Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજપૂત સમાજ વિશે કરેલી ટિપ્પણી માફીને લાયક નથી : પોરબંદર રાજપૂત સમાજ

Porbandar Rajput community : લોકસભાની ચૂંટણી માટે ભાજપ (BJP) ના રાજકોટથી ઉમેદવાર (Rajkot Candidate) પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) નો વિરોધ આજે પણ યથાવત છે. રાજ્યભરમાં રૂપાલાના એક નિવેદનનો ક્ષત્રિય સમાજ (Kshatriya community) દ્વારા સખત વિરોધ (Protest) થઇ રહ્યો છે. ખાસ કરીને...
રાજપૂત સમાજ વિશે કરેલી ટિપ્પણી માફીને લાયક નથી   પોરબંદર રાજપૂત સમાજ

Porbandar Rajput community : લોકસભાની ચૂંટણી માટે ભાજપ (BJP) ના રાજકોટથી ઉમેદવાર (Rajkot Candidate) પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) નો વિરોધ આજે પણ યથાવત છે. રાજ્યભરમાં રૂપાલાના એક નિવેદનનો ક્ષત્રિય સમાજ (Kshatriya community) દ્વારા સખત વિરોધ (Protest) થઇ રહ્યો છે. ખાસ કરીને રાજપૂત સમાજ (Rajput Community) પરશોત્તમ રૂપાલાને માફ કરવાના મૂડમાં નથી. હવે પોરબંદર (Porbandar) માં પણ રૂપાલાનો વિરોધ થતો હોવાનું સામે આવ્યું છે. રૂપાલાના વાણી વિલાસથી પોરબંદર રાજપૂત સમાજ (Porbandar Rajput Community) માં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે.

Advertisement

Porbandar Rajput community

રૂપાલાના વાણી વિલાસથી પોરબંદર રાજપૂત સમાજમાં આક્રોશ

કહેવાય છે કે, દુનિયામાં કોઇ પણ સમસ્યાનો ઉકેલ આવી શકે છે. પણ તાજેતરમાં પરશોત્તમ રૂપાલા દ્વારા બોલવામાં આવેલા એક નિવેદનનો ઉકેલ મુશ્કિલ દેખાઇ રહ્યો છે. આજે તેમના એક નિવેદનથી ગુજરાતભરના જ નહીં પણ દેશના ક્ષત્રિય સમાજના લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. સૂત્રોની માનીએ તો રાજકોટ બેઠક પરથી ભાજપ પરશોત્તમ રૂપાલાને કાઢવા માંગતી નથી તો બીજી તરફ ક્ષત્રિય સમાજના લોકો તેમની ટિકિટ રદ્દ કરવાની સતત માંગ કરી રહ્યા છે. હવે આ મામલે ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ સામે આવી રહ્યા છે. પોરબંદરમાં પ્રથમ વખત રાજપૂત સમાજની બહેનો વિરોધમાં જોડાયા છે. પોરબંદર રાજપૂત સમાજની મહિલાઓનો સવાલ છે કે, રાજપૂતોએ રજવાડાઓ દાનમાં આપ્યા તો શું તેમની એક ટિકિટ રદ ન કરી શકાય?

Advertisement

Porbandar Women of the Rajput community joined the protest

ઉગ્ર આંદોલન થશે તેવી તેમણે ચીમકી ઉચ્ચારી

પોરબંદરમાં રાજપૂત સમાજના લોકો ગુસ્સામાં જોવા મળી રહ્યા છે. તેમનું કહેવું છે કે, રાજપૂત સમાજ વિશે કરવામાં આવેલી ટિપ્પણી માફીને લાયક જ નથી. આ મુદ્દે પોરબંદર રાજપૂત સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ટિકિટ રદ કરવા રજૂઆત કરવામાં આવી હતી. પોરબંદર સમસ્ત રાજપૂત સમાજ, કરણીસેના અને મહિલા વિંગ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી. ખાસ કરીને પ્રથમવાર મહિલાઓ ઉપસ્થિત રહી હતી અને મહિલાઓએ આક્રોશ સાથે કહ્યું હતું કે, જલ્દી જ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે નહિતર ઉગ્ર આંદોલન થશે તેવી તેમણે ચીમકી પણ ઉચ્ચારી હતી.

Advertisement

submission of petition to cancel ticket

શું છે સમગ્ર વિવાદ ?

ઉલ્લેખનીય છે કે, પરશોત્તમ રૂપાલાએ 22 માર્ચે રાજકોટમાં એક સભાને સંબોધિત કરતી વખતે ટિપ્પણી કરી હતી કે તત્કાલીન મહારાજાઓ વિદેશી શાસકો અને અંગ્રેજોને શરણે ગયા હતા. રૂપાલાએ કહ્યું હતું કે આ મહારાજાઓએ તેમની સાથે રોટી-બેટીનો સંબંધ જાળવી રાખ્યો હતો. જોકે, રૂપાલાએ તેમના દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી માટે પહેલા જ માફી માંગી છે પરંતુ સમુદાયની સંકલન સમિતિએ તેનો સ્વીકાર કર્યો ન હતો અને કહ્યું હતું કે તે લોકસભાની ચૂંટણી પછી આ જ ભાષા બોલી શકે છે.

આ પણ વાંચો - રૂપાલાનો વિરોધ વંટોળ યથાવત, હવે ગામમાં પ્રવેશબંધીનો લેવાયો નિર્ણય

આ પણ વાંચો - CR Patil : આવતીકાલે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ સાથે ભાજપના ક્ષત્રિય આગેવાનોની બેઠક

Tags :
Advertisement

.