Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, 24 લોકોના મોત, મૃત્યુઆંક વધવાની આશંકા

પાકિસ્તાનના ડેરા ઇસ્માઇલ ખાન વિસ્તારમાં આત્મઘાતી હુમલો થયો હોવાના સમાચાર છે. આ હુમલામાં 23 લોકોના મોત થયા હોવાની માહિતી છે. આ હુમલો ડેરા ઇસ્માઇલ ખાનના શહેર પોલીસ સ્ટેશનમાં થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વિસ્ફોટના કારણે ત્રણ મકાન ઢળી પડ્યા...
પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો  24 લોકોના મોત  મૃત્યુઆંક વધવાની આશંકા
Advertisement

પાકિસ્તાનના ડેરા ઇસ્માઇલ ખાન વિસ્તારમાં આત્મઘાતી હુમલો થયો હોવાના સમાચાર છે. આ હુમલામાં 23 લોકોના મોત થયા હોવાની માહિતી છે. આ હુમલો ડેરા ઇસ્માઇલ ખાનના શહેર પોલીસ સ્ટેશનમાં થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વિસ્ફોટના કારણે ત્રણ મકાન ઢળી પડ્યા છે અને મકાનોના કાટમાળમાંથી મૃતદેહોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. એવી આશંકા છે કે મરનારાઓની સંખ્યામાં વધારો થઈ શકે છે.

ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનમાં ખૈબર પખ્તૂનખ્વાના ડેરા ઇસ્માઇલ ખાન વિસ્તારમાં મંગળવારે એક આત્મઘાતી હુમલો થયો છે. અહેવાલ છે કે, આતંકીઓએ વિસ્તારના દારાબા ક્ષેત્રમાં વિસ્ફોટથી ભરેલી એક કારને એક બિલ્ડિંગ સાથે અથડાવી હતી, આથી જોરદાર ધમાકો થયો હતો. આ હુમલામાં અત્યાર સુધી 24 લોકોના મોતના સમાચાર છે અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે. માહિતી છે કે, સુરક્ષા દળોએ હુમલાને અંજામ આપનારા તમામ આતંકવાદીઓને ઠાર માર્યા છે.

Advertisement

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડેરા ઇસ્માઇલ ખાનમાં થયેલા આ આત્મઘાતી હુમલાઓની જવાબદારી પાકિસ્તાનમાં આતંકી સંગઠન જાહેર કરાયેલા તહરિક-એ-જિહાદ પાકિસ્તાન (TJP) એ લીધી છે. આ હુમલો એક બિલ્ડિંગના સિક્યોરિટી કંપાઉન્ડમાં કરવામાં આવ્યો હતો. અહેવાલ અનુસાર, સિક્યોરિટી કંપાઉન્ડમાં હુમલાખોરોના પ્રવેશ પછી એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો, જેમાં 24 લોકોના મોત થયા છે અને કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે. જો કે, આ હુમલા પછી સુરક્ષા કર્મીઓએ ત્વરિત કાર્યવાહી કરીને તમામ હુમલાખોરોને ઠાર માર્યા હતા. જણાવી દઈએ કે, વહેલી સવારે આ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટથી ભરેલું એક વાહન આ વિસ્તારમાં પહોંચ્યું અને બિલ્ડિંગ સાથે અથડાતા ત્યાં જોરદાર ધમાકો થયો હતો. ડેરા ઇસ્માઇલ ખાનના એક સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે, આ હુમલાઓમાં અત્યાર સુધી 24 લોકોના મોત થયા છે. પરંતુ, મૃત્યુઆંક વધે તેવી આશંકા છે.

Advertisement

આ પણ વાંચો - Earthquake : ફરી એકવાર અફઘાનિસ્તાનની ધરતી ભૂકંપના આંચકાથી હચમચી ઉઠી

Tags :
Advertisement

Trending News

.

×