Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બાંગ્લાદેશમાં મોટી બોટ દુર્ઘટના, 24 લોકોના મોત, અનેક લોકો ગુમ

બાંગ્લાદેશ (Bangladesh)માં આજે એક મોટો અકસ્માત થયો. પંચગઢ જિલ્લામાં એક ઓવરલોડેડ બોટ (boat) પલટી ગઈ અને 23 લોકો ડૂબી જવાથી મૃત્યુ પામ્યા. કેટલાક ડઝન નાગરિકો પણ ગુમ થયા હતા. બચાવ કામગીરી ચાલુ છે. મળતી માહિતી અનુસાર, ઉત્તર પંચગઢ (North Panchgarh) ના જિલ્લા પ્રશાસક, ઝહરુલ ઈસ્લામે જણાવ્યું હતું કે, જ્યાંથી દુર્ઘટના થઈ હતી તેમાંથી અત્યાર સુધી બહાર કાઢવામાં આવેલા મૃતદેહોમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.ઝહà
બાંગ્લાદેશમાં મોટી બોટ દુર્ઘટના  24 લોકોના મોત  અનેક લોકો ગુમ
બાંગ્લાદેશ (Bangladesh)માં આજે એક મોટો અકસ્માત થયો. પંચગઢ જિલ્લામાં એક ઓવરલોડેડ બોટ (boat) પલટી ગઈ અને 23 લોકો ડૂબી જવાથી મૃત્યુ પામ્યા. કેટલાક ડઝન નાગરિકો પણ ગુમ થયા હતા. બચાવ કામગીરી ચાલુ છે. મળતી માહિતી અનુસાર, ઉત્તર પંચગઢ (North Panchgarh) ના જિલ્લા પ્રશાસક, ઝહરુલ ઈસ્લામે જણાવ્યું હતું કે, જ્યાંથી દુર્ઘટના થઈ હતી તેમાંથી અત્યાર સુધી બહાર કાઢવામાં આવેલા મૃતદેહોમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.
ઝહરુલ ઈસ્લામે કહ્યું, "ગુમ થયેલા લોકો માટે બચાવ કામગીરી ચાલુ છે." ઇસ્લામે કહ્યું કે તેઓ ગુમ થયેલા લોકોની ચોક્કસ સંખ્યા જાણતા નથી, પરંતુ મુસાફરોએ જણાવ્યું હતું કે 70 થી વધુ લોકો બોર્ડમાં હતા. 
Advertisement

બાંગ્લાદેશમાં મોટી બોટ દુર્ઘટના
નોંધપાત્ર રીતે, બાંગ્લાદેશ ગંગા (Bangladesh Ganges) અને બ્રહ્મપુત્રા (Brahmaputra) ના નીચલા માર્ગ પર સ્થિત છે અને 230 નદીઓથી ઘેરાયેલું છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ડિસેમ્બરમાં એક પેસેન્જર ફેરી એક માલવાહક જહાજ સાથે અથડાતાં અને ડૂબી જતાં લગભગ 37 લોકોનાં મોત થયાં હતાં. નવેમ્બરમાં, દેશના દક્ષિણમાં ભોલા ટાપુ પાસે ઓવરલોડ ટ્રિપલ ડેકર બોટ પલટી જતાં ઓછામાં ઓછા 85 લોકો ડૂબી ગયા હતા.

એક અઠવાડિયા પછી, બીજી બોટ ડૂબી ગઈ, જેમાં 46 લોકો માર્યા ગયા. આ વર્ષે અત્યાર સુધીમાં બાંગ્લાદેશમાં અનેક નાની હોડી અકસ્માતોમાં ડઝનેક લોકોના મોત થયા છે.  નેવી અધિકારીઓએ કહ્યું છે કે બાંગ્લાદેશની હજારો નાની અને મધ્યમ કદની બોટમાંથી 95 ટકાથી વધુ સલામતીના નિયમોનું પાલન કરતી નથી.
Advertisement
Tags :
Advertisement

.