેલ્લા 48 કલાકમાં સામાન્ય વરસાદ નોંધાયો

ઉપરાંત, પાટણ (Patan), મહેસાણા, ગાંધીનગર (Gandhinagar), અમદાવાદ (Ahmedabad), ખેરા, આણંદ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગરમાં (Bhavnagar) પણ હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં (Gujarat) છેલ્લા 48 કલાક દરમિયાન પડેલા વરસાદની વાત કરવામાં આવે તો (Weather Report) સરેરાશ 601 મિમિ કરતા 46 ટકા વધુ એટલે કે 880 મિમિ વરસાદ નોંધાયો છે. ગુજરાત રિજિયનમાં 780 મિમિ કરતા 19 ટકા એટલે કે 947 મિમિ વરસાદ નોંધાયો છે. આ સાથે સૌરાષ્ટ્રમાં 452 મિમિ કરતા 86 ટકા વધુ એટલે કે 841 મિમિ વરસાદ થયો છે. આગાહીની વાત કરવામાં આવે તો, સપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો - VADODARA : અટલાદરાના રહીશોની સમસ્યા થશે દુર, Gujarat First ની ખબરની અસર

Tags :
Advertisement

.