Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રામ મંદિર પર કોંગ્રેસ નેતાનું વિવાદાસ્પદ નિવેદન

દિલ્હીના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના દલિત નેતા ઉદિત રાજની વિવાદાસ્પદ ટિપ્પણી ઉદિત રાજના નિવેદનથી વિવાદ: રામ મંદિરના સંબંધમાં બોલ્યા કડવા શબ્દો સોશિયલ મીડિયા પર ઉદિત રાજની ટિપ્પણીનો વિરોધ દિલ્હીના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના દલિત નેતા ઉદિત રાજે (Udit Raj)...
રામ મંદિર પર કોંગ્રેસ નેતાનું વિવાદાસ્પદ નિવેદન
  • દિલ્હીના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના દલિત નેતા ઉદિત રાજની વિવાદાસ્પદ ટિપ્પણી
  • ઉદિત રાજના નિવેદનથી વિવાદ: રામ મંદિરના સંબંધમાં બોલ્યા કડવા શબ્દો
  • સોશિયલ મીડિયા પર ઉદિત રાજની ટિપ્પણીનો વિરોધ

દિલ્હીના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના દલિત નેતા ઉદિત રાજે (Udit Raj) ફરી એક વાર વિવાદ (Controversy) ને જન્મ આપ્યો છે. તેમણે અયોધ્યા (Ayodhya) માં એક બાળકી પર સામૂહિક દુષ્કર્મનો શિકાર બન્યા બાદ રામ મંદિર (Ram Mandir) પર એક એવી ટિપ્પણી કરી હતી કે હવે તે ચર્ચાના કેન્દ્રમાં આવી ગયા છે. આ ઘટનામાં તેઓએ જણાવ્યું હતું કે, ‘રામ મંદિરમાં સફાઈ કામદાર તરીકે કામ કરતી યુવતી પર દુષ્કર્મ થયો હતો. શું હવે રામ મંદિર પર પણ બુલડોઝર (Bulldozers) ચાલશે?’ આ નિવેદનને કારણે સોશિયલ મીડિયા (Social Media) માં ભારે વિવાદ શરૂ થયો છે, અને ઘણા યુઝર્સે તેમની ટિપ્પણી પર વાંધો દાખવ્યો છે.

Advertisement

ઉદિત રાજના નિવેદનને લીધે સોશિયલ મીડિયામાં વિવાદ

ઉદિત રાજે X (પૂર્વમાં ટ્વિટર) પર આ નિવેદન આપતાં ઘણા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયાના યુઝર્સે આ ટિપ્પણીને Fake News તરીકે ગણાવી હતી અને અયોધ્યા પોલીસને ટેગ કરીને ઉદિત રાજ સામે કડક પગલાંની માંગ કરી હતી. એક યુઝરે કહ્યું, "આ વ્યક્તિ Fake News ફેલાવીને દેશની ભાવનાઓને ભડકાવવા પ્રયાસ કરી રહ્યા છે." ઘણા યુઝર્સે ઉદિત રાજને ઉલ્લેખિત દુષ્કર્મની ઘટના અને રામ મંદિરના સંબંધ વિશે સ્પષ્ટતા કરવા માટે અયોધ્યા પોલીસનું નિવેદન બતાવ્યું. ચાલુ વર્ષની લોકસભા ચૂંટણીમાં ઉત્તર-પશ્ચિમ સીટ પરથી કોંગ્રેસની ટિકિટ પર હારી ગયેલા ઉદિત રાજને સોશિયલ મીડિયા પર પણ આક્ષેપોનો સામનો કરવો પડ્યો. લોકોએ કહ્યું કે, આ ઘટનાનું રામ મંદિરમાં કોઈ કનેક્શન નથી, કારણ કે આ ઘટના રામ મંદિરથી લગભગ 20 કિલોમીટર દૂર ઘટી છે અને તેમાં સંડોવાયેલા લોકો પીડિતાના પરિચિત હતા.

Advertisement

અયોધ્યા પોલીસે શું કહ્યું?

અયોધ્યા પોલીસે (Ayodhya Police) તુરંત જ એક નિવેદન જારી કર્યું, જેમાં અયોધ્યાના કેન્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા દુષ્કર્મના કેસને રામ મંદિર સાથે જોડવાની માહિતી ભ્રામક ગણાવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, પીડિતાના નિવેદન પરથી જાણવા મળ્યું કે, તે પોતાના ભૂતપૂર્વ પરિચિત મિત્રને અલગ-અલગ વખત મળવા ગઈ હતી. ત્યારબાદ તેના પરિચિત અને તેમના સાથીઓએ તેના પર યૌન શોષણ અને દુષ્કર્મ કર્યું હતું. આ કેસમાં બે સગીર સહિત કુલ 6 લોકો સામેલ છે, જેમાંથી એક શારિક અને બે કિશોરોને દુષ્કર્મના આરોપમાં અને વિનય પાસી, શિવા સોનકર, ઉદિત સિંહ અને સત્યમને અપમાનજનક વર્તનના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. તમામ આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો:  સૌરભ ભારદ્વાજે કેજરીવાલને શ્રી રામ સાથે સરખાવ્યા; કહ્યું- તેમણે સતયુગમાં પોતાનું સિંહાસન છોડ્યું હતું, આજે...

Advertisement

Tags :
Advertisement

.