વડોદરા વાસીઓએ ભાજપ અને નેતાઓ વિરુદ્ધ બેનરો લગાવી નારા લગાવ્યા
Vadodara ના રહીશોમાં સરકાર પ્રત્યે રોષ પ્રગટ્યો
રાજનેતા અને સરકારી વિરુદ્ધ બેનરો લગાવ્યા
BJP અને નેતાઓ વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતાં
Vadodara Flood : હાલ, ગુજરાતમાં મેઘ કહેર યથાવત છે. તેના કારણે લાખો લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તે ઉપરાંત હજારો લોકોએ સ્થળાંતર કર્યું છે. તો અનેક વિસ્તારોમાં એક નહીં, બે નહીં... તેના કરતા વધારે સપ્તાહથી ગોઠણ સમા પાણી ભરાયેલા છે. તો રાજ્યમાં મોટાભાગના રસ્તાઓ વરસાદી પાણીમાં ધોવાઈ ગયા છે. તેના કારણ અનેક જિલ્લાઓને સલગ્ન રાષ્ટ્રીય ધોરીમાર્ગ ધોવાઈ ગયા છે.
રાજનેતા અને સરકારી વિરુદ્ધ બેનરો લગાવ્યા
ત્યારે આ વખતે ગુજરાતમાં સૌથી વધારે ઈન્દ્રદેવનો પ્રકોપ Vadodara વાસીઓને સહન કરવાનો વારો આવ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ વરસાદ Vadodara જિલ્લામાં નોંધાયો છે. તેના કારણે Vadodara જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગોઠણ સમા પાણી ભરયા છે. અનેક વિસ્તારોમાં સોસાયટી અને સ્થાનિક મકાનોની અંદર પાણી ધૂસી ગયા છે. તેના કારણે લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે Vadodara વાસીઓએ વહીવટી તંત્ર અને સરકારી સત્તાધીશો સામે રોષ પ્રગટ કર્યો છે.
આ પણ વાંચો: ખંભાળિયાના પેટ્રોપ પંપમાં વિકરાળ આગ ફાટી નીકળતા ચોતરફ દોડધામ
BJP અને નેતાઓ વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતાં
તેના અંતર્ગત Vadodara માં આવેલા ન્યૂ VIP રોડની નજીક આવેલી સાંઈદીપ સોસાયટીના રહીશોએ સોસાયટીની બહાર બેનર લગાવ્યા છે. સોસાયટીમાં પાણી ભરાવાની સમસ્યા દૂર કરો અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી મંજૂર થયેલ રોડ બનાવો એવું બેનરમાં લખ્યું છે. તે ઉપરાંત એકપણ રાજકીય પક્ષના કાર્યકરો અને નેતાઓએ સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં, તેવા બેનર લગાવવામાં આવ્યા છે. કારણ કે... જ્યારે પૂરની સ્થિતિનું નિર્માણ થયું ત્યારે કોઈપણ રાજનેતા કે સરકારી કામદાર જોવા નથી મળ્યા. તો સ્થાનિક લોકોએ BJP અને નેતાઓ વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતાં. તમારી જાણ ખાતીર ધારાસભ્ય મનીષા વકીલના મત વિસ્તારમાં સાંઈદીપ નગર સોસાયટી આવે છે.
આ પણ વાંચો: West Bengal : તમામ મેડિકલ કોલેજો માટે નવો નિર્ણય, હાઉસ-સ્ટાફની ભરતી રદ્દ