ન્યાયાલયોની લાલઆંખ - લોકતંત્રનું રક્ષા કવચ
નાગરિક શાસ્ત્ર મુજબ લોકતંત્રના ત્રણ સ્તંભો છે એક ધારાસભા, બે કારોબારી અને ત્રીજુ ન્યાયતંત્ર. આ ત્રણેય એકમો એકબીજા સાથે જોડાયેલાં હોવા છતાં પોતપોતાના ક્ષેત્રમાં સ્વતંત્ર છે. સરેરાશ નાગરીકને કદાચ છેલ્લા થોડાક સમયથી આ એકમોમાંના એક 'ન્યાયતંત્ર'' ની સ્વતંત્રતાની સુગંધનો અહેસાસ થઇ રહ્યો છે.આપણે જોઇ રહ્યા છીએ કે કાયદાઓના અર્થઘટન સરકારી હુકમો, વહીવટીતંત્રની નબળાઇ ક્યાંક ક્યાંક પોલ
Advertisement
નાગરિક શાસ્ત્ર મુજબ લોકતંત્રના ત્રણ સ્તંભો છે એક ધારાસભા, બે કારોબારી અને ત્રીજુ ન્યાયતંત્ર. આ ત્રણેય એકમો એકબીજા સાથે જોડાયેલાં હોવા છતાં પોતપોતાના ક્ષેત્રમાં સ્વતંત્ર છે. સરેરાશ નાગરીકને કદાચ છેલ્લા થોડાક સમયથી આ એકમોમાંના એક "ન્યાયતંત્ર'' ની સ્વતંત્રતાની સુગંધનો અહેસાસ થઇ રહ્યો છે.
આપણે જોઇ રહ્યા છીએ કે કાયદાઓના અર્થઘટન સરકારી હુકમો, વહીવટીતંત્રની નબળાઇ ક્યાંક ક્યાંક પોલિસ તંત્રની દેખાયેલી જોહુકમી, ભીડના અનિયંત્રીત તોફાનો.. વગેરે જેવી અનેક ઘટનાઓમાં ન્યાયતંત્ર એ કોઇક ધ્યાન દોરે ત્યારે તો ખરું જ પણ સ્વયમ ન્યાયતંત્રની જો કશુંક અજુગતું તે અઘટિત થતું લાગે તો ''સુઓમોટો'' અંતર્ગત જે તે ઘટના ઘટી હોય તેવું ન્યાયિક અર્થઘટન કરીને લાલઆંખ બતાવે છે. આ એક આપણા લોકતંત્ર માટે, કહો કે પ્રજા માટે રક્ષા કવચનું કામ કરે છે.
થોડાક મહીના પહેલાની વાત છે એક રાજ્યમાં ખુદ પોલિસે જ વેપારીનું અપહરણ કરીને ખંડણી માંગેલી બીજી એક જગ્યાએ જે તે રાજ્યના મુખ્યમંત્રીની રેલીમાં બેરોજગાર શિક્ષકોના મોઢા દબાવી દીધા. આ ઘટના સામે ન્યાયતંત્રએ કડક શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી આવું પુનરાવર્તન ન થાય તેની કાળજી લેવા તાકીદ કરી. બીજી એક ઘટનામાં ખેડૂત આંદોલન વખતે એક મંત્રી પુત્ર અને તેના મળતિયાઓએ ઉશ્કેરાઇ જઇને ગાડી નીચે ચાર ખેડૂતો કચડી માર્યા. પહેલાં તો ખૂબ ઉહાપોહ થયો કંઇ પરિણામ આવ્યું નહીં. આખરે સુપ્રીમ કોર્ટ દરમિયાનગિરી કરીને મંત્રીપુત્રની ધરપકડ થઇ. અલબત્ત એ પછી પણ નિવેદનોમાં હેરાફેરી વગેરે જેવી રમતોથી કેસને નબળો પડાઇ રહ્યો છે. તેવું લાગતાં સર્વોચ્ચ અદાલતે પોતાની નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું કે સરકારના આ વલણથી તપાસ પર વિશ્વાસ કરી શકાય તેમ નથી.
આ તો માત્ર ઉદાહરણ પૂરતા બે દાખલા આપ્યા પણ છેલ્લા વર્ષોમાં નાગરીકોના સાચા અધિકારોનું રક્ષણ કરવામાં અને જરૂર પડે ત્યારે વહીવટી તંત્રનો કે જરૂર પડે તો સરકારનો કાન પકડવાનું સુપ્રિમકોર્ટ ચૂકી નથી. સુપ્રિમ કોર્ટના નિર્ણય કે ચૂકાદાને શિરોમાન્ય ગણવા સિવાય બીજો કોઇ છૂટકો હોતો નથી. સાંપ્રત સમયમાં આપણા ન્યાયતંત્રની આ નિરક્ષિર તટસ્થતાને સલામ સાથે કહેવું પડે કે ''ન્યાયતંત્રની લાલ આંખ લોકતંત્રનું રક્ષાકવચ છે.''