Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VIDEO:મારી અંતિમયાત્રામાં પણ કોંગ્રેસનો ઝંડો રહેશે:ગેનીબેન ઠાકોર

વાવ સાંસદ ગેનીબેન ઠાકોરે મોટું નિવેદન મારી અંતિમયાત્રામાં પણ કોંગ્રેસનો ઝંડો રહેશે વાવના મતદારોનો વિશ્વાસ ક્યારે નહીં તોડું Geniben Thakor:બનાસકાંઠાના સાંસદના આભાર દર્શન કાર્યક્રમમાં ભારે જનમેદની ઉમટી પડી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ...
video મારી અંતિમયાત્રામાં પણ કોંગ્રેસનો ઝંડો રહેશે ગેનીબેન ઠાકોર
  1. વાવ સાંસદ ગેનીબેન ઠાકોરે મોટું નિવેદન
  2. મારી અંતિમયાત્રામાં પણ કોંગ્રેસનો ઝંડો રહેશે
  3. વાવના મતદારોનો વિશ્વાસ ક્યારે નહીં તોડું

Geniben Thakor:બનાસકાંઠાના સાંસદના આભાર દર્શન કાર્યક્રમમાં ભારે જનમેદની ઉમટી પડી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ પણ હાજર રહ્યા હતા. વાવ હાઈવેથી એક ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.બીજી તરફ સાંસદ ગેનીબેન ઠાકોરે (Geniben Thakor)એક નિવદેન આપતા કહ્યું કે, 'મારી અંતિમવિધિ થાય ત્યાં સુધી કોંગ્રેસમાં રહીશ.'

Advertisement

પેટા ચૂંટણીમાં એક મત આપી કોંગ્રેસને વિજય બનાવવા હુંકાર કર્યો

સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે, 'જ્યાં સુધી મારામાં પ્રાણ રહેશે ત્યાં સુધી હું કોંગ્રેસ નહી છોડું. મારો પાર્ટી છોડવાનો પ્રચાર કરનારા તત્વોને ખુલો પડકાર છે. વધુમાં જણાવ્યું કે હું વિજય થયા બાદ મારા મતદારોનો આભાર માનવા આવી છું. અને સાથે સાથે મેં આપેલું વચન પૂર્ણ કરવા મારા મતદાર ભાઈ-બહેનોને મામેરાની માતર ખવરાવવા પણ આવી છું. બહેન ભાઈને માતર ખવરાવે તેના બદલામાં મારે હીરા મોતી નથી જોઈતા. પરંતુ તાજેતરમાં વાવ બેઠકની યોજાનારી પેટા ચૂંટણીમાં એક મત આપી કોંગ્રેસ પાર્ટીને વિજય બનાવવા હાકલ કરી હતી.

Advertisement

આ પણ  વાંચો -તારો પતિ તને અપનાવી લેશે તેમ કહીને ભુવાઓ મહિલા પર તુટી પડયા અને....

 પેટા ચૂંટણીમાં કોંગ્રેસને જીતાડજો : ગેનીબેન

પેટા ચૂંટણી અંગે ગેનીબેને કહ્યું કે, 'પેટા ચૂંટણી આપવવાની છે. ભાજપના ઉમેદવારો જેટલા કોંગ્રેસમાં ટિકિટ માટેના માંગણીદાર નથી. કદાચ મેં રાજીનામું ન આપ્યું હોત તો હું 2027 સુધી ધારાસભ્ય રહેવાની હતી. મામેરામાં મારે બીજું કંઈ નથી જોતું. કોંગ્રેસ જે પણ ઉમેદવારને નક્કી કરે તેને ધારાસભ્ય ચૂંટજો. મોવડી મંડળ જેને ટિકિટ આપશે તેના માટે હું આકાશ પાતાળ એક કરીશ તેની હું ખાતરી આપું છું.'

Advertisement

આ પણ  વાંચો -શું કોંગ્રેસ જમ્મુમાં અલગ ઝંડાનું સમર્થન કરે છે ? : CM ભુપેન્દ્ર પટેલ

મારી અંતિમવિધિ થાય ત્યાં સધી કોંગ્રેસમાં રહીશ : ગેનીબેન

સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે, '2017માં વાવની જનતા પાસે મામેરું માંગ્યું હતું. મેં કહ્યું હતું કે હિરા-મોતી નથી જોતા, ગરીબ સમાજની દિકરીને ધારાસભ્ય બનાવજો. તમારો મત એળે નહીં જવા દઉં. તમે 2018માં મામેરું ભર્યું. આ દરમિયાન રાજકારણમાં ઉથલપાથલ થઈ હતી. ત્યારે ભાજપ કહી રહી હતી કે ગેનીબેન રાજીનામું આપશે. ત્યારે મેં કહ્યું હતું કે જ્યારે ભારતીય સંસ્કૃતિમાં કોઈ બહેન-દીકરી મામેરું માંગીને સત્તા સ્થાને આવે ને તેની કિંમત અને સંસ્કૃતિ શું છે તે જાણું છું. હું જીંદગીભર વાવ વિધાનસભાના મતનો વેપાર નહીં થવા દઉં. કોંગ્રેસનો તિરંગો લઈને મારી અંતિમવિધિ થાય ત્યાં સુધી કોંગ્રેસમાં રહેવાની છું. પ્રજાને ભરોસો રહેવો જોઈએ. મત આપ્યો છે તેનો વેપાર ન થાય. મતદારોને નીચું ન જોવું પડે. ધારાસભ્ય જ્યારે રાજીનામું આપે ત્યારે તેના મતદારોએ નીચું જોવું પડે છે. તમે મને મોટી કરી છે. ઉથલપાથલ કરી હોત તો અત્યારે મોવડી મંડળ અને તમે અહીં આવ્યા છો, તે ન આવો અને કહો કે બહેન તો વેચાઈ ગયા હવે એનું મોઢું ય ન જોવાય.'

Tags :
Advertisement

.