Weather Forecast : આગામી દિવસોમાં કેવી પડશે ઠંડી ? હવામાન વિભાગે કરી આગાહી!
- આગામી દિવસોમાં ઠંડીને લઈ હવામાન વિભાગની આગાહી (Weather Forecast)
- IMD દ્વારા સત્તાવાર રીતે ઠંડીની જાહેરાત કરાઈ નથી
- આ વખતે થંડી મોડી શરૂ થવાની આગાહી કરાઈ
Weather Forecast : ગુજરાત સહિત સમગ્ર દેશમાં મોટાભાગે નવેમ્બર મહિનાથી ઠંડી શરૂ થતી હોય છે. પરંતુ આ વખતે ઠંડીની શરૂઆત થોડી મોડી થશે એવી આગાહી કરાઈ છે. આગામી દિવસોમાં હવામાન વિભાગે ઠંડીની (Winter) કોઈ આગાહી કરી નથી. વિભાગનાં જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ધીમે ધીમે ઠંડી વધશે. જ્યારે મહત્તમ તાપમાન નોર્મલ કરતા નીચું રહી શકે છે. ઉપરાંત, ઉત્તર ભારતનાં પ્રદેશોમાં બરફ વર્ષાની પણ આગાહી છે, જેના કારણે ઉત્તર ભારતમાં ઠંડીમાં વધારો જોવા મળી શકે છે.
આ પણ વાંચો - Amreli : હૈયું કંપાવતી ઘટના! એક જ પરિવારનાં ચાર માસૂમ બાળક કારમાં બેઠા અને પછી..!
અમદાવાદમાં તાપમાનમાં કોઈ ખાસ પરિવર્તન નહીં!
વાત કરીએ અમદાવાદની (Ahmedahbad) તો, આગામી 24 કલાક દરમિયાન તાપમાનમાં કોઈ ખાસ પરિવર્તન જોવા મળશે નહીં. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 24 કલાક દરમિયાન તાપમાન 23 ડિગ્રીની આસપાસ રહે તેવું અનુમાન છે તો મહત્તમ તાપમાન, સામાન્ય કરતા થોડું નીચું રહી શકે છે. જો કે, સવાર અને રાતનાં સમયે લોકોને હળવી ઠંડીનો અનુભવ થઈ શકે છે.
આ પણ વાંચો - Gandhinagar : BJP નાં મુખ્ય પ્રવક્તાને દિવાળીનાં તુરંત બાદ મળી મોટી જવાબદારી
ઉત્તર ભારતનાં પ્રદેશોમાં બરફ વર્ષાની આગાહી
હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા ઉત્તર ભારતનાં પ્રદેશોમાં બરફ વર્ષાની પણ આગાહી કરવામાં આવી છે. આથી, ઉત્તર ભારતનાં પ્રદેશોમાં આવનારા દિવસોમાં ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. સાથે જ આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે. બંગાળનાં ખાડીમાં (Bay of Bengal) વાવાઝોડાની અસરનાં કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની પણ સંભાવના (Weather Forecast) છે.
આ પણ વાંચો - Anand : વ્યાજખોરોના ત્રાસથી 28 વર્ષીય યુવકની આત્મહત્યા, પરિવારજનોનાં ગંભીર આક્ષેપ