Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

USA માં ટેક કંપનીના CEO એ પત્ની-પુત્રને ગોળી મારીને પોતે મોત વ્હાલું કર્યું

USA : કિક્કેરી દંપતીએ વર્ષ 2017 માં ભારતમાં હોલોવર્લ્ડ કંપનીની સ્થાપના કરી હતી. જે રોબોટિક્સ ક્ષેત્રે કામ કરતી હતી, તે લાંબી ચાલી ન્હતી.
usa માં ટેક કંપનીના ceo એ પત્ની પુત્રને ગોળી મારીને પોતે મોત વ્હાલું કર્યું
Advertisement
  • દંપતીએ વર્ષ 2017 માં ભારતમાં આવીને હોલોવર્લ્ડ નામની કંપનીના સ્થાપના કરી હતી
  • હર્ષવર્ધન એસ. કિક્કેરી હોલોવર્લ્ડના સ્થાપક હતા. અને તેમની પત્ની શ્વેતા પન્યામ સહ સ્થાપક હતી
  • 24 એપ્રિલે અમેરિકામાં લોહિયાળ ઘટના સર્જાઇ હતી

USA : અમેરિકામાંથી એક મોટી સનસનીખેજ ખબર સામે આવી રહી છે. અમેરિકાના વોશિંગ્ટનના ન્યુકૈસલમાં 24, એપ્રિલના રોજ ભારતીય ટેક સાહસિકે પોતાની પત્ની અને પુત્રને ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ત્યાર બાદ તેણે પોતે આત્મહત્યા કરી લીધી હતી. ઘટનામાં ત્રણના મોત નિપજ્યા છે. આ ઘટના સમયે પરિવારનું એક સંતાન શાળાએ ગયું હતું. જેથી તેનો બચાવ થયો છે. આ પગલું ભરવા પાછળનું કોઇ નક્કર કારણ હજીસુધી સામે આવ્યું નથી. આ મામલાના મૂળ સુધી પહોંચવા માટે સ્થાનિક પોલીસની વિવિધ ટીમો દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

પરિવારમાં કુલ ચાર લોકો હતા

મીડિયા રિપોર્ટ અનુસાર, ટેક કંપનીના સીઆઇઓ હર્ષવર્ધન એસ. કિક્કેરી મૈસુરમાં હેડક્વાટર ધરાવતી રોબોટિક્સ કંપની હોલોવર્લ્ડના સ્થાપક હતા. અને તેમની પત્ની શ્વેતા પન્યામ સહ સ્થાપક હતી. તેમને બે સંતાનો હતા. દંપતીએ વર્ષ 2017 માં ભારતમાં આવીને હોલોવર્લ્ડ નામની કંપનીના સ્થાપના કરી હતી. જે રોબોટિક્સ ક્ષેત્રે કામ કરતી હતી. પરંતુ કોરોના મહામારી દરમિયાન વર્ષ 2022 માં કંપની બંધ કરી દેવી પડી હતી. જે બાદ દંપતી અમેરિકા પરત ફર્યું હતું.

Advertisement

ઘટના સમયે પરિવારનું એક સંતાન શાળાએ ગયું હતું

24, એપ્રિલના રોજ હર્ષવર્ધન એસ. કિક્કેરી (ઉં. 57) એ વોશિંગ્ટનના ન્યૂકૈસલમાં પોતાની પત્ની શ્વેતાા પન્યામ (ઉં. 44) અને 14 વર્ષિય પુત્રને ગોળી મારી દીધી હતી. ત્યાર બાદ તેણે પોતે પણ મોત વ્હાલુ કર્યું હતું. આ ઘટના સમયે પરિવારનું એક સંતાન શાળાએ ગયું હતું. જેથી તે બચી ગયું હતું. હાલ આ મામલે સ્થાનિક પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અને ટુંક સમયમાં આ મામલાના મૂળ સુધી પહોંચવાનો આશાવાદ તપાસઅધિકારી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો --- Pakistan Force Exposed : દંભનો જુઠ્ઠો દેખાડો કરવા જતા હાસ્યાસ્પદ સ્થિતીમાં મુકાઇ એરફોર્સ

Tags :
Advertisement

.

×