Amit Shah : " હવે ન્યાય સજાનું સ્થાન લેશે...."
Amit Shah : ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah ) સોમવારે ત્રણ નવા કાયદા લાગુ કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું, "આઝાદીના 77 વર્ષ પછી, આપણી ફોજદારી ન્યાય પ્રણાલી સંપૂર્ણપણે સ્વદેશી અને આપણી સંસ્કૃતિને અનુરૂપ હશે. હવે ન્યાય સજાનું સ્થાન લેશે. સૌ પ્રથમ કલમો અને પ્રકરણોની પ્રાથમિકતા નક્કી કરવામાં આવી છે અને આમાં પ્રથમ અધ્યાય સ્ત્રીઓ અને બાળકો માટે છે.
અમે રાજદ્રોહને જડમૂળથી ઉખેડી નાખ્યો છે
અમિત શાહે વધુમાં કહ્યું હતું કે, "અમે રાજદ્રોહને જડમૂળથી ઉખેડી નાખ્યો છે. અગાઉ સરકાર વિરુદ્ધ નિવેદન આપવો એ ગુનો હતો. આ કાયદો સૌથી આધુનિક ન્યાય પ્રણાલીનું નિર્માણ કરશે." તેમણે વધુમાં કહ્યું કે અમે 99.9 ટકા કોમ્પ્યુટરાઈઝેશન પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. કેસ અપડેટ પીડિતને 90 દિવસમાં ઓનલાઈન મોકલવામાં આવશે. આ કાયદો પીડિતાની તરફેણમાં બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત સર્ચ કે દરોડા બંને કેસમાં વીડિયોગ્રાફી પણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, ન્યાયિક પ્રક્રિયા હવે બંધારણની આઠમી અનુસૂચિમાં સમાવિષ્ટ તમામ ભાષાઓમાં આવરી લેવામાં આવશે.
#WATCH | On the new criminal laws, Union Home Minister Amit Shah says, "...We have decided the priority of sections and chapters in line with the spirit of our Constitution. The first priority has been given to (the chapters on) crimes against women and children. I believe that… pic.twitter.com/VbIIa7qfM5
— ANI (@ANI) July 1, 2024
આ ન્યાય પ્રણાલીનું ભારતીયકરણ
ગૃહમંત્રી અમિત શાહે સોમવાર (1 જુલાઈ)થી દેશભરમાં લાગુ થયેલા નવા કાયદા અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને નવા કાયદાની શા માટે જરૂર હતી તે સમજાવ્યું હતું. તેમણે કહ્યું કે આ ન્યાય પ્રણાલીનું ભારતીયકરણ છે.
તમામ નવા કાયદા મધરાતથી કામ કરી રહ્યા છે
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું, 'તમામ નવા કાયદા મધરાતથી કામ કરી રહ્યા છે. ભારતીય દંડ સંહિતા ભારતીય ન્યાયિક સંહિતા (BNS) દ્વારા બદલવામાં આવી છે. સૌ પ્રથમ, અમે બંધારણની આત્મા હેઠળ કલમો અને પ્રકરણોની પ્રાથમિકતા નક્કી કરી છે. મહિલાઓ અને બાળકોને પ્રાથમિકતા આપવામાં આવી છે, જેની જરૂર હતી.
મોબ લિંચિંગ માટે કાયદામાં કોઈ જોગવાઈ ન હતી
ગૃહમંત્રી શાહે કહ્યું કે, 'મોબ લિંચિંગ માટે કાયદામાં કોઈ જોગવાઈ ન હતી. હવે નવા કાયદામાં મોબ લિંચિંગનો ખુલાસો કરવામાં આવ્યો છે. રાજદ્રોહ એક કાયદો હતો જે અંગ્રેજોએ પોતાની સુરક્ષા માટે બનાવ્યો હતો. આ કાયદા હેઠળ કેસરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અમે રાજદ્રોહનો અંત કર્યો છે.
આ પણ વાંચો----- Laws : આજથી હત્યા, મારામારી, દુષ્કર્મ સહિતના ગુનાની કલમો બદલાઇ…