Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Weather Forecast : ઠંડી અંગે હવામાન વિભાગની મોટી આગાહી! જાણો આગામી દિવસોમાં કેવું રહેશે તાપામાન ?

હાલ શહેરમાં લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. વહેલી સવારે અને રાતે ઠંડી તો બપોરનાં સમયે ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે.
weather forecast   ઠંડી અંગે હવામાન વિભાગની મોટી આગાહી  જાણો આગામી દિવસોમાં કેવું રહેશે તાપામાન
  1. રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી (Weather Forecast)
  2. આગામી દિવસોમાં કાતિલ ઠંડીની આગાહી નહીં
  3. આગામી દિવસોમાં ધીમે ધીમે વધી શકે છે ઠંડી

Weather Forecast : નવેમ્બર મહિનાની શરૂઆત થઈ ચૂકી છે. સામાન્ય રીતે નવેમ્બર મહિનાથી ઠંડીની શરૂઆત થતી હોય છે. પરંતુ, આ વર્ષે ઠંડીમાં ધીમી ગતિએ વધારો થવાની આગાહી હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા કરવામાં આવી છે. વિભાગનાં જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં ઠંડી ધીમે ધીમે વધશે. આગામી 24 કલાક દરમિયાન અમદાવાદનાં (Ahmedabad) તાપમાનમાં કોઈ ખાસ પરિવર્તન જોવા મળશે નહીં.

Advertisement

આ પણ વાંચો - Weather Forecast : આગામી દિવસોમાં કેવી પડશે ઠંડી ? હવામાન વિભાગે કરી આગાહી!

આગામી દિવસોમાં ધીમે-ધીમે વધશે ઠંડી!

જણાવી દઈએ કે, હવામાન વિભાગે આગામી દિવસોમાં જોરદાર ઠંડી (Cold) પડવાને લઈ હાલ કોઈ આગાહી કરી નથી. જો કે, મોટાભાગે નવેમ્બર મહિનાથી ઠંડી શરૂ થતી હોય છે. પરંતુ, આ વખતે ઠંડીની શરૂઆત મોડી થઈ શકે છે. આગાહી (Weather Forecast) અનુસાર, આગામી દિવસોમાં ધીમે ધીમે ઠંડી વધશે. જ્યારે, મહત્તમ તાપમાન નોર્મલ કરતા થોડું નીચું રહેવાની સંભાવના છે. ઉપરાંત, ઉત્તર ભારતનાં પ્રદેશોમાં બરફ વર્ષાની પણ આગાહી કરવામાં આવી છે, જેના કારણે ઉત્તર ભારતમાં ઠંડીમાં વધારો જોવા મળી શકે છે.

Advertisement

આ પણ વાંચો - ગુજરાત અંગે ખોટો Video વાઇરલ કરનાર સામે Ahmedabad સાઇબર ક્રાઇમની મોટી કાર્યવાહી

આગામી 24 કલાક અમદાવાદનું તાપમાન 23 ડિગ્રી રહેવાનું અનુમાન

વાત કરીએ અમદાવાદની (Ahmedabad) તો આગામી 24 કલાક અમદાવાદનાં તાપમાનમાં કોઈ ખાસ પરિવર્તન જોવા નહીં મળે. આગામી 24 કલાક દરમિયાન તાપમાન 23 ડિગ્રીની આસપાસ રહે તેવા અનુમાન છે. મહત્તમ તાપમાન (Temperature) સામાન્ય કરતા નીચું રહી શકે છે. જો કે, હાલ શહેરમાં લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. પવનની દિશા બદલાતા વહેલી સવારે અને રાતે ઠંડી તો બપોરનાં સમયે ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. રાજ્યનાં મોટા ભાગનાં વિસ્તારમાં મહત્તમ તાપમાન 36 થી 37 ડિગ્રી પહોંચ્યું છે. જ્યારે, લઘુતમ તાપમાન 20 થી 23 ડિગ્રી સુધી નોંધાયું છે. આજે અમદાવાદમાં લઘુતમ તાપમાન 22, ગાંધીનગર 21, વડોદરામાં 21 અને કચ્છમાં 20 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

Advertisement

આ પણ વાંચો - Attack on Hindu Temple: દ્વારકા પીઠાધીશ્વર શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ કહ્યું - ‘મંદિર પર હુમલો કરી શું પ્રાપ્ત થશે?

Tags :
Advertisement

.