Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ધરતી પર આવતું સંકટ આખરે ટળ્યું, નાસાનું Dart Mission સફળ

અમેરિકાની સ્પેસ એજન્સી નાસા (NASA) ને તેના ડાર્ટ મિશન (Dart Mission) મા સફળતા મળી છે, આ મિશન સવારે 4 વાગ્યાની આસપાસ પૂર્ણ થયું છે. આ મિશન પૂર્ણ કરી નાસાએ હવે ઈતિહાસ રચ્યો છે. પૃથ્વી (Earth) ને બચાવવાનું તેનું મિશન સફળ થયું છે, જે અંતર્ગત એજન્સીનું અવકાશયાન એક વિશાળ એસ્ટરોઇડ (Asteroid) સાથે અથડાયું હતું. આ સમય દરમિયાન નાસાના અવકાશયાને 6 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે પ્રવાસ કર્યો હતો.નાસાનું ડાર્ટ મિશન પૂર્ણ
ધરતી પર આવતું સંકટ આખરે ટળ્યું  નાસાનું dart mission સફળ
Advertisement
અમેરિકાની સ્પેસ એજન્સી નાસા (NASA) ને તેના ડાર્ટ મિશન (Dart Mission) મા સફળતા મળી છે, આ મિશન સવારે 4 વાગ્યાની આસપાસ પૂર્ણ થયું છે. આ મિશન પૂર્ણ કરી નાસાએ હવે ઈતિહાસ રચ્યો છે. પૃથ્વી (Earth) ને બચાવવાનું તેનું મિશન સફળ થયું છે, જે અંતર્ગત એજન્સીનું અવકાશયાન એક વિશાળ એસ્ટરોઇડ (Asteroid) સાથે અથડાયું હતું. આ સમય દરમિયાન નાસાના અવકાશયાને 6 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે પ્રવાસ કર્યો હતો.
નાસાનું ડાર્ટ મિશન પૂર્ણ
આ મિશનનો ઉદ્દેશ પૃથ્વી માટે ખતરો બનેલા એસ્ટેરોઇડની દિશા બદલવાનો હતો. આ મિશન માટે ગત વર્ષે અવકાશમાં છોડવામાં આવેલું નાસાનું સ્પેસક્રાફ્ટ પોતાના ટાર્ગેટ પર સફળ રીતે પહોંચ્યું હતું. મળી રહેલી માહિતી અનુસાર, આ સ્પેસક્રાફ્ટ ધરતીથી લગભગ 1 કરોડ કિલોમીટર દૂર સ્થિત ડિમોર્ફોસ (Dimorphos) નામના એસ્ટરોઇડ સાથે અથડાયું હતું. આ ટક્કર દરમિયાન સ્પેસક્રાફ્ટની ઝડપ 24 હજાર કિમી/કલાક હતી. 

સવારે 4:45 વાગ્યે આ સિદ્ધિ મેળવી
નાસાએ ઈતિહાસ રચીને મોટી સફળતા હાંસલ કરી છે. જણાવી દઈએ કે, નાસાએ પૃથ્વીને બચાવવાનું મિશન પાર પાડ્યું છે. થોડા સમય પહેલા, સવારે 4:45 વાગ્યે, નાસાએ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. નાસાએ તેનું ડાર્ટ મિશન સફળતાપૂર્વક પાર પાડ્યું છે. જીહા, લઘુગ્રહની દિશા અને ગતિ બદલવાનો નાસાનો પ્રયોગ સફળ રહ્યો હતો. જોકે, ફાઇનલ રિપોર્ટ આવવાનો બાકી છે.
મિશન સફળ થતા જ વૈજ્ઞાનિકોએ શરૂ કરી ઉજવણી

Advertisement


નાસાને પૂરો વિશ્વાસ છે કે એસ્ટરોઇડ નામના મહા વિનાશથી મોટી ટક્કર સફળ રહી છે. એટલે કે નાસાનું મિશન ડાર્ટ સફળ રહ્યું છે. જણાવી દઈએ કે, ફૂટબોલ સ્ટેડિયમની સમકક્ષ ડિમોર્ફોસ (Dimorphos) સાથે સ્પેસક્રાફ્ટ અથડાતા જ નાસાની ટીમ ખુશીથી ઉછળી પડી હતી. મિશન ડાર્ટની ટીમ માટે તે એક એવી ક્ષણ હતી જ્યારે વૈજ્ઞાનિકોએ ઉજવણી કરી હતી.
ભવિષ્ય માટે આ છે Good News
અવકાશમાં સામાન્ય રીતે ઘણા એસ્ટેરોઇડ ફરી રહ્યા છે, જેમાંથી આ એક હતું જેનું નામ ડિમોર્ફોસ છે. જણાવી દઇએ કે, આ પૃથ્વી માટે ખતરો ન હતું, પરંતુ અહીં તેને અવકાશયાન સાથે અથડાઈને ભવિષ્યમાં ઉલ્કાપિંડની ટક્કરથી પૃથ્વીને બચાવવામાં મદદ મળશેે કે કેમ તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નાસાના પ્લેનેટરી સાયન્સ ડિવિઝનના ડાયરેક્ટર લૌરી ગ્લેઝે જણાવ્યું હતું કે, "અમે માનવજાત માટે એક નવા યુગની શરૂઆત કરી રહ્યા છીએ, એક યુગ જેમાં આપણે સંભવિત જોખમી ઉલ્કાપિંડ જેવી કોઈપણ વસ્તુથી પોતાને સુરક્ષિત કરી શકીશું." શું અદ્ભુત બાબત છે. અમારી પાસે આ ક્ષમતા પહેલા ક્યારેય ન હતી. ટક્કરની અસર દરમિયાન ડિડિમોસ અને ડિમોર્ફોસ પૃથ્વીની ખૂબ નજીક હતા, એટલે કે 6.8 મિલિયન માઇલ (11 મિલિયન કિલોમીટર)ના અંતરે હતા.  
Advertisement
Tags :
Advertisement

Related News

featured-img
video

'Lucky Draw King' Ashok Mali વિરુદ્ધ વધુ એક ફરિયાદ, લકી ડ્રોની માયાજાળમાં લાખો લોકો ફસાયા!

featured-img
video

Botad માં મિલ માલિકના અપહરણનો ઉકેલાયો ભેદ, કોણે અપહરણની આપી હતી ટીપ?

featured-img
video

Meerut Crime Story: મેરઠમાં નરસંહાર, કોણ બેખૌફ ગુનેગાર?

featured-img
video

Banaskantha ના વિભાજનના વિરોધમાં હવે ભુવાની એન્ટ્રી, "મારી માતાજી જિલ્લો આ બાજુ લાવશે"

featured-img
video

Gandhinagar : ક્ષત્રિય સંકલન સમિતિ ફરી સક્રિય, ભાજપ સંગઠનમાં રાજપૂત ક્ષત્રિય સમાજને સ્થાન આપવા રજૂઆત

featured-img
video

અમરેલીની પીડિતા પાયલ ગોટી મામલે Parshottam Rupala ને એક નાગરિકે કરેલો કોલ વાયરલ

×

Live Tv

Trending News

.

×