Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ભૂખી કાંસની બેઠકમાં ચેરમેને ટોણો મારતા કોંગી કોર્પોરેટરનો પિત્તો ગયો

VADODARA : પાલિકાના સુત્રોના જણાવ્યા અનુસાર, ભૂખી કાંસ ડાયવર્ટ કરવા માટે પાલિકા દ્વારા રૂ. 33 કરોડના ખર્ચે બનેલા 4 રોડને તોડવા પડશે
vadodara   ભૂખી કાંસની બેઠકમાં ચેરમેને ટોણો મારતા કોંગી કોર્પોરેટરનો પિત્તો ગયો
Advertisement

VADODARA : વડોદરાના વહીવટી વોર્ડ નં - 1 અને 2 માંથી પસાર થતી ભૂખી કાંસને રૂ. 39 કરોડના ખર્ચે ડાયવર્ટ કરવા મુદ્દે તાજેતરમાં પાલિકાની કચેરીએ બેઠક મળી હતી. જેમાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો-કોર્પોરેટર હાજર હતા. તે દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રી દ્વારા કોંગ્રેસના કોર્પોરેટરોને ટોણો માર્યો કે, 7 માંથી 4 થઇ જશો, જે બાદ કોંગી આગેવાનોનો પિત્તો ગયો હતો. અને તેમણે બેઠકમાંથી વોક આઉટ કર્યું હતું. ભૂખી કાંસ ડાયવર્ટ કરવા માટે પાલિકા રૂ. 33 કરોડના ખર્ચે બનેલો રોડ તોડીને વ્યવસ્થા ઉભી કરનાર હોવાનું સુત્રોએ જણાવ્યું છે. (CONGRESS CORPORATOR LOSE COOL AFTER VMC CHAIRMAN TAUNT - VADODARA)

કોંગી કોર્પોરેટર દ્વારા સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું

વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પૂર નિવારણ માટેના પગલાં ભરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ભૂખી કાંસ ડાયવર્ટ કરવાની એક મહત્વની કામગીરી પણ છે. આ કામગીરીનો શરૂઆતથી જ વિરોધ થઇ રહ્યો છે. જો કે, આ કામગીરીને લઇને પાલિકાનું તંત્ર તત્પર છે. જેથી આ અંગે ચર્ચા-વિચારણા કરવા માટે સાંસદ, મેયર, ચેરમેન સહિતના આગેવાનોની હાજરીમાં મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં અધિકારીઓ દ્વારા ટેક્નિકલ માહિતી આપવાનું શરૂ કરતા જ કોંગી કોર્પોરેટર દ્વારા સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું હતું.

Advertisement

.....તો વિરોધ વ્યક્ત કરીશું

તે દરમિયાન પાલિકાના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રી ઉશ્કેરાઇ ગયા હતા. અને બેઠક સિવાયના વિષય પર કોમેન્ટ કરતા કહી દીધું કે, તમે આ પ્રમાણે વિરોધ કરશો, તો 7 માંથી 4 થઇ જશો. જેથી એક બાદ એક કોંગી કોર્પોરેટરે વોક આઉટ કરી લીધું હતું. જ્યારે જ્હા ભરવાડ અને હરીશ પટેલે કામગીરી થશે તો વિરોધ વ્યક્ત કરીશું તેમ જણાવ્યું હતું.

Advertisement

ભૂખી કાંસ પર ટ્રાન્સપોર્ટ હબ, બેંક, સહિતના બાંધકામ

સુત્રોના જણાવ્યા અનુસાર, ભૂખી કાંસ ડાયવર્ટ કરવા માટે પાલિકા દ્વારા રૂ. 33 કરોડના ખર્ચે બનેલા 4 રોડને તોડવા પડશે. આ અંગે કોંગી કોર્પોરેટર અમિબેન રાવતે કહ્યું કે, ભૂખી કાંસ પર ટ્રાન્સપોર્ટ હબ, બેંક, સહિતના બાંધકામ થયા છે. જો 20 ઘરો વચ્ચે આવતા હોય તો તેમને વળતર આપીને હટાવવા જોઇએ. નદીને તેની જગ્યા પાછી આપવી જોઇએ.

આ પણ વાંચો --- VADODARA : ઐતિહાસિક માંડવી દરવાજાની હાલત દયનીય, 3 પિલરના પોપડા ખર્યા

Tags :
Advertisement

.

×