Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પહેલી પત્નિને મળવા જવાનું કહેતા બીજી પત્નિએ પતિને માર માર્યો, સારવાર દરમિયાન પતિનું મોત

બે પત્નીઓ ના ઝઘડામાં પતિને મળ્યું મોતપહેલી પત્નિ અને બાળકોને મળવાની વાત કરી હતીપતિનું સારવાર દરમિયાન મોત થયુંલિંબાયત રાવનગર ખાતે રહેતા અકીલ મણીયારના લગ્ન શબનમ નામની મહિલા સાથે થયા હતા. જ્યારે અકીલના પહેલા લગ્ન શબાના નામની મહિલા સાથે થયા હતા અને તેનાથી તેને બે બાળકો પણ હતા. ગત તા. 29મી નવેમ્બરના રોજ અકીલ કામ ઉપર ગયો ન હતો. શબનમે આવીને અકીલને પુછતા તેને કહ્યું કે, આજે હું શબાના અને બ
પહેલી પત્નિને મળવા જવાનું કહેતા બીજી પત્નિએ પતિને માર માર્યો  સારવાર દરમિયાન પતિનું મોત
  • બે પત્નીઓ ના ઝઘડામાં પતિને મળ્યું મોત
  • પહેલી પત્નિ અને બાળકોને મળવાની વાત કરી હતી
  • પતિનું સારવાર દરમિયાન મોત થયું
લિંબાયત રાવનગર ખાતે રહેતા અકીલ મણીયારના લગ્ન શબનમ નામની મહિલા સાથે થયા હતા. જ્યારે અકીલના પહેલા લગ્ન શબાના નામની મહિલા સાથે થયા હતા અને તેનાથી તેને બે બાળકો પણ હતા. ગત તા. 29મી નવેમ્બરના રોજ અકીલ કામ ઉપર ગયો ન હતો. શબનમે આવીને અકીલને પુછતા તેને કહ્યું કે, આજે હું શબાના અને બાળકોને મળવા જવાનો છું. આ સાંભળીને જ શબનમ ઉશ્કેરાઇ ગઇ હતી અને અકીલને કહ્યું કે, “તેરેકો મના કિયા હૈ ના, તેરી ઔરત શબાના કે ઘર જાને કે લીયે” તેમ કહીને અકીલને મારવા લાગી હતી.
માર મારતા ગંભીર ઈજા
પ્રથમ તેણે ઘરમાં શાકભાજી કાપવાનું ચપ્પુ લઈ ને તેના પતિ અકિલના હાથ અને પગમાં ઇજા પહોંચાડી હતી. આ મારામારીમાં અકીલના ઘરે થોડા દિવસ પહેલા જ રહેવા આવેલો સાદીક વચ્ચે પડ્યો હતો, ત્યારે શબનમે સાદિકને પણ મારવાનું કહ્યું હતું અને ઝપાઝપીમાં સાદિકને હાથમાં ઇજા થઇ હતી. આ મારામારી બાદ સાદીક ભાગી ગયો હતો અને પાછળથી શબનમ તેના પતિ અકીલને લાકડાના ફટકા વડે પગના ભાગે માર મારવા લાગી હતી. જેને લઇ પતિને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
સારવાર દરમિયાન મોત
ઇજા થતાં અકિલ ઘરમાં જ ઢળી પડ્યો હતો. જેથી પત્ની શબનમ જાતે જ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગઈ હતી. જ્યાં પતિનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતું. જેને લઇ ઘટના અંગે લિંબાયત પોલીસે શબનમની સામે સપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે હાલ પત્ની શબનમ ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.