હવામાન નિષ્ણાત Ambalal Patel ની આગાહી, કહ્યું- 7 નવેમ્બરથી ગુજરાતનું હવામાન..!
- હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
- 7 નવેમ્બરથી ગુજરાતનું હવામાન બદલાય તેવી શક્યતા
- 20 તારીખ સુધી ગરમીનો અનુભવ થશે
- 18 થી 23 નવેમ્બરે બંગાળનાં ઉપસાગરમાં ચક્રવાતની સંભાવના
ગુજરાતમાં હાલ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. વહેલી સવારે અને રાતનાં સમયે ઠંડી જ્યારે બપોરનાં સમયે ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તેને લઈને મોટી આગાહી કરી છે. તેમણે કહ્યું કે, મજબૂત પશ્ચિમી વિક્ષેપ નહિ આવે ત્યાં સુધી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં બપોરે ગરમી રહેશે.
આ પણ વાંચો - Weather Forecast : ઠંડી અંગે હવામાન વિભાગની મોટી આગાહી! જાણો આગામી દિવસોમાં કેવું રહેશે તાપામાન ?
18 થી 23 નવેમ્બરે બંગાળનાં ઉપસાગરમાં ચક્રવાતની સંભાવના
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે (Ambalal Patel) આગાહી કરતા કહ્યું કે, 7 નવેમ્બરથી ગુજરાતનું હવામાન બદલાય તેવી શક્યતાઓ છે. જ્યારે 10 થી 14 નવેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં (Bay of Bengal) એક ડિપ્રેશન બનવાની પણ સંભાવનાઓ છે. ત્યાર બાદ તારીખ 18 થી 23 નવેમ્બર સુધીમાં બંગાળનાં ઉપસાગરમાં ભારે ચક્રવાતનું નિર્માણ થવાની પણ શક્યતાઓ છે.
આ પણ વાંચો - Surendranagar : ગુજરાત પોલીસે બહાદુર અને કર્મનિષ્ઠ અધિકારીને ગુમાવ્યા : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
20 નવેમ્બર સુધી ગરમીનો અનુભવ
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગળ કહ્યું કે, ચક્રવાતને પગલે દક્ષિણ તટ પર ભારે વરસાદ થઈ શકે છે. તેમણે આગાહી કરતા જણાવ્યું કે, બપોરે જે ગરમી પડે છે તે હજુ 20 તારીખ સુધી જોવા મળશે. જ્યારે નવેમ્બરનાં ત્રીજા સપ્તાહમાં એક માવઠાની શક્યતા સેવાઈ રહી છે. શિયાળાની ઠંડીનો ખરો અહેસાસ ડિસેમ્બરની શરૂઆત માંજોવા મળી શકે છે. સાથે જ તેમણે કહ્યું કે, મજબૂત પશ્ચિમી વિક્ષેપ નહિ આવે ત્યાં સુધી સૌરાષ્ટ્ર (Saurashtra) અને મધ્ય ગુજરાતમાં બપોરે ગરમીનો અનુભવ થઈ શકે છે.
આ પણ વાંચો - Diu માં સહેલાણીઓનો સેલાબ, નાળિયા-માંડવી પાસે બની રહ્યો છે સાસણ ગીર સફારી પાર્ક!